NCP સાંસદ મોહમ્મદ ફૈઝલની લોકસભાની સદસ્યતા પુનઃસ્થાપિત, SCમાં સુનાવણી પહેલા સચિવાલયે જાહેરનામું બહાર પાડ્યું

લક્ષદ્વીપથી એનસીપીના સાંસદ મોહમ્મદ ફૈઝલની લોકસભાની સદસ્યતા પુનઃસ્થાપિત કરવામાં આવી છે. કેરળ હાઈકોર્ટે ફોજદારી કેસમાં દોષિત ઠેરવવા પર રોક લગાવી દીધી છે.

NCP સાંસદ મોહમ્મદ ફૈઝલની લોકસભાની સદસ્યતા પુનઃસ્થાપિત, SCમાં સુનાવણી પહેલા સચિવાલયે જાહેરનામું બહાર પાડ્યું
Mohammad Faisal
| Edited By: | Updated on: Mar 29, 2023 | 11:28 AM

લક્ષદ્વીપથી એનસીપીના સાંસદ મોહમ્મદ ફૈઝલની લોકસભાની સદસ્યતા પુનઃસ્થાપિત કરવામાં આવી છે. કેરળ હાઈકોર્ટે ફોજદારી કેસમાં દોષિત ઠેરવવા પર રોક લગાવી દીધી છે. લોકસભા સચિવાલયે આજે એક જાહેરનામું બહાર પાડ્યું છે. સાંસદની અરજી પર પણ આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થવાની હતી. પરંતુ સુનાવણી પહેલા જ લોકસભાનું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. આ મામલે આજે જસ્ટિસ કેએમ જોસેફ અને બીવી નાગરત્નની બેન્ચ સામે સુનાવણી થવાની હતી. હવે આ નિર્ણય બાદ રાહુલ ગાંધીની મેમ્બરશિપ પર પણ ચર્ચા શરૂ થઈ ગઈ છે.

મો. ફૈઝલને હત્યાના પ્રયાસના કેસમાં 10 વર્ષની સજા ફટકારવામાં આવી હતી. આ હત્યા કેસમાં તેની સાથે અન્ય ત્રણને પણ સજા થઈ હતી. કવારત્તી સેશન્સ કોર્ટે તેને હત્યાના પ્રયાસના કેસમાં દોષિત ઠેરવ્યો હતો. આ પછી લોકસભા સચિવાલય દ્વારા એક નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું. જે બાદ તેમનું સંસદ સભ્યપદ રદ કરવામાં આવ્યું હતું.

આ સમાચાર અમે અપડેટ કરી રહ્યા છીએ….