
લોકસભા અને રાજ્યસભાના તમામ સાંસદોને 19 સપ્ટેમ્બરે સવારે 11 વાગે જૂના સંસદ ભવનના સેન્ટ્રલ હોલમાં એકઠા થવા માટે કહેવામાં આવ્યું છે. આ દરમિયાન વિશેષ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવશે અને સંસદના ઐતિહાસિક વારસાનો પણ ઉલ્લેખ કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાંસદોને પણ સંબોધિત કરશે અને જૂના સંસદ ભવનમાં અત્યાર સુધી યોજાયેલી બેઠકો અને કાયદાઓનો પણ ઉલ્લેખ કરી શકે છે.
આવી સ્થિતિમાં સંસદના નવા બિલ્ડીંગમાં કયા મંત્રીનો રૂમ ક્યાં હશે તે અંગે લોકોના મનમાં ઉત્સુકતા છે. TV9ને મળેલી માહિતી મુજબ નવા સંસદ ભવનનાં ગ્રાઉન્ડ ફ્લોર પર વડાપ્રધાન કાર્યાલય બનાવવામાં આવ્યું છે. આ સાથે ગ્રાઉન્ડ ફ્લોર પર પીએમ ઓફિસની આસપાસ અન્ય 11 મંત્રીઓની ઓફિસ હશે. પીએમ નરેન્દ્ર મોદી ઉપરાંત નીચેના મંત્રીઓને ગ્રાઉન્ડ ફ્લોર પર ઓફિસ આપવામાં આવી છે.
આ પણ વાંચો : ટૂંક સમયમાં શરૂ થશે સંસદનું વિશેષ સત્ર, આવતીકાલે નવા બિલ્ડિંગમાં એન્ટ્રી, જોવા મળશે આ ફેરફારો
આ સાથે અન્ય મંત્રીઓને આપેલા રૂમ નંબર, અહીં જુઓ List
આ 9 મંત્રીઓને નવી સંસદના પહેલા માળે ઓફિસ આપવામાં આવી છે.
આ સિવાય કેટલાક અન્ય કેબિનેટ મંત્રીઓને સંસદના બીજા માળે ઓફિસ આપવામાં આવી છે.
Published On - 8:14 pm, Mon, 18 September 23