World Sanskrit Day 2021 : ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્નારા વર્ષ 1969 માં કેન્દ્ર અને રાજ્ય સ્તરે સંસ્કૃત દિવસની ઉજવણી કરવા માટે સૂચનાઓ આપવામાં આવી હતી. ત્યારથી સમગ્ર ભારતમાં શ્રાવણ પૂર્ણિમાના દિવસે સંસ્કૃત દિવસ ઉજવવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, પ્રાચીન ભારતમાં શ્રાવણ પૂર્ણિમાના દિવસે શિક્ષણ સત્ર (Education Session) શરૂ કરવામાં આવ્યુ હતું.
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કેન્દ્ર સરકારે કરી નવી શરૂઆત
વિશ્વ સંસ્કૃત દિવસ નિમિતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઘણા મંત્રીઓ દ્વારા દેશવાસીઓને શુભેચ્છાઓ આપવામાં આવી છે, ત્યારે IAS રાજીવ ગુપ્તાએ પણ એક વીડિયો ટ્વિટ (Tweet) કર્યો છે, જેમાં તેમણે સ્ટેચ્યુ ઓફ યુનિટી (Statue Of Unity) ખાતે કેન્દ્ર સરકારે કરેલી નવી શરૂઆત વિશે જાણકારી આપી છે.
તેમણે ટ્વિટ કરીને લખ્યું કે, “વિશ્વની સૌથી જૂની ભાષા અને ભારતનું ગૌરવ, સંસ્કૃત નોલેજનો ભરપૂર ખજાનો છે અને સંસ્કૃત ભાષાને વિશ્વવ્યાપી આદર મળ્યો છે. કેવડિયામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની (Prime Minister) પ્રેરણાથી, સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વમાં સૌથી ઉંચી પ્રતિમા જ્યા આવેલી છે તે Statue Of Unity ખાતે 15 આદિવાસી યુવક અને યુવતીઓ માટે સંસ્કૃત ભાષા માર્ગદર્શન કાર્યક્રમ અને રેડિયો જોકી દ્વારા પણ સંસ્કૃત ભાષાનું પઠન કરવામાં આવ્યુ.”
જુઓ વીડિયો
World’s oldest language & India’s pride,Sanskrit, is a copious treasure of knowledge & gained a worldwide respect. Under inspiration of Hon @PMOIndia at the Statue of Unity 15 men & women guides & radio jockey speak impeccable Sanskrit after diligent training. #WorldSanskritDay pic.twitter.com/qUWimuh8RQ
— Dr Rajiv Kumar Gupta (@drrajivguptaias) August 22, 2021
અત્રે ઉલ્લેખનીય છે કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સ્થાનિકોને રોજગારી મળી રહે તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકારે પ્રયાસ હાથ ધર્યા છે. જેમાં સ્થાનિકોને વિવિધ ભાષામાં પારંગત બનાવીને તેમને સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ગાઈડ તરીકેની તાલિમ આપી છે. જે દેશ વિદેશથી આવનારા અનેક પ્રવાસીઓને સ્ટેચ્યુ ઓપ યુનિટી ખાતે તેમને જરૂરી માહિતી પૂરી પાડે છે.
મહત્વનું છે કે,પ્રાચીન સમયમાં (Ancient Times) શ્રાવણ પૂર્ણિમાના દિવસે વિદ્યાર્થીઓ શાસ્ત્રોનો અભ્યાસ શરૂ કરતા હતા. જેમાં પોષ મહિનાની પૂર્ણિમાથી લઈને શ્રાવણ મહિનાની પૂર્ણિમા સુધી અભ્યાસ બંધ રાખવામાં આવતો હતો.
હાલમાં પણ શ્રાવણ પૂર્ણિમાથી ગુરુકુળમાં વૈદિક અભ્યાસ શરૂ થાય છે. તેથી જ આ દિવસને સંસ્કૃત દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આજકાલ સંસ્કૃત ઉત્સવ માત્ર દેશમાં જ નહીં પણ વિદેશમાં પણ ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવે છે. જેમાં કેન્દ્ર અને રાજ્ય સરકારોનું (State Government) યોગદાન પણ નોંધપાત્ર છે.
આ પણ વાંચો: Raksha Bandhan 2021 : રક્ષાબંધનના તહેવાર પર બહેનોને ખુશ કરવા માટે આપો આ ખાસ ગિફ્ટ
Published On - 12:22 pm, Sun, 22 August 21