“મંદિરોમાં બ્રાહ્મણ મહિલાઓ સુરક્ષિત નથી, પૂજારીઓ રેપ કરે છે”- નેહા બોરાના નિવેદનથી વિવાદ

AISA (All India Students' Association) ચીફ નેહા બોરાએ મંદિરો અને પૂજારીઓ વિશે કરેલા વિવાદીત નિવેદનને લઈને રાજનીતિ ગરમાઈ છે. ભાજપે નેહાના નિવેદનને હિંદુ ધર્મનું અપમાન ગણાવ્યુ અને કોંગ્રેસ પર નિશાન સાધ્યુ છે.

મંદિરોમાં બ્રાહ્મણ મહિલાઓ સુરક્ષિત નથી, પૂજારીઓ રેપ કરે છે- નેહા બોરાના નિવેદનથી વિવાદ
| Updated on: Nov 03, 2026 | 7:12 PM

CJP દ્વારા પેપર લીક મુદ્દે કરાયેલા વિરોધ પ્રદર્શનો અને રાહુલ ગાંધીની રેલી દ્વારા ચર્ચામાં આવેલી AISA ચીફ નેહા બોરા ફરી વિવાદમાં આવી છે. તેમના એક નિવેદનથી નવો બખેડો શરૂ થઈ ગયો છે. ભાજપના પ્રવક્તા પ્રદિપ ભંડારી એ એક વીડિયો શેર કરી નેહા બોરા પર હિંદુ ધર્મ અને ધાર્મિક પરંપરાઓનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યુ કે નેહા બોરાએ મંદિરના પૂજારીઓ અને બ્રાહ્મણ મહિલાઓને લઈને જે વાતો કહી છે તે યોગ્ય નથી અને આવી વાતોને કોઈ ધર્મ કે સમુદાય સાથે જોડીને ન જોવી જોઈએ.

પ્રદીપ ભંડારીએ વીડિયો પોસ્ટ કર્યો

ભાજપે નેહાના નિવેદનને હિંદુ ધર્મ અને ધાર્મિક પરંપરાઓનું અપમાન ગણાવતા કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યુ છે. તો સમાજવાદી પાર્ટીના સાંસદ રાજીવ રાયે આ પ્રકારના નિવેદનને અયોગ્ય ગણાવ્યુ છે. ભાજપના પ્રવક્તા પ્રદીપ ભંડારીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર નેહા બોરાનો એક વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં નેહા બોરા કહેતી જોવા મળે છે કે “મંદિરોમાં પૂજારી રેપ કરે છે.” આ ટિપ્પણીને લઈને પ્રદીપ ભંડારીએ તેના પર હિંદુ વિરોધી નિવેદન કરવાનો આરોપ લગાવ્યો છે.

પ્રદીપ ભંડારીએ તેની પોસ્ટમાં લખ્યુ, “રાહુલ ગાંધીની પોસ્ટર ગર્લ નેહા બોરા હિંદુઓ પ્રત્યે તેની નફરત બતાવી રહી છે.” તેમણે નેહા બોરાના નિવેદનને રાહુલ ગાંધીની અગાઉની એક ટિપ્પમી સાથે પણ જોડ્યુ. ભંડારીના અનુસાર રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે “મંદિરોમાં યુવતીઓ સાથે છેડતી થાય છે.” ભાજપના પ્રવક્તાએ આરોપ લગાવ્યો કે કોંગ્રેસ હિંદુઓ સાથે નફરત કરે છે અને વોટ બેંકની રાજનીતિ કરે છે. તેમણે કોંગ્રેસની વિચારસરણીને દેશની એક્તા માટે ભયજનક ગણાવી.

ગૌરવ ભાટિયાએ નેહા બોરાના નિવેદન પર ઉઠાવ્યા સવાલ

ભાજપના નેતા ગૌરવ ભાટિયાએ પણ નેહા બોરાના કથિત નિવેદનની ટીકા કરી. દિલ્હીમાં તેમણે કહ્યુ નેહા બોરાએ બાંગ્લાદેશમાં થયેલા સત્તા પરિવર્તનમાંથી પ્રેરણા લીધી હતી. ભાટિયાએ દાવો કર્યો કે બાંગ્લાદેશમાં હિંદુ મહિલાઓ પર અત્યાચાર છયા અને હિંદુઓની હત્યા કરવામાં આવી. ભાટિયાએ વધુમાં કહ્યુ કે આજે નેહા બોરાએ તેના નિવેદન દ્વારા એ તમામ પૂજારીઓનું અપમાન કરી રહી છે. તેમણે કહ્યુ કે ઈતિહાસ સાક્ષી છે કે હિંદુઓ સહિષ્ણુ રહ્યયા છે અને સમાજ સેવામાં યોગદાન આપતા આવ્યા છે. આ સાથે ભાટિયાએ સવાલ કર્યો કે નેહા બોરાના નિવેદનનો કોઈ આધાર હોય તો શું તે મદરેસાઓ અને મૌલવીઓને લઈને પણ આ જ પ્રકારની ટિપ્પણી કરશે? તેમણે આરોપ લગાવ્યો કે આ પ્રકારની સિલેક્ટિવ વિરોધ બદદાનત સાથે કરવામાં આવે છે જે ખતરનાક છે.

સપા સાંસદે નેહા બોરાના નિવેદન સામે વ્યક્ત કરી આપત્તિ

સમાજવાદી પાર્ટીના સાંસદ રાજીવ રાયે પણ નેહા બોરાના કથિત નિવેદન પર આપત્તિ વ્યક્ત કરી છે. તેમણે કહ્યુ કે નેહાએ આવુ નિવેદન ન કરવુ જોઈએ, દરેક ધર્મમાં સારા અને ખરાબ બંને પ્રકારના લોકો હોય છે. આથી સમગ્ર ધર્મ કે સમુદાય ને લઈને આવી ટિપ્પણી કરવાથી બચવુ જોઈએ.

રાજીવ રાયે કહ્યુ કે ભાજપ પણ એવુ જ ઈચ્છે છે કે આ પ્રકારના વિવાદો થાય તો તેમની ટ્રેપમાં શા માટ આવવુ જોઈએ ? તેમણે કહ્યુ આજના સમયમાં જે પ્રકારની નિવેદનબાજી કરાઈ રહી છે તે સ્વીકાર્ય નથી. સપા સાંસદે કહ્યુ કે કોઈપણ જાતિ, સમુદાય, ધર્મ કે ક્ષેત્રના લોકો વિશે આ પ્રકારના નિવેદનો ન કરવા જોઈએ.

મિડટર્મ ચૂંટણીમાં ટ્રમ્પ હાર્યા તો રાષ્ટ્રપતિ પદ રહેશે કે જશે, કેમ સમગ્ર દુનિયાની નજર આ ચૂંટણી પર છે?- વાંચો

 

Follow Us
Loading...
Unable to load recommendations.