આ વખતે ‘E-Census’ થશે, જેના આધારે આગામી 25 વર્ષના વિકાસની બ્લૂ પ્રિન્ટ તૈયાર થશે: અમિત શાહ

કેન્દ્રીય ગૃહ મંત્રીએ ગૃહ સચિવ અજય કુમાર ભલ્લા અને આસામના સીએમ હિમંતા બિસ્વા સરમા (Himanta Biswa Sarma) સાથે અમીનગાંવ ખાતે વસતી ગણતરીની ઈમારતનું નિરીક્ષણ કર્યું અને તેનું ઉદ્ઘાટન કર્યું અને SSBની નવી બનેલી ઈમારતોને સમર્પિત કરી.

આ વખતે E-Census થશે, જેના આધારે આગામી 25 વર્ષના વિકાસની બ્લૂ પ્રિન્ટ તૈયાર થશે: અમિત શાહ
Home Minister Amit Shah
Image Credit source: ANI
| Edited By: | Updated on: May 09, 2022 | 8:56 PM

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) આસામની બે દિવસીય મુલાકાતે છે. અહીં ગુવાહાટીના અમીનગાંવ (Amingaon) ખાતે તેમણે વસ્તી ગણતરી કાર્યાલય અને SSB બિલ્ડિંગનું ઉદ્ઘાટન કર્યું. ઉદ્ઘાટન કાર્યક્રમમાં બોલતા શાહે જણાવ્યું હતું કે આગામી વસ્તી ગણતરી ઈ-સેન્સસ (E-Census) હશે, જેના આધારે આગામી 25 વર્ષનો વિકાસનો રોડમેપ તૈયાર કરવામાં આવશે. અમિત શાહે કહ્યું, ‘નીતિ નિર્માણમાં વસ્તી ગણતરીની મહત્વની ભૂમિકા છે. કારણ કે માત્ર વસ્તી ગણતરી જ કહી શકે છે કે વિકાસ શું છે, દેશમાં એસસી અને એસટીની સ્થિતિ શું છે.

કેન્દ્રીય ગૃહ મંત્રીએ ગૃહ સચિવ અજય કુમાર ભલ્લા અને આસામના સીએમ હિમંતા બિસ્વા સરમા (Himanta Biswa Sarma) સાથે અમીનગાંવ ખાતે વસતી ગણતરીની ઈમારતનું નિરીક્ષણ કર્યું અને તેનું ઉદ્ઘાટન કર્યું અને SSBની નવી બનેલી ઈમારતોને સમર્પિત કરી. અમિત શાહે કહ્યું, ‘ગૃહ મંત્રાલયે વસ્તી ગણતરીને વધુ વૈજ્ઞાનિક બનાવવા માટે આધુનિક ટેક્નોલોજી ઉમેરવાનો નિર્ણય કર્યો છે. આગામી વસ્તી ગણતરી ઈ-સેન્સસ એટલે કે ઈલેક્ટ્રોનિક સેન્સસ હશે, જે 100 ટકા સચોટ વસ્તી ગણતરી હશે.

વસ્તી ગણતરી 2024 પહેલા પૂર્ણ થશે

શાહે કહ્યું, ‘કોરોનાનો પ્રકોપ ઓછો થતાં જ દેશભરમાં ડિજિટલ વસ્તી ગણતરીની પ્રક્રિયા શરૂ થઈ જશે. ડિજિટલ વસ્તી ગણતરી 2024 પહેલા પૂર્ણ કરવામાં આવશે. મોદી સરકાર આ માટે પ્રતિબદ્ધ છે. દિલ્હીમાં નેશનલ પોપ્યુલેશન બિલ્ડિંગનું નિર્માણ આ વર્ષે ઓગસ્ટ સુધીમાં પૂર્ણ થઈ જશે. ગૃહ મંત્રાલય દ્વારા એક ખાસ સોફ્ટવેર તૈયાર કરવામાં આવ્યું છે. હાઈ-ટેક, ભૂલ-મુક્ત, બહુહેતુક વસ્તી ગણતરી એપ જન્મ, મૃત્યુ, પરિવારની આર્થિક સ્થિતિ જેવી તમામ અંગત માહિતી અપડેટ કરી શકશે. આનાથી સામાન્ય માણસને સરકારી કચેરીના ચક્કર નહીં મારવા પડે.

ભાવિ સરકારોને લાભ મળશે: અમિત શાહ

શાહે કહ્યું, ‘આનાથી મળેલી માહિતીનો લાભ ભાવિ સરકારોને મળશે. આ સચોટ વસ્તીથી આવનારી સરકારો તેમની નીતિ ઘડતરને સાર્વજનિક અને લોકઉપયોગી બનાવી શકશે અને નીતિમાં રહેલી ખામીઓ પણ દૂર થશે. મતદાર યાદીમાં નામ સામેલ થશે. જ્યારે મૃત્યુ પછી નામ દૂર થઈ જશે. નામ કે સરનામું બદલવામાં પણ સરળતા રહેશે. શાહે કહ્યું, ‘જન્મ અને મૃત્યુ રજિસ્ટરને વસ્તી ગણતરી સાથે જોડવામાં આવશે. 2024 સુધીમાં દરેક જન્મ અને મૃત્યુની નોંધણી કરવામાં આવશે એટલે કે આપણી વસ્તી ગણતરી આપોઆપ અપડેટ થઈ જશે. એકવાર સૉફ્ટવેર લૉન્ચ થયા પછી હું અને મારો પરિવાર તમામ વિગતો ઓનલાઈન ભરવામાં પ્રથમ હોઈશું.