યોગી માટે અંબાણીએ ખોલ્યો પટારો, 75,000 કરોડના મૂડીરોકાણની સાથે 5Gની આપી ભેટ

|

Feb 10, 2023 | 3:26 PM

મુકેશ અંબાણી આગામી ચાર વર્ષમાં ઉત્તર પ્રદેશમાં 5G સેવાઓ શરૂ કરવાની સાથેસાથે, રિટેલ સહિત ટેલિકોમ નેટવર્કને વિસ્તારવા અને નવા ઉર્જા વ્યવસાય માટે રૂ. 75,000 કરોડના રોકાણની જાહેરાત કરી છે.

રિલાયન્સ ગ્રૂપના ચેરમેન મુકેશ અંબાણીએ આજે શુક્રવારે જણાવ્યું હતું કે, તેઓ 5G સેવાઓ શરૂ કરવાની સાથે, રિટેલ અને નવા ઊર્જા વ્યવસાય સહિત ટેલિકોમ નેટવર્કને વિસ્તારવા માટે આગામી ચાર વર્ષમાં ઉત્તર પ્રદેશમાં રૂ. 75,000 કરોડનું રોકાણ કરશે. રિલાયન્સ ગ્રૂપના ચેરમેન મુકેશ અંબાણીએ ‘ઉત્તર પ્રદેશ ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટ’માં કહ્યું કે, તેમના જૂથનું ટેલિકોમ યુનિટ Jio ડિસેમ્બર 2023 સુધીમાં સમગ્ર ઉત્તર પ્રદેશ રાજ્યમાં 5G સેવા શરૂ કરશે. અંબાણીએ કહ્યું કે, આ ઉપરાંત, પેટ્રોકેમિકલ-ટુ-ટેલિકોમ જૂથ 10 ગીગાવોટ રિન્યુએબલ ક્ષમતાની સ્થાપના કરશે અને સેક્ટરમાં બાયો-એનર્જી બિઝનેસ શરૂ કરશે.

યુપીના દરેક ગામમાં 5જી નેટવર્ક પહોંચશે

શુક્રવારે ઉત્તર પ્રદેશ ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ, 2023માં મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે, રિલાયન્સ ગ્રૂપ યુપી રાજ્યમાં 5G સેવા, છૂટક અને નવા ઊર્જા વ્યવસાય સાથે ટેલિકોમ નેટવર્કનું વિસ્તરણ કરશે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે, તેમના જૂથનું ટેલિકોમ યુનિટ Jio ડિસેમ્બર 2023 સુધીમાં રાજ્યભરમાં 5G સેવાઓ શરૂ કરશે. લખનૌમાં યુપી ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટમાં, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સીએમડી મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે જિયો ઉત્તર પ્રદેશના દરેક નગર અને ગામડાઓને આવરી લેવા માટે ડિસેમ્બર 2023 સુધીમાં 5Gનું તેનું રોલ-આઉટ પૂર્ણ કરશે.

મુકેશ અંબાણીએ બજેટ પર શું કહ્યું?

રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીએ કહ્યું કે કેન્દ્રીય બજેટ મૂડી ખર્ચની ફાળવણી માટે ‘આઉટ ઓફ ધ બોક્સ’ છે. સરકાર મૂડી રોકાણ 33 ટકા વધારીને રૂ. 10 લાખ કરોડ કરશે. જે કુલ જીડીપીના 3.3 ટકા હશે. તેમણે કહ્યું કે આ વર્ષના બજેટે ભારતને વિકસિત રાષ્ટ્ર તરીકે ઉભરી આવવાનો પાયો નાખ્યો છે. મુકેશ અંબાણીએ કહ્યું, ભારત ખૂબ જ મજબૂત વિકાસના માર્ગ પર છે.

રિંકુ સિંહની ભાવિ પત્ની આ ખાસ વ્યક્તિની છે મોટી ફેન
Jaggery with Black Solt Benefits : ગોળ અને સંચળ ખાવાથી શરીરમાં દેખાશે આ ફેરફાર
Peanuts : મગફળી ખાધા પછી તરત જ પાણી પીધું તો ગયા સમજજો, જાણો કારણ
રિંકુ સિંહનું કરોડોનું ઘર કોના નામે છે?
Loan on Aadhaar Card : આધાર કાર્ડનો ઉપયોગ કરીને આ રીતે મળશે 2 લાખની લોન
ભારતના 100 રૂપિયા ઇન્ડોનેશિયામાં જઈ કેટલા થઈ જાય ?

ઉત્તર પ્રદેશ ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ 10 થી 12 ફેબ્રુઆરી સુધી યોજાશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે ઉત્તર પ્રદેશ ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ 2023નું ઉદ્ઘાટન કર્યું. ઉત્તર પ્રદેશ ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ 10 થી12 ફેબ્રુઆરી સુધી ચાલશે. ઉત્તર પ્રદેશ સરકારની આ ફ્લેગશિપ ઇન્વેસ્ટમેન્ટ સમિટ છે. સમિટનો ઉદ્દેશ્ય વિશ્વભરના નીતિ નિર્માતાઓ, ઉદ્યોગ જગતના અગ્રણીઓ, થિંક ટેન્ક અને નેતાઓને બિઝનેસની તકો શોધવા અને ભાગીદારી બનાવવા માટે સાથે લાવવાનો છે. આ પ્રસંગે કેન્દ્રીય રક્ષા પ્રધાન રાજનાથ સિંહ, ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ અને મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ પણ હાજર રહ્યા હતા.

 

Published On - 1:05 pm, Fri, 10 February 23

Next Article