ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) સરકારે રાજ્યમાં કન્ટેનમેન્ટ ઝોન બહાર તમામ જિલ્લામાં કોરોના વાયરસ (Corona Virus)ના સંક્રમણને રોકવા માટે લગાવેલા નાઈટ કરફ્યુ (Night Curfew) ને ખતમ કરવાનો નિર્ણય કર્યો છે. ઉત્તરપ્રદેશમાં રાત્રે 11 વાગ્યાથી સવાર 6 વાગ્યા સુધી નાઈટ કરફ્યુ લાગૂ હતો. અધિક મુખ્ય સચિવ, ગૃહ અવનીશ કુમાર અવસ્થી દ્વારા તમામ ડિવિઝનલ કમિશ્નર, ADGP, IG અને DIG રેન્જ, તમામ પોલીસ કમિશ્નર અને તમામ જિલ્લા કલેક્ટરને આજ રાત્રિથી કોરોના નાઈટ કરફ્યુ સમાપ્ત કરવાનું કહેવામાં આવ્યું છે.
કોરોના કેસમાં ઘટાડાને કારણે કરાયો નિર્ણય
ઉત્તર પ્રદેશમાં કોરોના વાયરસ સંક્રમણ ઝડપથી ઘટી રહ્યું છે. જેને ધ્યાને લઈ આ નિર્ણય કરાયો છે. ત્યારે અવનીશ કુમાર અવસ્થી સંબંધિત અધિકારીઓને નિર્દેશ આપ્યા હતા કે, તેઓ કોરોના સંક્રમણને અટકાવા અને તેના ઈલાજની વ્યવસ્થાઓને સતત મજબૂત કરે અને તમામ તહેવારોને કોવિડના નિયમો અંતર્ગત શાંતિપૂર્ણ રીતે આયોજીત કરે.
In the wake of decline in cases, COVID night curfew to be ended across the state from today: Govt of Uttar Pradesh pic.twitter.com/JyKFNEZQJW
— ANI UP (@ANINewsUP) October 20, 2021
ઉત્તર પ્રદેશમાં કોરોના કેસ
ઉત્તર પ્રદેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસ (Corona Virus) ના 11 નવા કેસ સામે આવ્યા છે. નવા કેસ સાથે કુલ કેસની સંખ્યા 1,710,047 થઈ છે. 16 દર્દીને છેલ્લા 24 કલાકમાં હોસ્ટિપટલમાંથી ડિસ્ચાર્જ કરાયા છે. અત્યાર સુધી 1,687,031 દર્દીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
છેલ્લા 24 કલાકમાં કોઈ પણ દર્દીનું મૃત્યુ થયું નથી. પરંતુ અત્યાર સુધીમાં 22,898 દર્દીઓના મોત થયા છે. ઉત્તર પ્રદેશમાં અત્યારે 118 એક્ટિવ કેસ છે. મંગળવારે સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે, તેઓ જલ્દી જ 12 કરોડ વેક્સિન ડોઝનો આંકડો પૂરો કરી લેશે.
આ જિલ્લામાં કોરોનાના એક પણ કેસ નહીં
અમરોહા, અયોધ્યા, બદાયું, બાગપત, બલિયા, બારાબંકી, બસ્તી, બહરાઈચ, બિજનૌર, ચિત્રકૂટ, દેવરિયા, એટા, ઈટાવા, ફર્રુખાબાદ, ફતેહપુર, ગોંડા, હમીરપુર, હાપુડ, હરદોઈ, હાથરસ, જૌનપુર, ઝાંસી, કાનપુર, દેહાત, કાનપુર નગર, કાસગંજ, કૌશામ્બી, કુશીનગર, લખીમપુર-ખીરી, લલિતપુર, મહોબા, મિર્જાપુર, મૈનપુરી, મઉ, પ્રતાપગઢ, રામપુર, સંત કબીર નગર, શામલી, શ્રાવસ્તી, સીતાપુર, ઉન્નાવ અને સોનભદ્રમાં કોરોનાના એક પણ દર્દી નથી.