નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત બન્યા વડાપ્રધાન, રાષ્ટ્રપતિ મુર્મુએ લેવડાવ્યા શપથ

|

Jun 09, 2024 | 8:07 PM

નરેન્દ્ર મોદી ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુ પછી સતત ત્રીજી વખત વડાપ્રધાન બનનારા બીજા નેતા બન્યા છે. જવાહરલાલ નેહરુએ 1952, 1957 અને 1962ની સામાન્ય ચૂંટણી જીતી હતી. ત્યારે નરેન્દ્ર મોદીએ 2014, 2019 અને 2024ની ચૂંટણી જીતી છે.

નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત બન્યા વડાપ્રધાન, રાષ્ટ્રપતિ મુર્મુએ લેવડાવ્યા શપથ
PM Modi

Follow us on

નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત ભારતના વડાપ્રધાન બન્યા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત શપથવિધિ સમારોહમાં નરેન્દ્ર મોદીને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા હતા. નરેન્દ્ર મોદીની સાથે બીજા કેબિનેટ મંત્રીઓએ પણ શપથ લીધા છે.

નરેન્દ્ર મોદી ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુ પછી સતત ત્રીજી વખત વડાપ્રધાન બનનારા બીજા નેતા બન્યા છે. જવાહરલાલ નેહરુએ 1952, 1957 અને 1962ની સામાન્ય ચૂંટણી જીતી હતી. ત્યારે નરેન્દ્ર મોદીએ 2014, 2019 અને 2024ની ચૂંટણી જીતી છે.

વડાપ્રધાન બાદ રાજનાથ સિંહે મોદી 3.0 કેબિનેટમાં મંત્રી તરીકે શપથ લીધા. રાજનાથ સિંહ અગાઉની સરકારમાં રક્ષા મંત્રી હતા. તેઓ લખનૌથી નવા ચૂંટાયેલા સાંસદ છે. ત્યાર બાદ ભાજપના નેતા અમિત શાહે કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા. અગાઉની સરકારમાં અમિત શાહ કેન્દ્રીય ગૃહમંત્રી હતા. તેઓ ગાંધીનગર બેઠક પરથી સતત બીજી વખત સાંસદ બન્યા.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

ભાજપના નેતા અને નવા ચૂંટાયેલા સાંસદ નીતિન ગડકરીએ સતત ત્રીજી વખત કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા છે. પીએમ મોદીની અગાઉની બંને સરકારોમાં ગડકરી કેબિનેટ મંત્રી હતા. તો ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને મધ્યપ્રદેશના પૂર્વ સીએમ શિવરાજ સિંહ ચૌહાણે પણ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા છે.

પીએમ મોદીના શપથગ્રહણ સમારોહમાં શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે, માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુ, બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના, મોરેશિયસના વડાપ્રધાન પ્રવિંદ કુમાર જુગનાથ, નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ દહલ ‘પ્રચંડ’ અને ભૂટાનના વડાપ્રધાને હાજરી આપી હતી.

પીએમ મોદીના શપથગ્રહણ સમારોહમાં વિવિધ ક્ષેત્રની હસ્તીઓએ હાજરી આપી હતી. જેમાં ગૌતમ અદાણી, મુકેશ અંબાણી સહિત અનેક ઉદ્યોગપતિઓએ ભાગ લીધો હતો. આ સિવાય અભિનેતા શાહરૂખ ખાન, અક્ષય કુમાર, રજનીકાંત સહિત ઘણા કલાકારોએ ભાગ લીધો હતો.

તમને જણાવી દઈએ કે દેશમાં યોજાયેલી 18મી લોકસભા ચૂંટણીના પરિણામો 4 જૂનના રોજ જાહેર કરવામાં આવ્યા હતા, જેમાં ભાજપના નેતૃત્વ હેઠળના NDA ગઠબંધને 292 બેઠકો જીતીને બહુમતનો આંકડો પાર કર્યો છે. જ્યારે ભાજપને 240 બેઠકો મળી હતી.

 

Published On - 7:34 pm, Sun, 9 June 24

Next Article