દમ લગા કે હૈસા: ઉદઘાટન કરવા આવેલા મંત્રીએ Ambulance ને મારવો પડ્યો ધક્કો, તોયે શરુ ના થઇ

|

May 21, 2021 | 3:16 PM

મધ્યપ્રદેશમાં એમ્બુલન્સનું ઉદ્ઘાટન કરવા આવેલા મંત્રી શરમથી પાણી પાણી થઇ ગયા જ્યારે ધક્કો મારવા છતાં એમ્બ્યુલન્સ શરુ ના થઇ.

દમ લગા કે હૈસા: ઉદઘાટન કરવા આવેલા મંત્રીએ Ambulance ને મારવો પડ્યો ધક્કો, તોયે શરુ ના થઇ
મંત્રીએ એમ્બ્યુલન્સને મારવો પડ્યો ધક્કો

Follow us on

આપણા દેશમાં નેતાઓને રીબીનો કાપવાનો અને ઉદ્ઘાટનના સમારોહમાં ફોટા પડાવવાનો ખુબ શોખ જોવા મળે છે. આ મહામારી દરમિયાન પણ એવા ઘણા અહેવાલ આવ્યા છે જેને જોઇને નેતાઓ અને તેમના કાર્યકરોના આવા કાર્યક્રમો પર ગુસ્સો આવી જાય. એક જગ્યાએ જોવા મળ્યું હતું કે ઓક્સિજનનું ટેન્કર મોડું પડ્યું, જેનું કારણ હતું કે કેટલાક પાર્ટી કાર્યકરો અને નેતાઓ તેનું સ્વાગત કરવા ઉભા હતા. જેમાં બેથી ત્રણ કલાક ખપાવી નાખ્યા. અવ અહેવાલો જોઇને જનતાનો આક્રોશ વધતો જી રહ્યો છે.

આવી તંગ પરિસ્થિતિ વચ્ચે એક એવા સમાચાર સામે આવ્યા છે જેને જાણીને તમને ગુસ્સો પણ થશે અને હસું પણ આવશે. મધ્યપ્રદેશના ભોપાલની આ ઘટના છે. જેમાં કેબીનેટ મંત્રી વિજય શાહ એક દિવસીય મુલાકાત પર હરસુદ પહોંચ્યા હતા જ્યાં તેમણે એસડીએમ વિકાસખંડના ક્રાઈસીસ મેનેજમેન્ટ ગ્રુપની બેઠક યોજી હતી. બેઠકમાં હરસુદ એસડીએમ અને જન પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

બેઠકમાં તેમણે હરસુદમાં કોરોના ચેપના ફેલાવા અંગે ચિંતા વ્યક્ત કરી અને લોકોને કોરોના કર્ફ્યુનું સખ્તપણે પાલન કરવાની સૂચના આપી હતી. મીટિંગ બાદ તેમણે જાહેર કરાયેલ એરિયા એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવાનો પણ કાર્યક્રમ હતો. લોકાર્પણ કરવામાં હમેશા ખુશ દેખાતા મંત્રી પહેલી વાર ગુસ્સે જોવા મળ્યા. જેનું કારણ જાણીને તમે આશ્ચર્ય પામશો.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

જૂની એમ્બ્યુલન્સ જોઇને મંત્રી થયા ગુસ્સે

વાત જાણે એમ છે લોકાર્પણમાં જૂની એમ્બ્યુલન્સ જોઇને મંત્રીનો ગુસ્સો સાતમાં આસમાને પહોંચી ગયો. તેમને તાત્કાલિક સ્વાસ્થ્ય વિભાગના CMHO ડો ડીએસ ચૌહાણની ક્લાસ લગાવી દીધી. મંત્રી એ કહ્યું “મેં હરસુદ અને ખાલવા ક્ષેત્રને નવી એમ્બ્યુલન્સ આપી છે. નવી એમ્બ્યુલન્સ ક્યાં છે?” આ ઘટના ઘટતા જ સૌ અધિકારી આજુબાજુમાં જોવા લાગ્યા. તેઓ મંત્રી સામે આંખના મિલાવી શક્યા.

ઘક્કો લગાવવા છતાં ચાલુ ના થઇ એમ્બ્યુલન્સ

હદ તો ત્યારે થઇ ગઈ કે આ જૂની એમ્બ્યુલન્સના કારણે મંત્રીએ નીચુજોવાપણું થયું અને અધિકારીઓને ઠપકો મળ્યો. મંત્રીએ ગુસ્સામાં જૂની એમ્બ્યુલન્સ ચાલુ કરવા માટે ડ્રાઈવરને કહ્યું. પરંતુ એમ્બ્યુલન્સ ચાલુ જ ના થઇ. અને પછી મંત્રીએ ખુદ ધક્કો લગાવીને એમ્બ્યુલન્સ શરૂ કરવાનો પ્રયાસ કર્યો. તેમ છતાં તે ચાલુ થઇ નહીં. મંત્રીનો ગુસ્સો જોઈને દરેક બહાના શોધવામાં વ્યસ્ત હતા. કેમ કે કાર્યક્રમમાં આવેલા મંત્રી ગુસ્સે થઈ ગયા.

 

આ પણ વાંચો: Columbus Birthplace: કોલંબસના જન્મસ્થળને લઈને ખુલ્યો ભેદ, જાણો DNA રિપોર્ટ શું કહે છે

આ પણ વાંચો: Tarun Tejpal: યૌન શોષણ કેસમાં તહલકાના પૂર્વ સંપાદક તરુણ તેજપાલ નિર્દોષ જાહેર કરાયા, જાણો સમગ્ર વિગત

Next Article