લાદેન પર ટ્રાયલ ચાલી ન હતી, અમેરિકાએ બરાબર જ કર્યું હતું, તુષાર મહેતાની દલીલ પર ન્યાયાધીશ રહ્યા મૌન

|

May 30, 2023 | 8:29 AM

આ સિવાય તિહાર જેલ પ્રશાસનને આગામી સુનાવણી દરમિયાન તેને કોર્ટમાં રજૂ કરવા માટે કહેવામાં આવ્યું છે. યાસીન મલિકને ફાંસી આપવાની માગ કરતી વખતે સોલિસિટર જનરલ તુષાર મહેતાએ ઓસામા બિન લાદેનનો પણ ઉલ્લેખ કર્યો હતો.

લાદેન પર ટ્રાયલ ચાલી ન હતી, અમેરિકાએ બરાબર જ કર્યું હતું, તુષાર મહેતાની દલીલ પર ન્યાયાધીશ રહ્યા મૌન

Follow us on

NIAએ જમ્મુ-કાશ્મીર લિબરેશન ફ્રન્ટનો ચીફ યાસીન મલિકને ફાંસીની સજાની માગ કરી છે. એજન્સી ટેરર ​​ફંડિંગમાં ફાંસીની સજાની માગ સાથે હાઈકોર્ટ પહોંચી હતી, જેના પર સોમવારે રસપ્રદ ચર્ચા થઈ હતી. આટલું જ નહીં, કોર્ટે યાસીન મલિકને નોટિસ પાઠવી તેનો પક્ષ જાણવા માટે કહ્યું છે. આ સિવાય તિહાર જેલ પ્રશાસનને આગામી સુનાવણી દરમિયાન તેને કોર્ટમાં રજૂ કરવા માટે કહેવામાં આવ્યું છે. યાસીન મલિકને ફાંસી આપવાની માગ કરતી વખતે સોલિસિટર જનરલ તુષાર મહેતાએ ઓસામા બિન લાદેનનો પણ ઉલ્લેખ કર્યો હતો.

આ પણ વાંચો: ચેક બાઉન્સ નોટિસ આપ્યાના 15 દિવસની અંદર NI એક્ટની કલમ 138 હેઠળ ફરિયાદ દાખલ કરી શકાય? સુપ્રીમ કોર્ટ કરશે નિર્ણય

યાસીન મલિકની તુલના બિન લાદેન સાથે કરતાં સોલિસિટર જનરલે કહ્યું, “જો ઓસામા બિન લાદેનને પણ આ કોર્ટમાં લાવવામાં આવ્યો હોત તો શું તેની સાથે પણ આવો જ વ્યવહાર થયો હોત.” આના પર કેસની સુનાવણી કરી રહેલી બેંચમાં સામેલ જસ્ટિસ સિદ્ધાર્થ મૃદુલે કહ્યું, ‘બંને વચ્ચે કોઈ સરખામણી થઈ શકે નહીં કારણ કે લાદેન પર કોઈ કોર્ટમાં કોઈ ટ્રાયલ નથી થઈ.’ તેના પર તુષાર મહેતાએ કહ્યું કે મારા મતે અમેરિકાએ યોગ્ય કર્યું. જસ્ટિસ મૃદુલે તુષાર મહેતાની ટિપ્પણીનો જવાબ આપ્યો ન હતો.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

યાસીન મલિક હાલમાં તિહાર જેલમાં બંધ છે અને આજીવન કેદની સજા કાપી રહ્યો છે. 25 મેના રોજ જ ટ્રાયલ કોર્ટે તેને આજીવન કેદની સજા ફટકારી હતી. તેને દેશ સામે યુદ્ધ કરવા બદલ દોષી ઠેરવવામાં આવ્યો છે. ટ્રાયલ કોર્ટના જ નિર્ણયને પડકારતાં એનઆઈએ હાઈકોર્ટમાં ગઈ છે. એનઆઈએ તરફથી હાજર રહેલા તુષાર મહેતાએ કહ્યું કે યાસીન મલિક દ્વારા કરવામાં આવેલો ગુનો જઘન્યની શ્રેણીમાં આવે છે.

એસજીએ કહ્યું, ‘જો આ અપરાધને પણ સૌથી જઘન્યની શ્રેણીમાં નહીં રાખવામાં આવે તો કોને ગણવામાં આવશે? જો આ કેસમાં મૃત્યુદંડ નહીં આપવામાં આવે તો આવતીકાલે તમામ આતંકવાદીઓ સામે આવીને પોતાની ભૂલ સ્વીકારીને માફી માંગશે અને બચી જશે.

જે આતંકીઓને યાસીન દ્વારા બચાવી લેવામાં આવ્યા હતા તેમણે મુંબઈ હુમલો કર્યો હતો

સોલિસિટર જનરલે કોર્ટને જણાવ્યું કે યાસીન મલિકે એરફોર્સના 4 અધિકારીઓની હત્યા કરી હતી. આ સિવાય તત્કાલીન ગૃહમંત્રીની પુત્રી રૂબૈયા સઈદનું પણ અપહરણ કરવામાં આવ્યું હતું. તેના બદલામાં તેણે કેટલાક આતંકવાદીઓને મુક્ત કરાવ્યા. આ મુક્ત થયેલા આતંકવાદીઓએ બાદમાં 26/11નો આતંકી હુમલો કર્યો હતો.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article