MS Dhoni: આ કર્નલે ભારતીય સેના માટે એમએસ ધોનીના જુસ્સાને સલામ કરી, આઝાદીની 75 મી વર્ષગાંઠ પર કરી મોટી વાત

|

Aug 15, 2021 | 5:43 PM

ભારતીય સેનાના કર્નલે કહ્યું કે એમએસ ધોનીની કૂચ કુશળતા ઉત્તમ છે. તે 20 વર્ષ સુધી સેનામાં ફરજ બજાવતા હોવા છતાં પણ તેના કરતા વધુ સારી રીતે કૂચ કરે છે

MS Dhoni: આ કર્નલે ભારતીય સેના માટે એમએસ ધોનીના જુસ્સાને સલામ કરી, આઝાદીની 75 મી વર્ષગાંઠ પર કરી મોટી વાત
The Colonel saluted MS Dhoni's passion for the Indian Army, made a big statement on the 75th anniversary of independence

Follow us on

MS Dhoni: ભારત પોતાનો 75 મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે. મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni) આ ખાસ પ્રસંગે દેશમાં નથી. તે બે દિવસ પહેલા જ આઈપીએલ 2021 માટે યુએઈનો પ્રવાસે નિકળી ચૂક્યો છે. પરંતુ, દરેક વ્યક્તિ દેશ અને ભારતીય સેના (Indian Army) પ્રત્યેના તેના પ્રેમ અને વિશ્વાસથી વાકેફ છે. ચેન્નાઈ સુપર કિંગ્સ (Chennai Super Kings)ના કેપ્ટન એમએસ ધોનીને ભારતીય સેનામાં લેફ્ટનન્ટ કર્નલનો દરજ્જો મળ્યો છે. 75 માં સ્વતંત્રતા દિવસે ભારતીય સેનાના કર્નલ વેમ્બુ શંકરે ધોનીની પ્રશંસાના પુલ બાંધ્યા છે. કર્નલ શંકરે ભારતીય સેના અને દેશ પ્રત્યે ધોનીના સ્નેહને સલામ કરી છે.

ચેન્નાઈ સુપર કિંગ્સે તેમની સત્તાવાર વેબસાઈટ પર કર્નલ વેણબુ શંકરનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે ધોની સાથે બનેલી એક ઘટનાનો ઉલ્લેખ કરી રહ્યો છે. વીડિયોમાં કર્નલ શંકર કહેતા જોવા મળે છે કે ધોની અને ભારતીય સેના એક જ સિક્કાની બે બાજુ જેવા છે, જેને અલગ કરી શકાતા નથી. 

PAK ક્રિકેટરની સુંદર પત્નીનું ભારત કનેક્શન, જુઓ તસવીર
WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી
પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ

 

ભારતીય સેનાના કર્નલે કહ્યું કે એમએસ ધોનીની કૂચ કુશળતા ઉત્તમ છે. તે 20 વર્ષ સુધી સેનામાં ફરજ બજાવતા હોવા છતાં પણ તેના કરતા વધુ સારી રીતે કૂચ કરે છે. કર્નલ શંકરે વધુમાં કહ્યું કે ધોની અને ભારતીય સેના વચ્ચે ઘણો પ્રેમ છે. જ્યારે પણ મને તક મળી, આ પ્રેમ પણ દર્શાવવામાં આવ્યો છે. ચેન્નાઈ સુપર કિંગ્સની વર્તમાન જર્સીમાં પણ સેનાના ડ્રેસની ઝલક જોવા મળે છે.

ધોની હાલમાં દુબઈની એક હોટલમાં CSK ની ટીમ સાથે ક્વોરેન્ટાઈન છે. ક્વોરન્ટાઈન સમય સમય સમાપ્ત થયા બાદ, તે પોતાના ખેલાડીઓ સાથે IPL 2021 ની તૈયારી શરૂ કરશે. IPL 2021 ની બાકીની 31 મેચ 19 સપ્ટેમ્બરથી શરૂ થશે. પ્રથમ મેચ CSK અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે યોજાવાની છે.

 

Next Article