બિહારના આઠમીવાર મુખ્યપ્રધાન બનતા નીતિશ કુમાર, તેજસ્વી યાદવ બન્યા નાયબ મુખ્યપ્રધાન

મોદીનું નામ લીધા વિના નીતિશ કુમારે કહ્યું કે જેઓ 2014માં આવનારા, 2024માં રહેશે ત્યારે ને ? તેમણે એમ પણ કહ્યું, અમે રહીએ કે ના રહીએ પણ તેઓ 2024માં નહી રહે.

બિહારના આઠમીવાર મુખ્યપ્રધાન બનતા નીતિશ કુમાર, તેજસ્વી યાદવ બન્યા નાયબ મુખ્યપ્રધાન
Nitish Kumar and Tejashwi Yadav
Image Credit source: ANI
| Edited By: | Updated on: Aug 10, 2022 | 2:48 PM

ભાજપ સાથેનો છેડો ફાડ્યા બાદ, બિહારમાં નીતિશ કુમારે (Nitish Kumar) લાલુ પ્રસાદ યાદવના પક્ષ સાથે જોડાણ કરીને બિહારના આઠમીવાર મુખ્યપ્રધાન તરીકે શપથ ગ્રહણ કર્યા. બિહારના રાજ્યપાલ ફાગુ ચૌહાણે, નીતિશ કુમારને મહાગઠબંધન સરકારના વડા તરીકે પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા. આ પ્રસંગે રાબડીદેવી પણ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે તેજસ્વી યાદવે (Tejashwi Yadav) પણ નીતિશ સરકારમાં નાયબ મુખ્યમંત્રી (Deputy CM) તરીકે શપથ લીધા છે. રાજ્યપાલ ફાગુ ચૌહાણે નીતિશ કુમાર અને તેજસ્વી યાદવને શપથ લેવડાવ્યા.

મુખ્યપ્રધાન પદના શપથ લીધા બાદ નીતીશ કુમારે પત્રકાર પરિષદમાં કહ્યું કે છેલ્લા બે મહિનાથી સ્થિતિ સારી નથી. તેમણે કહ્યું કે અમે ભાજપને ટેકો આપ્યો હતો પરંતુ તેઓ અમને હરાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. અમારી આ સરકાર પોતાનો કાર્યકાળ પૂર્ણ કરશે. નીતિશ કુમારે કહ્યું કે બીજેપી વિચારતી હતી કે વિપક્ષ ખતમ થઈ જશે પરંતુ હવે અમે પણ વિપક્ષમાં છીએ.

મોદીનું નામ લીધા વિના નીતિશ કુમારે કહ્યું કે જેઓ 2014માં આવનારા, 2024માં રહેશે ત્યારે ને ? તેમણે એમ પણ કહ્યું, અમે રહીએ કે ના રહીએ પણ તેઓ 2024માં નહી રહે.

શપથ લીધા બાદ નીતીશ કુમારે કહ્યું કે જ્યારે વિધાનસભા ચૂંટણીમાં તેમની સીટો ઓછી થઈ ત્યારે તેમણે મુખ્યમંત્રી બનવાની ના પાડી દીધી હતી, પરંતુ ભાજપે તેમને જીદ કરીને મુખ્યમંત્રી બનાવ્યા. નીતીશ કુમારે કહ્યું કે ચૂંટણીથી જ બધાની નજર છે કે ભાજપ તેમની સાથે શું વ્યવહાર કરે છે. છેલ્લા બે મહિનાથી પરિસ્થિતિ વણસી ગઈ હતી. આ જ કારણ છે કે તેઓ જાહેરમાં બોલતા ન હતા.

 

 

Published On - 2:15 pm, Wed, 10 August 22