નીતિશ કુમારના અલગ થવાથી રાજ્યસભામાં સંખ્યા વધારવાનુ NDAનુ સ્વપ્ન ચકનાચૂર થયુ, જાણો સ્થિતિ

|

Aug 10, 2022 | 12:29 PM

નીતીશ કુમારના (Nitish Kumar) ભાજપ સાથેના સંબંધો તોડવાથી એનડીએએ માત્ર બિહારમાં સત્તા ગુમાવી નથી, પરંતુ રાજ્યસભામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

નીતિશ કુમારના અલગ થવાથી રાજ્યસભામાં સંખ્યા વધારવાનુ NDAનુ સ્વપ્ન ચકનાચૂર થયુ, જાણો સ્થિતિ
PM Narendra Modi and Home Minister Amit Shah (File Photo)

Follow us on

જનતા દળ યુનાઈટેડ (JDU)ના વડા અને બિહારના મુખ્ય પ્રધાન નીતિશ કુમારે ( Nitish Kumar) ફરી એકવાર કેન્દ્રમાં સત્તારૂઢ નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) સાથે સંબંધો તોડી નાખ્યા છે. હવે નીતિશ કુમાર ફરીથી ‘મહાગઠબંધન’નો ભાગ બનીને આઠમી વખત બિહારના મુખ્યમંત્રી બનવા જઈ રહ્યા છે. છેલ્લા ત્રણ વર્ષમાં NDA છોડનાર જેડીયુ ત્રીજી પાર્ટી છે. અગાઉ શિવસેના અને અકાલી દળે એનડીએ છોડી દીધું હતું, જ્યારે તેલુગુ દેશમ પાર્ટી (TDP) એ છેલ્લી લોકસભા ચૂંટણી પહેલા એટલે કે 2019ની લોકસભાની ચૂંટણી પહેલા એનડીએ છોડી દીધું હતું.

નીતીશ કુમારના ભાજપ સાથેના સંબંધો તોડવાને કારણે ના માત્ર બિહારની સત્તા એનડીએના હાથમાંથી જતી રહી, પરંતુ તેમને રાજ્યસભામાં પણ થોડી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. સંસદના ઉપલા ગૃહ રાજ્યસભામાં ભાજપ હવે ઓડિશાના બીજુ જનતા દળ (BJD) અને આંધ્રપ્રદેશના વાયએસઆર કોંગ્રેસ (YSRCP) જેવા પક્ષો પર આધાર રાખવો પડશે, જેથી કરીને રાજ્યસભામાં મહત્વપૂર્ણ બિલ પસાર થઈ શકે.

જો કે, જેડીયુ એનડીએનો ભાગ હતો ત્યારે પણ તેની પાસે રાજ્યસભામાં બહુમતી નહોતી. હાલમાં રાજ્યસભામાં કુલ સાંસદોની સંખ્યા 237 છે અને બહુમતીનો આંકડો 119 છે. જમ્મુ-કાશ્મીરમાંથી 4, ત્રિપુરામાંથી એક અને 3 નામાંકિત બેઠકો ખાલી છે. એનડીએ પાસે વર્તમાનમાં 115 સાંસદોની સંખ્યા છે, જેમાં એક અપક્ષ અને 5 નામાંકિત સભ્યોનો સમાવેશ થાય છે, અને જેડીયુ બહાર નીકળ્યા પછી આંકડો ઘટીને 110 પર પહોંચી ગયો છે, જે બહુમતીના આંકડા કરતાં 9 ઓછો છે. જેડીયુના રાજ્યસભામાં 5 સાંસદો છે, જેમાં રાજ્યસભાના ઉપાધ્યક્ષ હરિવંશનો પણ સમાવેશ થાય છે.

Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

સંસદના શિયાળુ સત્ર પહેલા સરકાર વધુ ત્રણ લોકોને રાજ્યસભા માટે નોમિનેટ કરી શકે છે અને ભાજપ ત્રિપુરા સીટ પણ જીતે તેવી શક્યતા છે, પરંતુ તેમ છતાં એનડીએનો આંકડો 114 સુધી પહોંચી જશે, પરંતુ પછી બહુમતનો નવો આંકડો 121 પર પહોંચી જશે. એનડીએ પાસે હજુ સાત સભ્યોની અછત રહેશે. મહત્વના કાયદાઓ પસાર કરવા માટે ભાજપને રાજ્યસભામાં 9-9 સભ્યો ધરાવતા BJD અને YSRCના સમર્થનની જરૂર પડશે. જોકે, તાજેતરમાં યોજાયેલી રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાજપને BJD, YSRCP, TDP, BSP અને અકાલી દળનું સમર્થન મળ્યું હતું.

રાજ્યસભામાં NDAની વર્તમાન સ્થિતિ

પક્ષ સભ્ય સંખ્યા
ભાજપ 91
AIADMK 4
SDF 1
આરપીઆઈએ 1
એજીપી 1
પીએમકે 1
MDMK 1
તમિલ માનીલા કોંગ્રેસ 1
NPP 1
MNF 1
UPPL 1
અપક્ષ 1
નામાંકિત 5

 

Next Article