નીતિન ગડકરીની મોટી જાહેરાત, ‘1 એપ્રિલથી રસ્તા પર નહીં જોવા મળે 9 લાખ સરકારી વાહનો’

|

Jan 30, 2023 | 10:50 PM

ગડકરીએ હવે 9 લાખથી વધારે સરકારી વાહનોને સ્ક્રેપ કરવાની મંજૂરી આપી દીધી છે, જે 15 વર્ષથી વધુ જુના છે. જાણકારી મુજબ પ્રદૂષણ ફેલાવનારી બસો અને ગાડીઓ રસ્તા પરથી હટાવી દેવામાં આવશે અને તેની જગ્યાએ વૈકલ્પિક ઈંધણવાળા નવા વાહન ઉપયોગમાં લેવાશે.

નીતિન ગડકરીની મોટી જાહેરાત, 1 એપ્રિલથી રસ્તા પર નહીં જોવા મળે 9 લાખ સરકારી વાહનો
Nitin Gadkari
Image Credit source: File Image

Follow us on

કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ આજે કહ્યું કે 1 એપ્રિલ પછી 15 વર્ષ જૂના 9 લાખ સરકારી વાહનો રસ્તા પર દોડતા જોવા મળશે નહીં. તેની જગ્યા પર નવા વાહન ચલાવવામાં આવશે. આ વાહનો કેન્દ્રીય અને રાજ્ય સરકારો, પરિવહન નિગમો અને સાર્વજનિક ક્ષેત્રમાં ઉપયોગ કરવામાં આવી રહ્યા છે. ઉદ્યોગ સંગઠન FICCI દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં સંબોધન કરતા ગડકરીએ કહ્યું કે સરકાર ઈથેનોલ, મિથેનોલ, બાયો-સીએનજી, બાયોએલએનજી અને ઈલેક્ટ્રિક વાહનોના ઉપયોગને સુવિધાજનક બનાવવા માટે ઘણા પગલા ભરી રહી છે.

ગડકરીએ હવે 9 લાખથી વધારે સરકારી વાહનોને સ્ક્રેપ કરવાની મંજૂરી આપી દીધી છે, જે 15 વર્ષથી વધુ જુના છે. જાણકારી મુજબ પ્રદૂષણ ફેલાવનારી બસો અને ગાડીઓ રસ્તા પરથી હટાવી દેવામાં આવશે અને તેની જગ્યાએ વૈકલ્પિક ઈંધણવાળા નવા વાહન ઉપયોગમાં લેવાશે. જણાવી દઈએ કે આ નિયમ દેશની રક્ષા માટે અભિયાનમાં , કાયદો વ્યવસ્થા લાગૂ કરવા અને આંતરિક સુરક્ષા માટે ઉપયોગ કરવામાં આવતા વિશેષ ઉદ્દેશ્યના વાહનો પર લાગુ નહીં પડે.

આ પણ વાંચો: જયા કિશોરી કે બાગેશ્વર સરકાર, સોશિયલ મીડિયા પર કોણ છે સૌથી આગળ? જાણો

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

સરકારી વાહનોને સ્ક્રેપ કરવાની મળી મંજૂરી

તેમાં રજીસ્ટર્ડ વાહન સ્ક્રેપ યુનિટ દ્વારા એવા વાહનોને તેમના રજીસ્ટ્રેશનના દિવસથી 15 વર્ષ બાદ મોટર વાહન નિયમ 2021 અંતર્ગત ડિસ્પોઝ કરવામાં આવશે. ગયા વર્ષે ગડકરીએ કહ્યું હતું કે તે દરેક શહેરના કેન્દ્રથી 150 કિલોમીટરની અંદર ઓછામાં ઓછા એક ઓટોમોબાઈલ સ્ક્રેપિંગ સુવિધા વિકસિત કરવા ઈચ્છે છે.

2021માં વડાપ્રધાન મોદીએ સ્ક્રેપ પોલિસીની કરી હતી શરૂઆત

ગડકરીએ એ પણ દાવો કર્યો હતો કે દેશમાં પૂરા દક્ષિણ એશિયાઈ ક્ષેત્રનું વાહન સ્ક્રેપિંગ હબ બનવાની ક્ષમતા છે. વર્ષ 2021માં વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રીય વાહન સ્ક્રેપ પોલિસીની શરૂઆત કરી હતી. તેમને કહ્યું કે તેનાથી અનફિટ અને પ્રદૂષણ ફેલાવી રહેલા વાહનોને હટાવવામાં મદદ મળશે. તેનાથી અર્થવ્યવસ્થાને વધવામાં મદદ મળશે.

પરિવહન ક્ષેત્રને ડીકાર્બોનાઇઝ કરવાની જરૂર: ગડકરી

ગડકરીએ કહ્યું કે જો દેશ પરિવહન માટે વ્યૂહાત્મક અને વ્યવસ્થિત અભિગમ અપનાવે તો 2070 સુધીમાં નેટ ઝીરો મેળવવાનો ભારતનો ધ્યેય ઘણી હદ સુધી હાંસલ કરી શકાય તેમ છે. તેમને ભાર મુક્યો કે પરિવહન ક્ષેત્રને ડીકાર્બોનાઈઝ કરવાની તાત્કાલિક જરૂર છે. મંત્રીએ કહ્યું કે સમયની માગ છે કે તમામ વિશ્વ સ્તરીય સુખ-સુવિધાઓની સાથે ઈલેક્ટ્રિક મોડ પર વધારે બસ હોય, કારણ કે તે વધારેમાં વધારે લોકોને સાર્વજનિક પરિવહન તરફ આકર્ષિત કરશે અને ખાનગી વાહનોના ઉપયોગમાં ઘટાડો થશે.

Next Article