
New Labour Code 2022 :ઘણા સમયથી કર્મચારી માટે નવો શ્રમ કાયદો(New Labour Code) આવશે તેવી ચર્ચા ચાલી રહી છે. હવે આ અંગે એક મોટું અપડેટ સામે આવ્યું છે. રાજ્ય મંત્રી રામેશ્વર તેલી(state Minister)એ લોકસભામાં એક લેખિત જવાબમાં કહ્યું છે કે આ કાયદો વહેલી તકે લાગુ કરવામાં આવશે. પરંતુ આ માટે કોઈ તારીખ નક્કી કરવામાં આવી નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર કેન્દ્ર સરકાર 1 ઓક્ટોબરથી નવા શ્રમ કાયદાને લાગુ કરી શકે છે. તેને 1 જુલાઈથી લાગુ કરવાની ચર્ચા પહેલાથી જ થઈ રહી હતી. ચાલો નીચે જાણીએ કે આ કાયદા કર્મચારીઓ પર કેવી અસર કરશે.
નવા લેબર કોડ 2022 મુજબ કર્મચારીઓએ અઠવાડિયામાં 48 કલાક કામ કરવું પડશે. કર્મચારીઓએ સતત 4 દિવસ સુધી ઓફિસમાં 12-12 કલાક કામ કરવું પડશે. આ 12 કલાક દરમિયાન તેમને દિવસમાં બે વખત અડધા કલાકનો બ્રેક મળશે. પરંતુ સારી વાત એ છે કે 4 દિવસ 12-12 કલાક કામ કર્યા બાદ કર્મચારીઓને 3 દિવસની રજા પણ આપવામાં આવશે. જણાવી દઈએ કે ઘણા સમયથી કર્મચારીઓની આ ફરિયાદ સામે આવી રહી હતી કે કામના કારણે તેઓ પરિવારને સમય નથી આપી શકતા. તેનાથી આ સમસ્યા દૂર થશે.
નવા લેબર કોડમાં એ વાતનું ધ્યાન રાખવામાં આવ્યું છે કે પીએફમાં યોગદાન વધારવામાં આવશે જેથી ખાનગી ક્ષેત્રમાં નોકરી કરતા લોકોને નિવૃત્તિના નાણાંની અછતનો સામનો ન કરવો પડે. આ કાયદાના અમલ પછી, મૂળ પગારના 50 ટકા અથવા તેનાથી વધુ પીએફમાં યોગદાન આપવામાં આવશે. બીજું, આનો અર્થ એ છે કે તમારા હાથમાં પગારમાં ઘટાડો થશે. પરંતુ ચિંતા કરવાની જરૂર નથી, તમારા પૈસા પીએફ ખાતામાં જ રહેશે. કર્મચારીઓની ગ્રેચ્યુઈટી(employees’ gratuity) પણ અગાઉની સરખામણીએ વધશે.
માહિતી અનુસાર, જો કર્મચારી નોકરી છોડી દે છે અથવા તેને કાઢી મૂકવામાં આવે છે, તો કંપનીએ 2 દિવસમાં સંપૂર્ણ અને અંતિમ સમાધાન કરવું પડશે. હાલમાં કંપનીઓ 45 દિવસ સુધીનો સમય લે છે. નોંધનીય છે કે નવો લેબર કોડ સંસદ દ્વારા પસાર કરવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં તેનો અમલ ક્યારે થશે તેની રાહ જોવાઈ રહી છે.
રાજ્યના શ્રમ મંત્રીન સંમેલનનું ઉદ્ઘાટન કરતા પીએમ મોદીએ કહ્યું કે દેશે વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાનો દરજ્જો હાંસલ કર્યો છે, તેનો ઘણો શ્રેય લાખો કામદારોને જાય છે. ભવિષ્યની જરૂરિયાત ફ્લેક્સી કામના કલાકો છે. અમે મહિલા શ્રમ દળની ભાગીદારી વધારવા માટે ફ્લેક્સી કાર્યસ્થળો જેવી સિસ્ટમોનો ઉપયોગ કરી શકીએ છીએ.મહિલાઓની શક્તિનો યોગ્ય રીતે ઉપયોગ કરીને, ભારત તેના લક્ષ્યોને ઝડપથી પ્રાપ્ત કરી શકે છે.વડાપ્રધાને દેશમાં નવા ઉભરી રહેલા ક્ષેત્રોમાં મહિલાઓ માટે શું કરી શકાય તે વિશે વિચારવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો.