Modi Cabinet Meeting: મોદી કેબીનેટનો કોરોનાને લઈ મોટો નિર્ણય, 23100 કરોડનાં ઈમરજન્સી હેલ્થ પેકેજની જાહેરાત કરી

|

Jul 08, 2021 | 8:06 PM

કોરોનાથી લડવા માટે 23100 કરોડનું હેલ્થ ઈમરજન્સી પેકેજની જાહેરાત કરવામાં આવી છે. આ સિવાય 1 લાખ કરોડ રૂપિયા APMCનાં માધ્યમથી ખેડુતો સુધી પહોચાડવામાં આવશે.

Modi Cabinet Meeting: મોદી કેબીનેટનો કોરોનાને લઈ મોટો નિર્ણય, 23100 કરોડનાં ઈમરજન્સી હેલ્થ પેકેજની જાહેરાત કરી
Modi Cabinet Meeting: Modi Cabinet makes big decision on Corona, announces Rs 23,100 crore emergency health package

Follow us on

Modi Cabinet Meeting: મોદી મંત્રીમંડળનાં વિસ્તારની સાથે જ મંત્રીમંડળનાં સદસ્યો એક્શનમાં આવી ગયા છે. મંત્રી મંડળનાં ફેરબદલ બાદ આજે વિડિયો કોન્ફરન્સથી મળેલી પ્રથમ બેઠકમાં ખેડૂત, કોરોના જેવા મહત્વનાં મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી. કોરોનાથી લડવા માટે 23100 કરોડનું હેલ્થ ઈમરજન્સી પેકેજ(Health Emergency Package)ની જાહેરાત કરવામાં આવી છે. આ સિવાય 1 લાખ કરોડ રૂપિયા APMCનાં માધ્યમથી ખેડુતો સુધી પહોચાડવામાં આવશે. બેઠક પૂર્ણ થયા બાદ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર, મનસુખ માંડવિયા, નરેન્દ્રસિંહ તોમરે આ માહિતિ આપી હતી.

કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે પત્રકાર પરિષદમાં માહિતિ આપી હતી કે AMPCનાં માધ્યમથી મંડીઓને વધારે સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે.  APMC-મંડીઓ બંધ નથી થવાની. આ સિવાય તોમરે માહિતિ આપતા જણાવ્યું કે જ્યાં નારિયેળની ખેતી થાય છે ત્યાં પ્રોડક્શન વધારવા માટે 1981માં બોર્ડ પણ બન્યું છે. આ બોર્ડમાં સરકાર નવું રીસર્ચ કરવા માટે જઈ રહી છે.

WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી
પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024

કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કોરોના વાયરસ સામે લડવા માટે 23,123 કરોડ રૂપિયાના ઈમરજન્સી પેકેજની જાહેરતા કરી હતી. આ પેકેજનો ઉપયોગ કેન્દ્ર અને રાજ્ય ભેગા મળીને કરી શકશે. તેમણે એમ પણ જણાવ્યું કે રીલિફ ફંડનાં માધ્યમથી 736 જિલ્લામાં પીડિયાટ્રીક સેન્ટર બનાવવામાં આવશે.

આરોગ્ય પ્રધાને જણાવ્યું કે દેશમાં 4 લાખ 70 હજાર ઓક્સિજન વાળા બેડ તૈયાર છે. તેમણે કહ્યું કે દેશભરમાં 4000 કરતા વધારે કોવિડ હેલ્થ કેર સેન્ટર છે.  સાથે જ દેશમાં 20 હજાર જેટલા ICU બેડ પણ બનાવવામાં આવશે. માંડવિયાએ કહ્યું કે કોરોનાની વિરૂદ્ધમાં સામુહિક રૂપથી લડવું જરૂરી છે. આ ફંડનો ઉપયોગ 9 મહિનામાં કરવામાં આવશે.

મોદી કેબિનેટના વિસ્તરણ બાદ પ્રથમ કેબિનેટ બેઠકમાં લેવાયા નિર્ણય

કેબિનેટમાં ખેડૂતોને લાભ આપવા મુદ્દે થઈ ચર્ચા
1 લાખ કરોડ રૂપિયા APMC દ્વારા ખેડૂતો સુધી પહોંચશે
APMCને વધારે મજબૂત કરાશે: નરેન્દ્રસિંહ તોમર
મોદી સરકારનો ખેડૂતોને લઇને મોટો નિર્ણય
હેલ્થ ઈમરજન્સી માટે રૂપિયા 23 હજાર કરોડનું પેકેજ
કોરોના સામે લડવા અનેક પગલાં ઉઠાવવામાં આવ્યા
15 હજાર કરોડનું હેલ્થ ઇમરજન્સી પેકેજ: માંડવિયા
4 લાખથી વધુ ઓક્સિજન બેડ ઉપલબ્ધ: માંડવિયા
રાજ્ય સરકારને ફંડ આપવામાં આવશે: માંડવિયા
ત્રીજી લહેરથી બચવા કરી રહ્યાં છીએ તૈયારી: માંડવિયા
20 હજાર ICU બેડ બનાવવા પેકેજમાં જાહેરાત: માંડવિયા

Published On - 7:42 pm, Thu, 8 July 21

Next Article