AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

JAMMU-KASHMIR : NIAની મોટી કાર્યવાહી, આતંકવાદી ગતિવિધિમાં સંડોવાયેલા 8 ની ધરપકડ

JK Terrorism Conspiracy Case : સર્ચ દરમિયાન આજે ઇલેક્ટ્રોનિક ઉપકરણો અને જેહાદી દસ્તાવેજો/ પોસ્ટરો વગેરેને જપ્ત કરવામાં આવ્યા છે.

JAMMU-KASHMIR : NIAની મોટી કાર્યવાહી, આતંકવાદી ગતિવિધિમાં સંડોવાયેલા 8 ની ધરપકડ
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 22, 2021 | 9:58 PM
Share

JAMMU-KASHMIR : NIA એ જમ્મુ -કાશ્મીરના શ્રીનગર, કુલગામ, શોપિયાં, પુલવામા, અનંતનાગ અને બારામુલ્લા જિલ્લામાં 10 સ્થળો પર દરોડા પાડ્યા અને આતંકવાદી ગતિવિધિમાં સંડોવાયેલા 8 વધુ આરોપીઓની ધરપકડ કરી છે. આ 8 લોકોમાં શ્રીનગરમાંથી આદિલ અહમદ ડાર , મનન ગુલઝાર ડાર અને ઝમીન આદિલ, કુપવાડામાંથી હિલાલ અહમદ ડાર અને સાકીબ બશીર,પરિમપોરામાંથી સોભિયા , અનંતનાગમાંથી રઉફ ભટ્ટ અને હરિસ નિસાર લાંગુની ધરપકડ કરી છે.

આ કેસ પ્રતિબંધિત આતંકવાદી સંગઠનો લશ્કર-એ-તૈયબા (LET), જૈશ-એ-મોહમ્મદ (JEM), હિઝબ-ઉલ-મુજાહિદ્દીન (HM), અલ બદર અને તેમના સહયોગીઓ જેમ કે રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF), પીપલ અગેન્સ્ટ ફાસીસ્ટ ફોર્સિસ (PAFF) વગેરેના કાર્યકરો દ્વારા જમ્મુ અને કાશ્મીર અને અન્ય મોટા શહેરોમાં હિંસક આતંકવાદી કૃત્યો હાથ ધરવાના કાવતરા સાથે સંબંધિત છે.

NIA એ તા.10-10-2021 ના રોજ RC 29/2021/NIA/DLI તરીકે કેસ નોંધ્યો હતો અને તપાસ શરૂ કરી હતી. NIA દ્વારા આ કેસમાં અત્યાર સુધીમાં 13 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

સર્ચ દરમિયાન આજે ઇલેક્ટ્રોનિક ઉપકરણો અને જેહાદી દસ્તાવેજો/ પોસ્ટરો વગેરેને જપ્ત કરવામાં આવ્યા છે.પકડાયેલા 8 આરોપી વ્યક્તિઓ વિવિધ પ્રતિબંધિત આતંકવાદી સંગઠનોના આતંકવાદી કાર્યકરો છે અને આતંકવાદીઓને લોજિસ્ટિકલ અને સામગ્રી સહાય પૂરી પાડવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.કેસમાં વધુ તપાસ ચાલુ છે.

આ પણ વાંચો : રેલવે મુસાફરો માટે સારા સમાચાર, હવે ‘ફ્લેમલેસ રસોઈ વ્હિકલ’ દ્વારા સફર દરમિયાન મળશે વધુ સારી કેટરિંગ સુવીધા, જાણો શું છે તેની વિશેષતાઓ

આ પણ વાંચો : વિદેશી ધરતી પર રાજકોટના આ યુવાને વગાડ્યો ડંકો, વેસ્ટર્ન ઓસ્ટ્રલિયામાં ચૂંટણી જીતીને બન્યા કોર્પોરેટર

Follow Us
મહિસાગરના લુણાવાડાના વરધરીને તાલુકો બનાવવાની માગ બની પ્રબળ
મહિસાગરના લુણાવાડાના વરધરીને તાલુકો બનાવવાની માગ બની પ્રબળ
ભક્તોના દાન પર પૂજારીઓની 'ગંદી નજર', કલેક્ટરે ફટકારી 11 સામે ફરિયાદ
ભક્તોના દાન પર પૂજારીઓની 'ગંદી નજર', કલેક્ટરે ફટકારી 11 સામે ફરિયાદ
રાંઘણગેસની અછતથી મુંબઈ-દાદરના અશોક વડાપાઉને તાળા વાગ્યાં
રાંઘણગેસની અછતથી મુંબઈ-દાદરના અશોક વડાપાઉને તાળા વાગ્યાં
કુંકાવાવથી રાજ્યની પ્રથમ જળસંચય કામગીરીનો કૌશિક વેકરીયાએ કર્યો પ્રારંભ
કુંકાવાવથી રાજ્યની પ્રથમ જળસંચય કામગીરીનો કૌશિક વેકરીયાએ કર્યો પ્રારંભ
ગેસની અછતને પગલે પાવાગઢ ભોજનાલયમાં મેનુમાં કરાયો ફેરફાર- Video
ગેસની અછતને પગલે પાવાગઢ ભોજનાલયમાં મેનુમાં કરાયો ફેરફાર- Video
જાણો ઊંધ ના આવવાના કારણો અને ગાઢ ઊંધ લાવવાના ઉપાયો
જાણો ઊંધ ના આવવાના કારણો અને ગાઢ ઊંધ લાવવાના ઉપાયો
મહીસાગરમાં તંત્રની સતર્કતા, બે બાળ લગ્ન અટકાવાયા
મહીસાગરમાં તંત્રની સતર્કતા, બે બાળ લગ્ન અટકાવાયા
પંચાયતના પ્રમુખ ધારાસભ્યને રડતા રડતા આજીજી કરતાનો ઓડિયો વાયરલ
પંચાયતના પ્રમુખ ધારાસભ્યને રડતા રડતા આજીજી કરતાનો ઓડિયો વાયરલ
8 દિવસ વહેલા આવી કેરી ! ગોંડલયાર્ડમાં 200 બોક્સ કેરીની આવક
8 દિવસ વહેલા આવી કેરી ! ગોંડલયાર્ડમાં 200 બોક્સ કેરીની આવક
UCCની કમિટીએ સરકારમાં જમા કરાવ્યો રિપોર્ટ
UCCની કમિટીએ સરકારમાં જમા કરાવ્યો રિપોર્ટ
g clip-path="url(#clip0_868_265)">