National Herald Case: કોંગ્રેસની સંપત્તિ પરિવારના ખિસ્સામાં, સોનિયા-રાહુલ ગાંધીને EDના સવાલોના જવાબ આપવામાં શું પરેશાની છે- BJP

આજે સોનિયા ગાંધીને National Herald Case ઈડી સમક્ષ હાજર થવાનુ છે ત્યારે ભાજપના નેતા રવિશંકર પ્રસાદે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યુ છે કે કોંગ્રેસ હવે ગજવા ભરવાની વૃત્તિવાળી એક સંસ્થા બની ગઈ છે.

National Herald Case: કોંગ્રેસની સંપત્તિ પરિવારના ખિસ્સામાં, સોનિયા-રાહુલ ગાંધીને EDના સવાલોના જવાબ આપવામાં શું પરેશાની છે- BJP
આજે સોનિયા ગાંધી ઈડી સમક્ષ હાજરી
Image Credit source: PTI
| Edited By: | Updated on: Jul 21, 2022 | 10:46 AM

ઈડી દ્વારા આજે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી (Sonia Gandhi) ને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. જેને લઈને કોંગ્રેસના કાર્યકર્તાઓ દેશભરમાં વિરોધ પ્રદર્શન કરવાના છે. કોંગ્રેસ (Congress)ના આ વિરોધ પ્રદર્શનને જોતા ભાજપે પણ ગુરુવારે પ્રહારો કર્યા છે. ભાજપના નેતા રવિશંકર પ્રસાદે (Ravi Shankar Prasad) પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું છે કે કોંગ્રેસ હવે ગજવા ભરવાની વૃત્તિવાળી સંસ્થા બની ગઈ છે. હવે કોંગ્રેસની સંપત્તિ પણ પરિવારના ખિસ્સામાં લાવવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે.

ભાજપ નેતા રવિશંકર પ્રસાદે આ દરમિયાન કહ્યું કે ED આજે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની પૂછપરછ કરવાની છે. આ તપાસના વિરોધમાં કોંગ્રેસ સત્યાગ્રહ કરશે. પરંતુ આ સત્યાગ્રહ નથી, પરંતુ દેશ, કાયદા અને દેશની વિવિધ સંસ્થાઓ સામેનો અણગમો છે. આ કેસમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી બંને આરોપી છે. તેમના પર છેતરપિંડીનો આરોપ છે. બંને આ કેસમાં જામીન પર બહાર છે.

રવિશંકર પ્રસાદે સોનિયા ગાંધી પર સાધ્યું નિશાન

રવિશંકર પ્રસાદે એમ પણ જણાવ્યુ છે કે નેશનલ હેરાલ્ડ એક અખબાર હતું, જે પાછળથી બંધ થઈ ગયું હતું. તેના પર દેવુ પણ વધી ગયુ હતુ. 90 કરોડની લોન પણ આપવામાં આવી હતી. તેમણે કહ્યું કે આ દરમિયાન યંગ ઈન્ડિયા નામની એક પારિવારિક સંસ્થાની રચના થઈ. નેશનલ હેરાલ્ડની સમગ્ર મિલકત યંગ ઈન્ડિયાને નામે કરી દેવામાં આવી છે. જે ગેરકાયદે રીતે કરવામાં આવી હતી. નેશનલ હેરાલ્ડ પાસે હજારો કરોડની સંપત્તિની વાતો સામે આવી ચુકી છે. અનેક શહેરોમાં આ સંપત્તિ ઉભી કરવામાં આવી છે. તેમની જમીનોને કોંગ્રેસની સરકારે સસ્તા દરે આપી દીધી હતી. જેમાંથી હજારો કરોડ રૂપિયાનું ભાડું મળે છે. આ સમગ્ર કેસનીઆ હકીકત છે.

અમે કાયદાનું સન્માન કરીએ છીએઃ રવિશંકર પ્રસાદ

બીજેપી નેતા રવિશંકર પ્રસાદે વધુમાં જણાવ્યુ કે અમે કાયદા અને સંસ્થાઓનું સન્માન કરીએ છીએ. બીજી તરફ કોંગ્રેસનું વલણ જુઓ. તેમના મુખ્યમંત્રી દિલ્હીમાં છે. તમામ સાંસદો પણ સંસદ છોડીને સોનિયા ગાંધીના સમર્થનમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ અને અન્ય તપાસ એજન્સીઓનુ મનોબળ તોડી રહ્યા છે. અમારી પાર્ટી દ્વારા કોંગ્રેસના આ સત્યાગ્રહને દુરાગ્રહ જાહેર કરાયો છે. અમે તેની નીંદા કરીએ છીએ.