નાની ઉંમરમાં મોટું કામ, દિલ્હીનાં 14 વર્ષનાં બાળકે શોધ્યો નવો ગ્રહ, જુઓ કઈ રીતે મળી માન્યતા, શું કહે છે ભારતનો આ લીટલ એસ્ટ્રોનોટ

દિલ્હીની માઉન્ટ આબુ શાળામાં ભણવા વાળા 14 વર્ષનાં બાળકે એક મોટી શોધ કરીને નાસાને પણ દંગ કરી દીધું છે. 14 વર્ષનાં વિદ્યાર્થી નિખિલ ઝાએ અખિલ ભારતીય નાના ગ્રહ શોધ અભિયાનમાં ભાગ લઈને એક નાના ગ્રહને શોધી કાઢ્યો છે. આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન કાર્યક્રમ અંતર્ગત ભારતીય ખગોળવિદ્દો દ્વારા ખગોળ શોધ અને હાર્ડિન સીમન્સ વિશ્વ વિદ્યાલય તેમજ ટેક્સાસનાં સહયોગથી […]

નાની ઉંમરમાં મોટું કામ, દિલ્હીનાં 14 વર્ષનાં બાળકે શોધ્યો નવો ગ્રહ, જુઓ કઈ રીતે મળી માન્યતા, શું કહે છે ભારતનો આ લીટલ એસ્ટ્રોનોટ
https://www.youtube.com/watch?v=hnK1gska64I&t=3s
Follow Us:
| Updated on: Jun 24, 2020 | 12:27 PM

દિલ્હીની માઉન્ટ આબુ શાળામાં ભણવા વાળા 14 વર્ષનાં બાળકે એક મોટી શોધ કરીને નાસાને પણ દંગ કરી દીધું છે. 14 વર્ષનાં વિદ્યાર્થી નિખિલ ઝાએ અખિલ ભારતીય નાના ગ્રહ શોધ અભિયાનમાં ભાગ લઈને એક નાના ગ્રહને શોધી કાઢ્યો છે. આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન કાર્યક્રમ અંતર્ગત ભારતીય ખગોળવિદ્દો દ્વારા ખગોળ શોધ અને હાર્ડિન સીમન્સ વિશ્વ વિદ્યાલય તેમજ ટેક્સાસનાં સહયોગથી આયોજીત કરેલા કાર્યક્રમમાં નિખિલે પણ ભાગ લીધો હતો અને તેમાં તેણે આ નાનો અને નવો ગ્રહ શોધી કાઢ્યો હતો જેની પુષ્ટી આંતરરાષ્ટ્રીય ખગોળ શોધ અને સહયોગ સંસ્થા દ્વારા કરવામાં આવી છે. જણાવવું રહ્યું કે આ પ્રતિયોગીતામાં અનેક ભારતીય વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.  નિખિલનાં જણાવ્યા અનુસાર ભવિષ્યમાં નાસા જેવી સંસ્થાઓ અને અન્ય અંતરીક્ષમાં કામ કરનારી સંસ્થા તેના પર અધ્યયન કરશે. 2019માં આ પ્રતિયોગીતા આયોજીત કરવામાં આવી હતી અને તેનું પરિણામ 2020માં જાહેર કરવામાં આવ્યું હતું. નાના ગ્રહની શોધ કરીને નિખિલ સૌથી નાની ઉંમરનો સ્પર્ધક બની ગયો છે. સાંભળો ટીવી નાઈન સાથેની વાતચીતમાં શું કહ્યું નિખિલે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">