નાગાલેન્ડમાંથી AFSPA નાબૂદ કરવાની માગ, રાજ્ય કેબિનેટ આ કાયદો હટાવવા કેન્દ્ર સરકારને લખશે પત્ર

નાગાલેન્ડના મુખ્યપ્રધાન નેફ્યૂ રિયોએ સોમવારે સુરક્ષા દળોના ગોળીબારમાં માર્યા ગયેલા 14 લોકોના અંતિમ સંસ્કારમાં હાજરી આપી હતી. આ દરમિયાન તેમણે AFSPA હટાવવાની માગ કરી હતી.

નાગાલેન્ડમાંથી AFSPA નાબૂદ કરવાની માગ, રાજ્ય કેબિનેટ આ કાયદો હટાવવા કેન્દ્ર સરકારને લખશે પત્ર
Nagaland Firing
| Edited By: | Updated on: Dec 07, 2021 | 4:56 PM

નાગાલેન્ડમાં થયેલા ગોળીબારને (Firing in Nagaland) લઈને રાજ્ય કેબિનેટે સોમવારે બેઠક યોજી હતી. આ બેઠકમાં ‘આર્મ્ડ ફોર્સિસ સ્પેશિયલ પાવર્સ એક્ટ’ (AFSPA) હટાવવા પર સહમતિ બની છે. કેબિનેટે આ મુદ્દે ભારત સરકારને પત્ર લખવાનો નિર્ણય લીધો છે. ઉત્તર પૂર્વીય રાજ્ય નાગાલેન્ડના મોન જિલ્લામાં આર્મીના જવાનો દ્વારા ભૂલથી ગોળીબારની બે ઘટનાઓમાં ઓછામાં ઓછા 14 લોકો માર્યા ગયા હતા. કોંગ્રેસે (Congress) આ ગોળીબાર માટે કેન્દ્ર સરકારની ટીકા કરી હતી. આ સિવાય વિપક્ષના નેતાઓએ પણ આ ઘટનાની નિંદા કરી છે.

રાજ્ય સરકારના માહિતી અને જનસંપર્ક વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલી પ્રેસ બ્રીફિંગમાં જણાવાયું હતું કે, મોન જિલ્લામાં ગોળીબાર અને ત્યારબાદની ઘટનાઓ અંગે ચર્ચા કરવા માટે કેબિનેટની બેઠક બોલાવવામાં આવી હતી. કેબિનેટને સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાની જાણકારી આપવામાં આવી હતી, જેમાં આઈજીપી અને અન્ય ચાર સભ્યોની આગેવાની હેઠળ વિશેષ તપાસ ટીમની (SIT) રચનાનો સમાવેશ થાય છે.

કેબિનેટે નિર્ણય લીધો હતો કે SITએ તેની તપાસ વહેલી તકે પૂરી કરવી જોઈએ અને એક મહિનામાં તેનો રિપોર્ટ સુપરત કરવો જોઈએ. બ્રિફિંગમાં જણાવવામાં આવ્યું કે કેબિનેટે નિર્ણય લીધો છે કે રાજ્યમાંથી AFSPA, 1958ને તાત્કાલિક રદ કરવા માટે ભારત સરકારને પત્ર લખવામાં આવે.

નાગાલેન્ડના મુખ્યમંત્રીએ પણ AFSPA હટાવવાની વાત કહી હતી
નાગાલેન્ડના મુખ્યપ્રધાન નેફ્યૂ રિયોએ સોમવારે સુરક્ષા દળોના ગોળીબારમાં માર્યા ગયેલા 14 લોકોના અંતિમ સંસ્કારમાં હાજરી આપી હતી. આ દરમિયાન તેમણે AFSPA હટાવવાની માગ કરી હતી. રિયોએ કહ્યું, AFSPA સૈન્યને નાગરિકોની ધરપકડ કરવાનો, ઘરો પર દરોડા પાડવાનો અને કોઈપણ ધરપકડ વોરંટ વિના લોકોને મારવાનો અધિકાર આપે છે, પરંતુ સુરક્ષા દળો સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી.

ગોળીબારમાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપતા રિયોએ કહ્યું, તેમના બલિદાનને ભૂલવામાં નહીં આવે. તેમાં અમે સાથે છીએ. અમે લોકો સાથે એકતામાં ઊભા છીએ. મુખ્યપ્રધાને કહ્યું કે સુરક્ષા દળોએ નાગરિકોને ઓળખવા માટે રોક્યા વિના સીધો ગોળીબાર કર્યો હોવાથી, આ ઘટનામાં સામેલ લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. રિયોએ કહ્યું, તેઓએ ભારત માટે નહીં પરંતુ નાગાઓ માટે તેમના જીવનનું બલિદાન આપ્યું છે.

 

આ પણ વાંચો : UP Election 2022: મેરઠ ચૂંટણી રેલીમાં SP-RLDએ ગઠબંધનની જાહેરાત કરી, જયંતે કહ્યું- ખેડૂતોના મામલામાં ભાજપે દાઢી મુંડાવી અને નાક પણ કપાવ્યું

આ પણ વાંચો : પીએમ મોદી જાન્યુઆરીમાં જશે UAE અને કુવૈતની મુલાકાતે, મહામારીમાં મળ્યો હતો બંને દેશનો સાથ, જાણો શા માટે છે આ યાત્રા મહત્વપૂર્ણ