ચીનના ધાતક માયકોપ્લાઝ્મા ન્યુમોનિયાના રોગનો ભારતમાં પગ પેસારો, 7 કેસ સામે આવ્યા

ચીનમાં ફેલાયેલ માયકોપ્લાઝમા ન્યુમોનિયાના કેસ ભારતમાં પણ જોવા મળ્યા છે. ભારતમાં AIIMS દિલ્હીમાં એપ્રિલ અને ઓક્ટોબર 2023 વચ્ચે 7 સેમ્પલ પોઝિટિવ મળ્યા છે.

ચીનના ધાતક માયકોપ્લાઝ્મા ન્યુમોનિયાના રોગનો ભારતમાં પગ પેસારો, 7 કેસ સામે આવ્યા
| Updated on: Dec 07, 2023 | 2:10 PM

ચીનમાં ફરી એક વખત હાહાકાર મચી ગયો છે. આ રોગને માયકોપ્લાઝ્મા ન્યુમોનિયા કહેવામાં આવી રહ્યું છે. માયકોપ્લાઝ્મા ન્યુમોનિયાના દર્દીઓ ચીન બાદ હવે ભારતમાં પણ કેસ સામે આવ્યા છે.જે ચીનમાં ફેલાયેલી ભયાનક શ્વાસની બિમારીનું કારણ છે. આ બિમારીથી બચવા અને તેના પ્રસારને રોકવા માટે પ્રયત્ન શરુ છે.

ચીનના નવા રોગે ભારતનું ટેન્શન વધારી દીધું

કોરોનાના કેસ હજુ પૂર્ણ થયા નથી ત્યાં ફરી એક વખત ચીનના નવા રોગે ભારતનું ટેન્શન વધારી દીધું છે. ભારતમાં વધુ એક રોગ માઈકોપ્લાઝ્મા ન્યુમોનનિયાની એન્ટ્રી થઈ ચૂકી છે. જે નાના બાળકોમાં જોવા મળી રહ્યા છે. આ બીમારીએ ચીનમાં હાહાકાર મચાવ્યો છે. દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં એપ્રિલથી સપ્ટેમબર મહિના વચ્ચે માઈકોપ્લાઝમા ન્યુમોનનિયાના 7 કેસ સામે આવ્યા છે.

ભારતમાં ડરનો માહોલ

પીસીઆર અને આઈજીએમ એલિસા ટેસ્ટનો પોઝીટીવીટી દર ત્રણ અને 16 ટકા હોવાનું જાણવા મળ્યું છે. આ જ કારણ છે કે ચીનથી આવેલા કોરોનાનો સામનો કર્યા બાદ ભારતમાં હવે આ બીમારીથી લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.ભારતમાં આ નવા કેસ સામે આવતા ચિંતા વધી ગઈ છે કારણ કે, 4 વર્ષ પહેલા ડિસેમ્બર 2019માં ચીનમાંથી જ કોવિડના કેસ સામે આવ્યા હતા જે દુનિયાભરમાં ફેલાયો હતો.

શું છે માઈકોપ્લાઝ્મા ન્યુમોનિયા અને તેના લક્ષણો

જે બાળકોમાં માઈકોપ્લાઝ્મા ન્યુમોનિયા સંક્રમણ જોવા મળ્યા છે. તેમાં સામાન્ય લક્ષણો જેમ કે ગળું ખરાબ થવું, થાક અનુભવવો, તાવ, શરદી,ઉધરસ જે મહિનાઓ સુધી રહે છે.

તમને જણાવી દઈએ કે આ વખતે વધુ પોઝિટિવ કેસ જોવા મળ્યા છે. વૈશ્વિક સ્તરે કેસ વધી રહ્યા છે તે ચિંતાનો વિષય છે. ચીન ઉપરાંત યુરોપમાં પણ કેસ વધ્યા છે. ભારતે સાવચેત રહેવાની જરૂર છે.

આ રોગ કોને ઝપેટમાં લે છે

માઈકોપ્લાઝ્મા ન્યુમોનિયા સંક્રમણ સૌથી વધુ નાના બાળકો અને શાળાએ જતા બાળકોને ઝપેટમાં લે છે પરંતુ તે કોઈને પણ ઝપેટમાં લઈ શકે છે. ભીડ ભાડવાળી જગ્યાઓ પર રહેવાથી તેમજ સંક્રમણ વાળી જગ્યા પર રહવેાથી આ રોગનો ખતરો વધી જાય છે.

આ પણ વાંચો : એનિમલમાં અભિનેત્રીએ સાબિત કર્યું કે, ફિલ્મમાં પૈસા અને લીડ રોલ જ મહત્વનો નથી ચાહકોના દિલ જીતવા એ સફળતા છે

 રાષ્ટ્રીયના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Published On - 1:31 pm, Thu, 7 December 23