વિપક્ષને એકત્ર કરવા દિલ્હી પહોંચ્યા નીતિશ કુમાર, રાહુલ ગાંધી અને અરવિંદ કેજરીવાલને મળશે

|

Sep 05, 2022 | 7:12 PM

નીતિશ કુમાર આજે એટલે કે સોમવારે રાહુલ ગાંધી સાથે મુલાકાત કરશે. આ સાથે નીતીશ કુમાર મંગળવારે દિલ્હીમાં અરવિંદ કેજરીવાલ (Arvind Kejariwal) સહિત ઘણા નેતાઓને મળશે.

વિપક્ષને એકત્ર કરવા દિલ્હી પહોંચ્યા નીતિશ કુમાર, રાહુલ ગાંધી અને અરવિંદ કેજરીવાલને મળશે
Nitish Kumar

Follow us on

બિહારના સીએમ નીતિશ કુમાર (Nitish Kumar) દિલ્હી પહોંચી ગયા છે. દિલ્હી પહોંચ્યા બાદ તેમણે કહ્યું કે તેઓ અહીં રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિને મળશે. આ સાથે તેઓ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને (Rahul Gandhi) પણ મળશે. નીતિશ કુમાર આજે એટલે કે સોમવારે રાહુલ ગાંધી સાથે મુલાકાત કરશે. આ સાથે નીતીશ કુમાર મંગળવારે દિલ્હીમાં અરવિંદ કેજરીવાલ (Arvind Kejariwal) સહિત ઘણા નેતાઓને મળશે. દિલ્હી જતા પહેલા નીતિશ કુમાર આરજેડી પ્રમુખ લાલુ પ્રસાદને મળવા પહોંચ્યા હતા. પછી તેમણે કહ્યું કે હું દિલ્હી જઈ રહ્યો છું. દિલ્હીમાં વિરોધ પક્ષોએ એક થવું પડશે. આ તમામ મુદ્દાઓને લઈને લાલુ પ્રસાદ સાથે વાતચીત થઈ છે.

વિપક્ષને એક કરવા માટે નીતિશ દિલ્હી પહોંચ્યા

બિહારમાં મહાગઠબંધનની સરકાર બન્યા બાદ જ નીતિશ કુમાર વિપક્ષને એક મંચ પર લાવવાની વાત કરી રહ્યા છે. લાલુ પ્રસાદની પાર્ટી સાથે ગયા બાદ નીતીશ કુમારે કહ્યું હતું કે તેમને ઘણા લોકોના ફોન આવી રહ્યા છે. બધાએ કહ્યું કે ભાજપ છોડીને ખૂબ જ સારો નિર્ણય લીધો છે. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે વિપક્ષ એક થાય, ત્યારબાદ તેઓ વિપક્ષને એક મંચ પર લાવવાનું કામ કરશે.

જેડીયુ કહી રહી છે પીએમ પદના ઉમેદવાર

અહીં બિહારમાં JDU તેમને વડાપ્રધાન પદના ઉમેદવાર કહી રહી છે. જેડીયુએ પટનામાં નીતિશ કુમારનું પોસ્ટર લગાવ્યું છે અને લખ્યું છે કે બિહારને દેખા… અબ દેશ દેખેગા… અહીં જેડીયુની સાથે હવે આરજેડી પણ નીતિશ કુમારને પીએમ પદ માટે મજબૂત ઉમેદવાર જણાવી રહી છે. તેજસ્વી યાદવે કહ્યું છે કે નીતીશ કુમાર પીએમ પદ માટે મજબૂત ઉમેદવાર બની શકે છે. તેમની લાંબી રાજકીય કારકિર્દી હતી. તેમની છબી દોષ રહિત છે અને અન્ય પક્ષોના નેતાઓ પણ તેમને પસંદ કરે છે.

BSF અને CRPF માં શું અંતર છે? જાણો કોને કેટલી મળે છે સેલરી
આજનું રાશિફળ તારીખ : 25-09-2024
જાહ્નવી શ્રીમાંકર અમદાવાદમાં ગરબાની રમઝટ બોલાવશે
શું તમને પણ રહે છે Dry Eyesની સમસ્યા? તો જાણો ઘરેલુ ઉપચાર
T20 વર્લ્ડ કપમાં માત્ર મહિલાઓ જ કરશે અમ્પાયરિંગ, જાણો કેટલો મળે છે પગાર?
કાશ્મીરી રાજમા આ રીતે બનાવી તમારા ડિનરને બનાવો ખાસ

વિપક્ષને એક કરવા માટે કામ કરશે

સીએમ નીતિશ કુમારે પોતાને પીએમ પદના ઉમેદવાર તરીકે નકારી કાઢ્યા છે. તેમણે કહ્યું કે તેઓ પીએમ પદના ઉમેદવાર નથી. પરંતુ તે વિપક્ષને એક કરવા માટે કામ કરશે. તેમણે કહ્યું છે કે તેઓ 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપને સત્તામાં આવતા રોકવા માટે તમામ પ્રયાસો કરશે અને આ માટે તેઓ વિપક્ષી એકતાને મજબૂત કરશે. આ વિપક્ષી એકતાને મજબૂત કરવા નીતિશ કુમાર દિલ્હી ગયા છે.

Published On - 7:12 pm, Mon, 5 September 22

Next Article