World Athletics Championship: નીરજ ચોપરાએ વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં જીત્યો ગોલ્ડ, PM મોદીએ આપ્યા અભિનંદન

|

Aug 28, 2023 | 8:12 AM

નીરજ ચોપરાએ વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસના પાનામાં પોતાનું નામ નોંધાવ્યું છે. આવું કરનાર તે પ્રથમ ભારતીય એથ્લેટ બની ગયો છે. નીરજ ચોપરાની જીત પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કરીને તેમને અભિનંદન પાઠવ્યા છે.

World Athletics Championship: નીરજ ચોપરાએ વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં જીત્યો ગોલ્ડ, PM મોદીએ આપ્યા અભિનંદન
Image Credit source: Twitter

Follow us on

World Athletics Championship Final: નીરજ ચોપરા(neeraj chopra)એ વર્લ્ડ ચેમ્પિયનશિપ જીતી છે. હંગેરીના બુડાપેસ્ટમાં નીરજે 88.17 મીટરના થ્રો સાથે વર્લ્ડ ચેમ્પિયનશિપ પર કબજો કર્યો અને ઇતિહાસ રચ્યો છે. આ સાથે નીરજ વર્લ્ડ ચેમ્પિયનશિપ જીતનાર પ્રથમ ભારતીય બન્યો. રવિવાર 27મી ઓગસ્ટની મોડી રાતની ફાઇનલમાં નીરજ પાસેથી ગોલ્ડ મેડલની અપેક્ષા રાખવામાં આવી હતી અને વર્તમાન ઓલિમ્પિક ચેમ્પિયને નિરાશ કર્યા ન હતા. એટલું જ નહીં, તે જેવલિન થ્રોમાં એક જ સમયે ઓલિમ્પિક ગોલ્ડ અને વર્લ્ડ ચેમ્પિયનશિપ ગોલ્ડ જીતનાર વિશ્વનો માત્ર બીજો જેવલિન થ્રોઅર બન્યો. બીજી તરફ નીરજના નજીકના હરીફ પાકિસ્તાનના અરશદ નદીમે સિલ્વર મેડલ જીત્યો હતો.

આ પણ વાંચો: World Athletics Championship Final: નીરજ ચોપરા પાકિસ્તાનને હરાવીને બન્યો જેવલિન વર્લ્ડ ચેમ્પિયન

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

PM મોદીએ ટ્ટીટ કરી આપ્યા અભિનંદન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને લખ્યું, પ્રતિભાશાળી નીરજ ચોપરાએ પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. તેમનું સમર્પણ, ચોકસાઈ અને જુસ્સો તેમને માત્ર એક મહાન રમતવીર ચેમ્પિયન જ નહીં પરંતુ સમગ્ર રમતગમતની જગ્યામાં શ્રેષ્ઠતાનું પ્રતીક પણ બનાવે છે. વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતવા બદલ અભિનંદન.

અનુરાગ ઠાકુરે પણ ટ્વીટ કરી આપ્યા અભિનંદન

 

 

અનુરાગ ઠાકુરે પણ ટ્વીટ કરીને લખ્યું ભારતીય એથ્લેટિક્સના ગોલ્ડન બોયએ બુડાપેસ્ટમાં વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં પુરુષોની ભાલા ફેંકમાં જીત મેળવી. આ સાથે, નીરજ ચોપરા #WorldAthleticsChampionshipsમાં ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય એથ્લેટ બની ગયો છે. સમગ્ર દેશને તમારી સિદ્ધિઓ પર ગર્વ છે અને આ ક્ષણ ભારતીય રમતગમતના ઈતિહાસમાં હંમેશા માટે યાદ કરવામાં આવશે.

નીરજ છેલ્લા થ્રો પહેલા જ ચેમ્પિયન બની ગયો હતો

પ્રથમ હાફ પછી નીરજ ચોપરા ટોચ પર હતો અને હવે માત્ર 3 થ્રો બાકી હતા. નીરજનો ચોથો થ્રો માત્ર 84.64 મીટર હતો જ્યારે અરશદે 87.15 મીટરનો થ્રો કર્યો હતો. સ્પર્ધા અઘરી લાગતી હતી, પરંતુ અરશદ પાંચમા અને છઠ્ઠા થ્રોમાં નિષ્ફળ ગયો. તે જ સમયે, નીરજે 87.73 મીટરનો પાંચમો થ્રો કર્યો અને છઠ્ઠો થ્રો ફેંકતા પહેલા જ ચેમ્પિયન બની ગયો. નદીમે સિલ્વર મેડલ જીત્યો હતો, જ્યારે ચેક રિપબ્લિકના યાકોવ વાડલેચે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article