Meghalaya: નરેન્દ્ર મોદીએ વિધાનસભા ચૂંટણીમાં જીત બદલ સંગમાને આપ્યા અભિનંદન, કહ્યું- મેઘાલય માટે સાથે મળીને કામ કરીશું

|

Mar 03, 2023 | 4:20 PM

ગુરુવારે જાહેર થયેલા ચૂંટણી પરિણામોમાં NPP 59 માંથી 26 બેઠકો જીતીને મેઘાલયમાં સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે. જ્યારે ભાજપ માત્ર 2 બેઠકો જીતી શકી હતી. ચૂંટણી પરિણામો બાદ સંગમાએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને ફોન કરીને સરકાર બનાવવા માટે ભાજપની મદદ માંગી હતી.

Meghalaya: નરેન્દ્ર મોદીએ વિધાનસભા ચૂંટણીમાં જીત બદલ સંગમાને આપ્યા અભિનંદન, કહ્યું- મેઘાલય માટે સાથે મળીને કામ કરીશું

Follow us on

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે નેશનલ પીપલ્સ પાર્ટી (NPP)ના વડા કોનરાડ સંગમાને મેઘાલય વિધાનસભા ચૂંટણીમાં તેમના પ્રશંસનીય પ્રદર્શન માટે અભિનંદન આપ્યા હતા. તેમણે કહ્યું કે તેઓ મેઘાલયની પ્રગતિ માટે NPP સાથે કામ કરવાનું ચાલુ રાખવા માટે આતુર છે. બીજી તરફ, સંગમા રાજ્યપાલ ફાગુ ચૌહાણને મળ્યા છે અને નવી સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો છે.

વડાપ્રધાન મોદી વતી સંગમા દ્વારા કરવામાં આવેલા ટ્વિટના જવાબમાં આ પ્રતિક્રિયા આપવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા સંગમાના નેતૃત્વમાં સરકારની રચના માટે NPPને સમર્થનનો પત્ર સોંપ્યા બાદ તેમણે (સંગમા)એ ટ્વિટ કરીને બીજેપી નેતૃત્વનો આભાર માન્યો હતો.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

તેના જવાબમાં પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યું, હું કોનરાડ સંગમાને મેઘાલય વિધાનસભા ચૂંટણીમાં તેમની પાર્ટીના પ્રશંસનીય પ્રદર્શન માટે અભિનંદન આપવા માંગુ છું. મારા મિત્ર સ્વર્ગસ્થ પીએ સંગમાજીને આજે ખૂબ ગર્વ થયો હોત. મેઘાલયની પ્રગતિ માટે સાથે મળીને કામ કરવાનું ચાલુ રાખવા માટે આતુર છીએ.

 

 

ભાજપ સાથે મળીને કામ કરીશું: સંગમા

પીએ સંગમા લોકસભાના સ્પીકર રહી ચૂક્યા છે. તેમણે કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) સાથે અલગ થયા પછી NPPની રચના કરી. વર્ષ 2016માં રાષ્ટ્રીય રાજધાનીની રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં હાર્ટ એટેકને કારણે તેમનું અવસાન થયું હતું. અગાઉ કોનરાડ સંગમાએ તેમને સમર્થન આપવા બદલ ભાજપનો આભાર માન્યો હતો અને કહ્યું હતું કે તેઓ સાથે મળીને મેઘાલય અને તેના લોકોની સેવા કરશે.

સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો

ગુરુવારે જાહેર થયેલા ચૂંટણી પરિણામોમાં NPP 59 માંથી 26 બેઠકો જીતીને મેઘાલયમાં સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે. જ્યારે ભાજપ માત્ર 2 બેઠકો જીતી શકી હતી. ચૂંટણી પરિણામો બાદ સંગમાએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને ફોન કરીને સરકાર બનાવવા માટે ભાજપની મદદ માંગી હતી. આ પછી ભાજપે મોડી રાત્રે NPPને સમર્થનનો પત્ર સોંપ્યો હતો.

બીજી તરફ, NPPના વડા કોનરાડ સંગમા શુક્રવારે મેઘાલયના રાજ્યપાલ ફાગુ ચૌહાણને મળ્યા હતા અને રાજ્યમાં સરકાર બનાવવાનો દાવો કર્યો હતો. સંગમાએ દાવો કર્યો હતો કે 32 થી વધુ ધારાસભ્યોના સમર્થન સાથે 60 સભ્યોની વિધાનસભામાં તેમની પાસે સ્પષ્ટ બહુમતી છે. જોકે, તેમણે સહયોગી પક્ષો વિશે કોઈ માહિતી આપવાનો ઈન્કાર કર્યો હતો.

ઈનપુટ- એજન્સી / ભાષા

Next Article