Udaipur murder હત્યારાઓના ફોનમાથી ખુલ્યા રહસ્ય, કનૈયાલાલની હત્યા પહેલા 3 ડઝન લોકોએ પાકિસ્તાનથી લીધી ટ્રેનિંગ

Kanhaiyalal murder સૂત્રોનું કહેવું છે કે દાવતે ઇસ્લામી અજમેરના બજારમાં વાંધાજનક ધાર્મિક પુસ્તકો વેચતો હોવાની પણ શંકા છે. તપાસ એજન્સીઓએ પણ આ દિશામાં તપાસ શરૂ કરી છે. રિયાઝ અને ગૌસ અહીંથી પુસ્તકો લઈ જતા અને વહેંચતા. આ માટે પુસ્તક વેચનારને રોજના 300-400 રૂપિયા ચૂકવવાની વાત પણ સામે આવી છે.

Udaipur murder હત્યારાઓના ફોનમાથી ખુલ્યા રહસ્ય, કનૈયાલાલની હત્યા પહેલા 3 ડઝન લોકોએ પાકિસ્તાનથી લીધી ટ્રેનિંગ
Kanhaiyalal and murder accused Riaz and Goss Mohammad
| Edited By: | Updated on: Jul 13, 2022 | 9:57 AM

સોશિયલ મીડિયામાં નૂપુર શર્માનુ (Nupur Sharma) સમર્થન કરનાર કનૈયાલાલ દરજીની હત્યાની (Kanhaiyalal murder case) તપાસમાં ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કનૈયાલાલની હત્યા પહેલા પાકિસ્તાની સંગઠન દાવતે ઈસ્લામીએ રિયાઝ અને ગોસ મોહમ્મદ સહિત ત્રણ ડઝનથી વધુ લોકોને ઓનલાઈન ટ્રેનિંગ આપી હતી. એટલું જ નહીં, દાવતે ઇસ્લામીએ રાજસ્થાનમાં 3 ડઝનથી વધુ લોકોને નૂપુર શર્માના સમર્થકોના ગળા કાપવાના વીડિયો દ્વારા ગભરાટ ફેલાવવાનો આદેશ આપ્યો હતો. આ તમામ લોકોને ઓનલાઈન ટ્રેનિંગ આપવામાં આવી હતી. રિયાઝ અખ્તારી અને ગોસ મોહમ્મદની કોલ ડિટેઈલમાં પાકિસ્તાનના 10 લોકોના 20 મોબાઈલ નંબર મળી આવ્યા છે. તેઓને વ્હોટ્સએપ જેવી સોશિયલ મીડિયા એપ્સ દ્વારા શિરચ્છેદ અંગે ઓડિયો અને વિડિયો દ્વારા તાલીમ આપવામાં આવી હતી.

બજારમાં અપમાનજનક ધાર્મિક પુસ્તકો વેચાતા હતા

સૂત્રોનું કહેવું છે કે દાવતે ઈસ્લામીને અજમેરના બજારમાં વાંધાજનક ધાર્મિક પુસ્તકો વેચવાની પણ શંકા છે. તપાસ એજન્સીઓએ આ દિશામાં પણ તપાસ શરૂ કરી છે. રિયાઝ અને ગોસ અહીંથી પુસ્તકો લઈ જતા અને વહેંચતા. આ માટે પુસ્તક વેચનારને રોજના 300 થી 400 રૂપિયા ચૂકવવાની વાત પણ સામે આવી છે. NIAએ મંગળવારે ઉદયપુરની અંજુમન કમિટીના સદર, અંજુમન કમિટીના કો-સેક્રેટરી, પૂર્વ સદર અને મુખર્જી ચોકની મીટિંગમાં ભાગ લેનારા બે એડવોકેટ સહિત છ લોકોની પૂછપરછ કરી હતી. આ તમામને શંકાસ્પદ જણાતા તેમના મોબાઈલ લેપટોપ અને કેટલાક દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા હતા.