Meghalaya Nagaland Elections 2023: મેઘાલય અને નાગાલેન્ડમાં મતદાન પૂર્ણ, અહીં જુઓ ત્રણ રાજ્યોના એક્ઝિટ પોલ

|

Feb 27, 2023 | 11:51 PM

પૂર્વોત્તરના ત્રણ રાજ્યો ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો 2 માર્ચે આવશે. મેઘાલય અને નાગાલેન્ડમાં આજે મતદાન થયું હતું. બીજી તરફ ત્રિપુરામાં 16 ફેબ્રુઆરીએ મતદાન થયું હતું.

મેઘાલય અને નાગાલેન્ડમાં વિધાનસભાની ચૂંટણીનું મતદાન એકલ દોકલ ઘટનાને બાદ કરતાં શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયું. મેઘાલયની 59 અને નાગાલેન્ડમાં 59 વિધાનસભાની બેઠકો માટે મતદાન થયું હતું. 2 માર્ચે ચૂંટણીનું પરિણામ જાહેર થશે. નાગાલેન્ડમાં 60 બેઠક છે, પરંતુ એક સીટ પર કોંગ્રેસના ઉમેદવારે પોતાનું નામ પાછું ખેંચી લીધા બાદ 59 બેઠક પર મતદાન યોજાઈ રહ્યું છે.

આ પણ વાંચો: સવારે 11 વાગ્યા સુધીમાં મેઘાલયમાં 26.70% અને નાગાલેન્ડમાં 35.24 % મતદાન; 2 માર્ચે પરિણામ આવશે

જ્યારે મેઘાલયમાં UDPના ઉમેદવાર એચ.ડી.આર. લિંગદોહના મૃત્યુ બાદ સોહિયોંગની ચૂંટણી સ્થગિત કરવામાં આવી છે. પૂર્વોત્તરના ત્રણ રાજ્યો ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો 2 માર્ચે આવશે. મેઘાલય અને નાગાલેન્ડમાં આજે મતદાન થયું હતું. બીજી તરફ ત્રિપુરામાં 16 ફેબ્રુઆરીએ મતદાન થયું હતું.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

નાગાલેન્ડ – ઈન્ડિયા ટુડે એક્સિસ માય ઇન્ડિયા

ઈન્ડિયા ટુડે એક્સિસ માય ઈન્ડિયા નાગાલેન્ડ વિધાનસભા ચૂંટણી માટેના વલણો પણ રાજ્યમાં ભાજપની ગઠબંધન સરકાર દર્શાવે છે. નાગાલેન્ડમાં ભાજપ અને એનડીપીપીને 38-48, કોંગ્રેસને 1-2, એનપીએફને 3-8 અને અન્યને 5-15 બેઠકો મળી રહી છે.

ઈન્ડિયા ટુડે એક્સિસ માય ઈન્ડિયા મેઘાલય વિધાનસભા ચૂંટણી માટેના વલણો દર્શાવે છે કે રાજ્યમાં કોઈ પક્ષને બહુમતી મળતી દેખાતી નથી. તેના વલણો દર્શાવે છે કે મેઘાલયમાં કોંગ્રેસને 6થી 12 બેઠકો, એનપીપીને 18થી 24, ભાજપને 4થી 8 બેઠકો અને અન્યને 4થી 8 બેઠકો મળી રહી છે. આ સાથે ટીએમસીને પાંચથી નવ બેઠકો અને UDPને આઠથી 12 બેઠકો મળી રહી છે.

બીજી તરફ, ટાઇમ્સ નાઉ ETG એક્ઝિટ પોલ દર્શાવે છે કે મેઘાલયમાં NPP માટે 18 થી 26 બેઠકો, કોંગ્રેસને 2 થી 5 બેઠકો, ભાજપને 3 થી 6 બેઠકો અને TMC માટે 8 થી 14 બેઠકો છે. જ્યારે, ઇન્ડિયા ન્યૂઝ જન કી બાતના વલણો દર્શાવે છે કે NPPને 11 થી 16 બેઠકો, કોંગ્રેસને 11 થી 6, ભાજપને 3 થી 7 અને TMCને 9 થી 14 બેઠકો મળી છે.

મેઘાલયમાં 81.94 ટકા અને નાગાલેન્ડમાં 74.32 ટકા મતદાન નોંધાયું.. મેઘાલય અને નાગાલેન્ડ બંને રાજ્યોમાં 60-60 વિધાનસભા બેઠકો છે, પરંતુ આ વખતે મેઘાલય અને નાગાલેન્ડમાં 59-59 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. બંને રાજ્યોમાં 40 મહિલા ઉમેદવારો સહિત કુલ 559 ઉમેદવારો મેદાનમાં છે. બીજી તરફ ચાર રાજ્યો- તમિલનાડુ, અરુણાચલ પ્રદેશ,પશ્ચિમ બંગાળ અને ઝારખંડની વિધાનસભા બેઠકો પર પણ આજે પેટાચૂંટણી યોજાઈ હતી.

જણાવી દઈએ કે ગારો હિલ્સના ફુલબારીમાં બે પક્ષોના સભ્યો વચ્ચે થયેલી અથડામણમાં 31 લોકોની ધરપકડ કરવામાં આવી છે. મેઘાલયમાં 33 કરોડ રૂપિયાના ડ્રગ્સ અને અન્ય વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે. ચૂંટણી પંચે બાંગ્લાદેશ સાથેની 443 કિલોમીટર લાંબી આંતરરાષ્ટ્રીય સરહદ અને આતરરાજ્ય સરહદોને 24 ફેબ્રુઆરીથી 2 માર્ચ સુધી સીલ રાખવાનો આદેશ આપ્યો છે.

Published On - 11:50 pm, Mon, 27 February 23

Next Article