Moon Day 2021: ચંદ્ર ઉતરાણના 52 વર્ષ, જાણો રાષ્ટ્રીય ચંદ્ર ઉતરાણ દિવસનો ઇતિહાસ અને તેનું મહત્વ

સમગ્ર વિશ્વ માટે આજના દિવસનું વિશેષ મહત્વ છે. આ દિવસે 1969 માં નીલ આર્મસ્ટ્રોંગે પ્રથમ વખત ચંદ્ર પર ઉતરાણ કર્યું હતું. આથી,1971 થી રાષ્ટ્રીય ચંદ્ર ઉતરાણ દિવસની ઉજવણી કરવામાં આવે છે.

Moon Day 2021: ચંદ્ર ઉતરાણના 52 વર્ષ, જાણો રાષ્ટ્રીય ચંદ્ર ઉતરાણ દિવસનો ઇતિહાસ અને તેનું મહત્વ
Moon Day 2021: 52 years of Moon landing
| Edited By: | Updated on: Jul 20, 2021 | 12:27 PM

આજનો દિવસે સમગ્ર વિશ્વ માટે વિશેષ મહત્વ ધરાવે છે. 1969 માં ચંદ્ર ઉતરાણ દરમિયાન લોકોએ આ મિશનનું લાઇવ ટેલિકાસ્ટ જોયું હતું. આ મિશનની સફળતા બાદ NASA એ (National Aeronautics and Space Administration) ઉતરાણનું “અત્યાર સુધીની એક માત્ર મોટી તકનીકી સિદ્ધિ” તરીકે તેનું વર્ણન કર્યું હતું.

માનવીએ પ્રથમ વખત 1969 માં આ દિવસે ચંદ્ર પર પગ મુક્યો હતો. મહત્વનું છે કે, 20 જુલાઈ 1969 માં એપોલો સ્પેસ ફ્લાઇટની (Apollo Space Flight) મદદથી કમાન્ડર નીલ આર્મસ્ટ્રોંગે (Neil Armstrong) ચંદ્ર પર પગ મુક્યો હતો. જે સમગ્ર વિશ્વ માટે મહત્વની સિધ્ધિ છે.

1971 થી ચંદ્ર ઉતરાણ દિવસની થાય છે ઉજવણી 

પ્રથમ ચંદ્ર ઉતરાણની વર્ષગાંઠના સન્માન માટે તત્કાલીન યુએસ રાષ્ટ્રપતિ રિચાર્ડ નિક્સન દ્વારા 1971 માં રાષ્ટ્રીય ચંદ્ર દિવસની (National Moon Day) ઘોષણા કરવામાં આવી હતી. ત્યારથી દર વર્ષ 20 જુલાઈને ચંદ્ર ઉતરાણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. મહત્વનું છે કે વર્ષ 1969 માં આ દિવસે માનવીએ પ્રથમ વખત ચંદ્ર પર  પગ મુક્યો હતો.

આ ચંદ્ર મિશનમાં 1969 માં અમેરિકાનાં વૈજ્ઞાનિક  નીલ આર્મસ્ટ્રોંગે (Neil Armstrong) ચંદ્રની સપાટી પર પ્રથમ ક્રૂ લેન્ડિંગ કર્યું હતુ, ઉપરાંત કોલિન્સ અવકાશયાત્રી હતા જેમણે ચંદ્રની આસપાસ એપોલો 11 (Apollo-11) દ્વારા ઉડાન ભરી હતી. નીલ આર્મસ્ટ્રોંગ એ દુનિયાના પ્રથમ વ્યક્તિ હતા કે જેમણે ચંદ્રની (Moon) ધરતી પર પગ મુક્યો હોય.

મહત્વનું છે કે, લાખો લોકોએ આ ચંદ્ર મિશનનું લાઇવ ટેલિકાસ્ટ (Live telecast) જોયું હતું. આ મિશનની સફળતા બાદ, નાસાએ ઉતરાણનું “સર્વકાલની એકમાત્ર મોટી તકનીકી સિદ્ધિ” તરીકે વર્ણન કર્યું હતું. માણસના પ્રથમ ચંદ્ર ઉતરાણની વર્ષગાંઠના સન્માન માટે તત્કાલીન યુએસ રાષ્ટ્રપતિ રિચાર્ડ નિક્સન (US President Richard Nixon) દ્વારા 1971 માં રાષ્ટ્રીય ચંદ્ર દિવસની ઘોષણા કરવામાં આવી હતી. ત્યારથી દર વર્ષ આ દિવસની વિશેષ ઉજવણી કરવામાં આવે છે.

આ પણ વાંચો: Parliament Monsoon Session 2021 LIVE: સંસદમાં સતત બીજા દિવસે પણ હંગામો, લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી સ્થગિત કરાઈ

આ પણ વાંચો: MP: ભીડ ભારે કરશે, ધાર જિલ્લામાં વેક્સિનેશન સેન્ટર પર લોકોની પડીપડી, જુઓ VIDEO

Published On - 12:23 pm, Tue, 20 July 21

Follow Us