Nitish Kumar: નવા સંસદ ભવન પર નીતિશ કુમારના ભાજપ પર પ્રહાર, કહ્યુ- તે બધા ઈતિહાસ બદલી નાખશે

|

May 27, 2023 | 1:21 PM

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર સિવાય તેલંગાણાના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવ, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન બેઠકથી દૂર રહેશે. અશોક ગેહલોત અને કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયન, કર્ણાટકના નવા મુખ્યમંત્રી સિદ્ધારમૈયા પણ બેઠકમાં ભાગ લેશે નહીં.

Nitish Kumar: નવા સંસદ ભવન પર નીતિશ કુમારના ભાજપ પર પ્રહાર, કહ્યુ- તે બધા ઈતિહાસ બદલી નાખશે
Nitish Kumar

Follow us on

Niti Aayog Meeting: આજે દિલ્હીમાં નીતિ આયોગની બેઠક ચાલી રહી છે. જેમાં બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર હાજરી આપી રહ્યા નથી. હવે સીએમ નીતીશ કુમાર (Nitish Kumar) આ બેઠકમાં ન આવવાને લઈને રાજકારણ શરૂ થઈ ગયું છે. વિપક્ષના નેતા વિજય કુમાર સિન્હાએ નીતિ આયોગની બેઠકમાં ન જવા બદલ મુખ્યમંત્રી પર સવાલ ઉઠાવ્યા છે, તેમને પૂછ્યું છે કે શું નીતીશ કુમાર ડરેલા છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે આંખ મીલાવવમાં શરમ અનુભવે છે કે કે પછી નીતીશ કુમારને બિહારના લોકોના હિત અને વિકાસની જરા પણ ચિંતા નથી?

5 રાજ્યના મુખ્યમંત્રીઓ નીતિ આયોગની બેઠકમાં ભાગ લઈ રહ્યા નથી

આ મામલે નીતિશ કુમારનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે 5 રાજ્યના મુખ્યમંત્રીઓ નીતિ આયોગની બેઠકમાં ભાગ લઈ રહ્યા નથી. મારા આ રીતે સામેલ થવાનો કોઈ અર્થ નહોતો. જો અમે ગયા હોત તો પ્રશ્ન પૂછત કે બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો કેમ નથી મળ્યો અને જાતિ ગણતરી કેન્દ્રે કરવી જોઈતી હતી, તે કેમ ન થઈ?

નીતિશ કુમારે નવા સંસદ ભવન પર કહી આ વાત

બીજી તરફ નવા સંસદ ભવન પર મુખ્યમંત્રી નીતિશ કુમારે કહ્યું કે અલગ ભવન બનાવવાની જરૂર નથી, તે જુના ઈતિહાસને બદલવા જેવું છે. તેમણે કહ્યું કે તમે અમને પૂછો તો અમને લાગે છે કે ઈમારતને અલગ કરવાની શું જરૂર હતી, જેઓ આ દિવસોમાં સરકારમાં છે તેઓ આખો ઈતિહાસ બદલી નાખશે, તેઓ આઝાદીનો ઈતિહાસ બદલી નાખશે.

આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક
ગૌતમ ગંભીરનો નિર્ણય શાહરૂખ ખાનને રડાવી દેશે, BCCI તરફથી મળી શકે છે ખાસ ઓફર
ખરતા વાળથી છુટકારો મેળવવા માટે રોજ એક વાર પીવો આ જ્યુસ
કથાકાર જયા કિશોરી પોતાની બેગમાં કઈ વસ્તુઓ રાખે છે? જાતે ખોલ્યું રહસ્ય

આ પણ વાંચો : Wrestlers Protest: જંતર મંતર પર બેઠેલા કુસ્તીબાજોને મળ્યું બાબા રામદેવનું સમર્થન, કહ્યું- બ્રિજ ભૂષણને તાત્કાલિક જેલમાં મોકલો

ભૂપેશ બઘેલ અને સુખવિંદર સિંહ સુખુ બેઠકમાં હાજરી આપશે

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર સિવાય તેલંગાણાના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવ, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન બેઠકથી દૂર રહેશે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત અને કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયન, કર્ણાટકના નવા મુખ્યમંત્રી સિદ્ધારમૈયા પણ બેઠકમાં ભાગ લેશે નહીં. જો કે કોંગ્રેસ શાસિત રાજ્યોમાં છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ અને હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુ બેઠકમાં હાજરી આપશે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article