શિક્ષણને વેગ: કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે ‘ન્યૂ સાઉથ વેલ્સ યુનિવર્સિટી’ને ભારત આવવા આપ્યું આમંત્રણ, જાણો સમગ્ર વિગત

પિયુષ ગોયલે (Piyush Goyal) સિડનીમાં (Sydney) જણાવ્યું હતું કે, 'હું ન્યૂ સાઉથ વેલ્સ યુનિવર્સિટીને ભારતમાં વિસ્તરણ કરવા અને બંને દેશોના વિદ્યાર્થીઓને લાભ મેળવવા માટે સક્ષમ બનાવવા આમંત્રણ આપું છું.'

શિક્ષણને વેગ: કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે ન્યૂ સાઉથ વેલ્સ યુનિવર્સિટીને ભારત આવવા આપ્યું આમંત્રણ, જાણો સમગ્ર વિગત
Centra lminister piyush goyal (File Photo)
| Edited By: | Updated on: Apr 07, 2022 | 9:52 AM

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ (Piyush Goyal) હાલ ઓસ્ટ્રેલિયાના (Australia) પ્રવાસે છે. આ દરમિયાન તેમણે ઓસ્ટ્રેલિયાની ‘ન્યૂ સાઉથ વેલ્સ યુનિવર્સિટી’ને ભારતમાં આવવા માટે આમંત્રણ આપ્યું હતુ. પિયુષ ગોયલે સિડનીમાં કહ્યું, ‘હું ન્યુ સાઉથ વેલ્સ યુનિવર્સિટીને (University of New South Wales) ભારતમાં વિસ્તરણ કરવા અને બંને દેશોના વિદ્યાર્થીઓને લાભ મેળવવા માટે આમંત્રિત કરું છું.’ વધુમાં કેન્દ્રીય મંત્રીએ કહ્યું, ‘હું માનું છું કે આ પ્રકારની ભાગીદારી વિશ્વ માટે મહત્વપૂર્ણ છે, કારણ કેઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે વ્યૂહાત્મક જોડાણ જળવાઈ રહેશે.’

આ ઉપરાંત મંત્રીએ કહ્યું, શિક્ષણ (Education) બંને દેશો વચ્ચે સેતુનું કામ કરશે, તે હંમેશા અમારી ભાગીદારીનું મહત્વનું તત્વ રહ્યું છે. આવી સ્થિતિમાં, બંને દેશો વચ્ચેની ભાગીદારી ઓસ્ટ્રેલિયા અને ભારત માટે ફાયદાકાર રહેશે. ઓસ્ટ્રેલિયાના વેપાર, પ્રવાસન અને રોકાણ મંત્રી ડેન તેહાને કહ્યું કે, તે અત્યંત મહત્વપૂર્ણ છે કે આપણે ઓસ્ટ્રેલિયામાં ભારતીય વિદ્યાર્થીઓને (Students) શિક્ષિત કરીએ અને તેનો ઉપયોગ કરીએ. બંને દેશો વચ્ચે શૈક્ષણિક સંબંધો વિકસાવવા માટેના આધાર તરીકે પણ કામ કરો. હું ઓસ્ટ્રેલિયન વિદ્યાર્થીઓને પણ ભારતમાં ભણવા આવવા માટે આમંત્રણ આપુ છું.

ઈન્ડો-ઓસ્ટ્રેલિયન યુનિવર્સિટીઓ વચ્ચે ડ્યુઅલ ડિગ્રી પ્રોગ્રામ હોવો જોઈએઃ કેન્દ્રીય મંત્રી ગોયલ

પિયુષ ગોયલે વધુમાં જણાવ્યું હતું કે ઓસ્ટ્રેલિયા સાથેના વેપાર કરાર હેઠળ ડ્યુઅલ ડિગ્રી પ્રોગ્રામ વધુને વધુ ભારતીયોને ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવવા અને બંને દેશોની યુનિવર્સિટીઓ વચ્ચે સહકાર વધારવામાં મદદ કરશે. તેમણે કહ્યું કે બંને પક્ષો તેના પર કામ કરી રહ્યા છે. વધુમાં મંત્રીએ કહ્યું કે શૈક્ષણિક લાયકાતોને પરસ્પર માન્યતા આપવામાં આવશે અને તે જ સમયે અમે ભારતમાં IIT અને ઑસ્ટ્રેલિયાની યુનિવર્સિટી અથવા ભારત અને ઑસ્ટ્રેલિયાની મેડિકલ કૉલેજ દ્વારા સંયુક્ત રીતે ડિગ્રી એનાયત થવાની સંભાવના પણ જોઈ રહ્યા છીએ.

 

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

આ પણ વાંચો  : વહેલી તકે કેન્દ્ર સરકારે સેનાની ભરતી શરૂ કરવી જોઈએ,” મુખ્યમંત્રી અશોક ગેહલોતે ખાલી જગ્યાઓ તાત્કાલિક ભરવાની માગ કરી

આ પણ વાંચો : રાજસ્થાનઃ હિસ્ટ્રીશીટર દેવા ગુર્જરની હત્યા બાદ હિંસાના કેસમાં 500 લોકો સામે કેસ નોંધાયો, હજુ સુધી એક પણ ધરપકડ નહીં

Published On - 8:30 am, Thu, 7 April 22