કાર્યભાર સંભાળતા જ એક્શનમાં નવા રેલવે મંત્રી, Ashwini Vaishnaw એ સ્ટાફને લઈને લીધો મોટો નિર્ણય

|

Jul 09, 2021 | 3:55 PM

IAS રહી ચૂકેલા અશ્વિની વૈષ્ણવે PM મોદીની નવી ટીમમાં રેલવે મંત્રાલયની જવાબદારી સંભાળી લીધી છે. આ સાથે જ તેમણે તેમના કાર્યાલયના સ્ટાફના સમયને લઈને મોટો નિર્ણય લીધો છે.

કાર્યભાર સંભાળતા જ એક્શનમાં નવા રેલવે મંત્રી, Ashwini Vaishnaw એ સ્ટાફને લઈને લીધો મોટો નિર્ણય
અશ્વિની વૈષ્ણવ

Follow us on

મોદી સરકારમાં તાજેતરમાં મોટા બદલાવ થયા છે. જી હા બીજીબાર PM બન્યા બાદ મોદી મંત્રીમંડળનું (Cabinet Reshuffle) આ પહેલીવાર વિસ્તરણ થયું. આ વિસ્તરણમાં અશ્વિની વૈષ્ણવ (Ashwini Vaishnaw)ને રેલવે મંત્રાલય સોંપવામાં આવ્યું છે. દેશના નવા રેલવે મંત્રી તરીકે અશ્વિની વૈષ્ણવે (Ashwini Vaishnaw) કાર્યભાર સંભાળ્યો છે. આપને જણાવી દઇએ કે અશ્નિની વૈષ્ણવ આઈએએસ ઓફિસર (IAS Officer) રહી ચૂક્યા છે. કાર્યભાર સાંભળતાની સાથે જ આ મંત્રીએ મોટો નિર્ણય લીધો છે.

રેલવે મંત્રીએ ગુરુવારે કાર્યભાર સંભાળતાની સાથે એક નિર્ણય લીધો. કાર્યભાળ સંભાળતાની સાથે તેમણે પોતાના સ્ટાફનો કામ કરવાનો સમય બદલી દીધો છે. જી હા મળેલી જાણકારી અનુસાર રેલવે મંત્રીનો સ્ટાફ હવે 2 શિફ્ટમાં કામ કરશે. સવારે 7:૦૦ વાગ્યાથી લઈને રાત્રે 12:૦૦ વાગ્યા સુધી આ સ્ટાફ હવે કાર્યરત રહેશે.

ખાનગી અખબારના અહેવાલ અનુસાર રલવે મંત્રાલયના અધિકારીઓએ જણાવ્યું છે કે આ નનિર્ણય રેલવે મંત્રીના કાર્યાલયના અધિકારીઓ માટે લેવામાં આવ્યો છે. જો કે આગળ આ નિર્ણયનું વિસ્તરણ થઇ શકે છે. તમને જણાવી દઈએ કે અશ્નિની વૈષ્ણવ આઈએએસ ઓફિસર (IAS Officer) રહી ચૂક્યા છે. મોદી સરકારની આ નવી ટીમમાં તેમને આઈટી ખાતા (Information and Technology)ની જવાબદારી પણ સોંપવામાં આવી છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

કોણ છે અશ્વિની વૈષ્ણવ?

51 વર્ષના અશ્વિની મૂળ રાજસ્થાનના જોધપુરના રહેવાસી છે. તેઓ બે વર્ષ પહેલા ઓડિશાથી રાજ્યસભાના સાંસદ તરીકે ચૂંટાયેલા પણ છે. અશ્નિની વૈષ્ણવ 1994 બેચના ઓડિશા કેડરના આઈએએસ ઓફિસર હતા. ઉલ્લેખનીય છે કે વૈષ્ણવ વાજપેયી સરકારમાં પણ કામ કરી ચૂક્યા છે, 2003માં તેઓ PMOમાં નાયબ સચિવ તરીકે નિયુક્ત થઇ ચૂક્યા છે. પરંતુ થોડા વર્ષો બાદ તેઓએ આઈએએસ પદથી રાજીનામુ આપી દીધુ હતું.

અશ્વિની વૈષ્ણવનો અભ્યાસ

તેમણે સ્કૂલ શિક્ષણ જોધપુરથી કર્યુ છે. સાથે જ તેઓએ ઈલેકટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન એન્જિનિયરિંગમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે. ઉપરાંત તેઓએ આઈઆઈટી કાનપુરથી MTech, Wharton School of the University of Pennsylvaniaથી MBAની ડીગ્રી પણ મેળવી છે.

અશ્વિની વૈષ્ણવની કારકિર્દી

આપને જણાવી દઈએ કે મંત્રી વૈષ્ણવે ઓડિશા સરકારમાં કામ કર્યુ છે. તેમજ તેઓએ બાલાસોર અને કટકના કલેક્ટર તરીકે ફરજ નિભાવી છે. આ ઉપરાંત અટલ બિહારી વાજપેયીની સરકારમાં પીએમોમાં ડેપ્યુટી સેક્રેટરી રહી ચૂક્યા છે. તેમજ અટલ બિહારી વાજપેયીના પર્સનલ સેક્રેટરી તરીકે પણ કામ કર્યુ છે.

ગુજરાત સાથે પણ છે વૈષ્ણવનો સંબંધ

2012માં વૈષ્ણવે Automotive componentsના ત્રણ મેન્યુફેક્ચરિંગ યૂનિટ સ્થાપ્યા છે. આ મેન્યુફેકચરિંગ યૂનિટ ગુજરાતમાં છે.

 

આ પણ વાંચો: આઈએએસથી રેલવે મંત્રી બનનારા Ashwini Vaishnawનો ગુજરાત સાથે છે આ સંબંધ

Published On - 8:25 am, Fri, 9 July 21

Next Article