Wrestler નિશા દહિયાના મર્ડરના સમાચાર છે ફૅક, જાતે જ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કર્યો ખુલાસો

નિશા દહિયાએ પોતે એકદમ સ્વસ્થ હોવાની અને કોટામાં રમત રમવા આવી હોવાની જાણકારી આપી છે

Wrestler નિશા દહિયાના મર્ડરના સમાચાર છે ફૅક, જાતે જ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કર્યો ખુલાસો
Nisha Dahiya
| Edited By: | Updated on: Nov 10, 2021 | 8:36 PM

કુસ્તીબાજ નિશા દહિયા (Wrestler Nisha Dahiya) અને તેના ભાઇની ગોળી મારીને હત્યા થવાના સમાચાર ફૅક છે. જે અંગે કુસ્તીબાજ નિશા દહિયાએ પોતે જ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર આ અંગેનો ખુલાસો કર્યો છે. તેણે પોતાના એકદમ સ્વસ્થ હોવાની જાણકારી આપી છે.

 

નેશનલ લેવલ પર કુસ્તી રમનાર ખેલાડી નિશા દહિયા અને તેના પરિવાર પર કેટલાક લોકોએ હુમલો કર્યો હોવાના સમાચાર મીડિયામાં ખૂબ જ ઝડપથી આવી રહ્યા હતા.જો કે આ સમાચાર ખોટા હોવાની જાણકારી મળી છે. આ સમાચારનું નિશા દહિયાએ પોતે જ ખંડન કર્યુ છે.

 

ઇન્સ્ટા અકાઉન્ટ પર મુક્યો વિડીયો

નિશા દહિયાએ તેના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટમાં એક વિડીયો મુકીને તેના પર કોઇ હુમલો ન થયાનું જણાવ્યુ છે. નિશાએ આ વિડીયોમાં જણાવ્યુ છે કે તેના પર કોઇ હુમલો થયો નથી અને તે એકદમ સ્વસ્થ છે. તેણે વધુમાં એ જાણકારી પણ આપી કે તે કોટામાં પોતાની એક ગેમ રમવા આવેલી છે.

શું સમાચાર વાયરલ થયા હતા?

મીડિયામાં એવા સમાચાર વહેતા થયા હતા કે હરિયાણાના સોનીપતમાં આવેલા એક ગામમાં નેશનલ લેવલ પર કુસ્તી રમનાર ખેલાડી નિશા દહિયા અને તેના પરિવાર પર કેટલાક લોકોએ હુમલો કર્યો છે. હુમલાખોરોએ ગોળીબાર કરતા રેસલર નિશા દહિયાનું અને તેના ભાઇનું મોત થયુ છે. અને તેના માતાની હાલત પણ ગંભીર હોવાની વાત સામે આવી હતી. જો કે આ તમામ વાત પર ખુદ નિશા દહિયાએ જ પૂર્ણવિરામ મુકી દીધો છે.

નિશાના શબ્દો

નિશાએ પોતે જ વિડીયોમાં કહ્યુ છે કે, ”હેલો મારુ નામ નિશા છે.હું સિનિયર નેશનલ રમવા કોટામાં આવેલી છુ અને આ બિલકુલ ફૅક ન્યૂઝ છે. હું એકદમ સ્વસ્થ છું.”

આ પણ વાંચોઃ દુબઈ એર શોમાં ભાગ લેશે ભારતીય વાયુ સેનાની ટુકડી, હાલ 14 નવેમ્બરે ઉદ્ઘાટન સત્રની તૈયારી કરવામાં વ્યસ્ત

આ પણ વાંચોઃ સ્કૂલ સંચાલક મંડળનું સરકારને સમર્થન, પણ રસીકરણ બાદ પ્રાથમિક શાળાના વર્ગો શરૂ કરવાની વાલીઓની માંગ

 

 

Published On - 7:14 pm, Wed, 10 November 21