ISRO : 7 સપ્ટેમ્બર, 2019 નો દિવસ, જ્યારે ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO)ના તત્કાલીન વડા કે. સિવાનની અધ્યક્ષતામાં કેટલીક ટેકનિકલ ખામીઓને કારણે ચંદ્રયાન-2 સફળ થઈ શક્યુ ન હતુ. ઈસરોની આ નિષ્ફળતા સમયે ભારતીયો નિરાશ થયા હતા. પણ જ્યારે Kailasavadivoo Sivan, વડાપ્રધાન મોદીની સામે રડી પડયા હતા. ત્યારે તમામ દેશવાસીઓની આંખો ભીની થઈ હતી. પણ આજે લગભગ 4 વર્ષ બાદ Sivanના ચહેરા પર ખુશી જોવા મળી હતી.
ચંદ્રયાન-3 ની સફળતા પર ખુશી વ્યક્ત કરતા, ISROના ભૂતપૂર્વ અધ્યક્ષે પણ કાર્યક્રમને સમર્થન આપવા બદલ સરકારને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું કે આ માત્ર ઈસરોની જ નહીં પરંતુ સમગ્ર દેશની સફળતા છે. આજે ચંદ્રયાન 3ની સફળતા સાથે Kailasavadivoo Sivanના હાલના અને 2019ના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
Moment when Communication lost with Vikram Lander to emotional moments when PM Modi hugged and consoled ISRO chief Dr Sivan!❤️ pic.twitter.com/0HqOG6xQgg
— ADV. ASHUTOSH J. DUBEY (@AdvAshutoshBJP) August 23, 2023
I still have that image in mind of Sivan crying. He was there too. #Chandrayaan3 is such a super example of inverting the problem and succeeding. ❤️ pic.twitter.com/2OhOmiz3ky
— Rishi Bagree (@rishibagree) August 23, 2023
#WATCH | Former ISRO chief, K Sivan at Mission Control Complex in Bengaluru to witness Chandrayaan-3 Mission soft landing on the Moon pic.twitter.com/J1a9wi8nT3
— ANI (@ANI) August 23, 2023
#WATCH | Former ISRO chief, K Sivan congratulates on the successful landing of ISRO’s third lunar mission Chandrayaan-3 on the moon
“We are really excited…We have been waiting for this moment for a long time. I am very happy,” he says. pic.twitter.com/2VmvQvMuMf
— ANI (@ANI) August 23, 2023
ઐતિહાસિક ક્ષણના આ શુભ અવસર પર ઈસરોના પૂર્વ અધ્યક્ષે એક મોટી વાત કહી કે ચંદ્રયાન-3નો સાયન્સ ડેટા માત્ર ભારત માટે જ નહીં પરંતુ વૈશ્વિક વૈજ્ઞાનિકો માટે એટલે કે સમગ્ર વિશ્વ માટે હશે. તેમણે કહ્યું કે આ ડેટાનો ઉપયોગ વિશ્વભરના વૈજ્ઞાનિકો કરશે અને તેમાંથી નવી શોધ કરવામાં આવશે.