Ritu Karidhal Family Tree : ‘ભારતની રોકેટ વુમન’ના એક ઈશારે લોન્ચ થશે Chandrayaan 3 , જાણો તેમના પરિવાર વિશે

|

Aug 01, 2023 | 2:19 PM

ISRO Chandrayaan 3 Mission LVM3-M4 Launch: ઈસરોના મહત્વાકાંક્ષી ચંદ્રયાન-3 (Chandrayaan 3)ના મિશન ડાયરેક્ટર રિતુ કરીધલ છે, તે પહેલા તે ચંદ્રયાન-2 મિશન સહિત ઘણા મોટા અંતરિક્ષ મિશનનો ભાગ રહી ચૂકી છે.

Ritu Karidhal Family Tree : ભારતની રોકેટ વુમનના એક ઈશારે લોન્ચ થશે Chandrayaan 3 , જાણો તેમના પરિવાર વિશે

Follow us on

ISRO Chandrayaan 3 Mission Launch: : ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન એટલે કે ઈસરો આજે એટલે કે, 14મી જુલાઈએ તેનું મહત્વકાંક્ષી ચંદ્રયાન મિશન-3 લોન્ચ કરવા જઈ રહ્યું છે. તે આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટરથી ઉડાન ભરશે, જે 23 અથવા 24 ઓગસ્ટે ચંદ્રની સપાટી પર ઉતરી શકે છે. ચંદ્રયાનને ચંદ્ર પર ઉતારવાના આ મિશનની જવાબદારી રિતુ કરીધલ સંભાળી રહી છે.

આ પણ વાંચો : ઈસરોએ Chandrayaan 3 ફિલ્મ RRRના બજેટમાં બનાવ્યું, જાણો તમે ક્યારે અને ક્યાં ફ્રીમાં લાઈવ સ્ટ્રીમિંગ જોઈ શકશો

ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉની રિતુ કરીધલને ભારતની રોકેટ વુમન તરીકે ઓળખવામાં આવે છે, અવકાશ ક્ષેત્રે કામ કરવાના લાંબા અનુભવને જોતા ઈસરોએ રિતુને ચંદ્રયાન-3ના મિશન ડાયરેક્ટર બનાવ્યા છે. આ પહેલા તે ચંદ્રયાન-2 સહિત ઘણા મોટા અંતરિક્ષ મિશનનો હિસ્સો રહી ચૂકી છે, ખાસ વાત એ છે કે, રિતુ કરીધલ એવા વૈજ્ઞાનિકોમાંથી એક છે જેમને ઈસરોનો યંગ સાયન્ટિસ્ટ એવોર્ડ મળી ચૂક્યો છે.

મહાયુતિ સરકારના ફેવરિટ છે આ સેક્ટર, આ શેર પર છે રોકાણકારોની નજર
IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024

 

 

રિતુ કરીધલ લખનૌની દિકરી

રિતુ કરીધલ મૂળ લખનૌની છે, તેનું નિવાસસ્થાન રાજાજીપુરમમાં છે. રિતુએ તેનું પ્રારંભિક શિક્ષણ લખનૌની સેન્ટ એગ્નીસ સ્કૂલમાં કર્યું હતું. આ પછી તેણે નવયુગ કન્યા વિદ્યાલયમાંથી અભ્યાસ કર્યો. લખનૌ યુનિવર્સિટીમાંથી ભૌતિકશાસ્ત્રમાં એમએસસી કર્યા પછી, રિતુ એરોસ્પેસ એન્જિનિયરિંગમાં એમટેક કરવા માટે ભારતીય વિજ્ઞાન સંસ્થાન બેંગ્લોરમાં ગઈ.

મંગલયાન મિશનમાં મહત્વની ભૂમિકા રહી

રિતુ કરીધલને પહેલી પોસ્ટિંગ યુઆર રાવ સેટેલાઈટ સેન્ટરમાં મળી હતી. અહિ તેના કામે સૌને પ્રભાવિત કર્યા હતા. 2007માં તેને ઈસરોના સૌથી યંગેસ્ટ સાયન્ટિસ્ટ એવોર્ડ મળ્યો.

આવી રીતે મળી ચંદ્રયાન-3ની જવાબદારી

રિતુ કરીધલ ચંદ્રયાન-2ની મિશન ડાયરેક્ટર હતી. તેના અનુભવને જોતા 2020માં જ ઈસરોએ નક્કી કર્યું હતું કે, ચંદ્રયાન 3 મિશન પણ રિતુના હાથમાં હશે. આ મિશનના પ્રોજેક્ટ ડાયરેક્ટર પી વીરામુથુવેલ છે.

આ પણ વાંચો : Knowledge : છેલ્લા 50 વર્ષોથી કેમ ચંદ્ર પર કોઈ માણસ નથી મૂકી શક્યું પગ ? જાણો કારણ

પરિવારને આપે છે સફળતા શ્રેય

રિતુ કરીધલના પરિવારમાં બે ભાઈ અને એક બહેન છે, તેનો ભાઈ લખનૌના રાજાજીપુરમમાં રહે છે. રિતુના લગ્ન અવિનાશ શ્રીવાસ્તવ સાથે થયા છે, જેઓ બેંગ્લોરમાં ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરે છે, તેમને બે બાળકો છે, પુત્ર આદિત્ય અને પુત્રી અનીશા. તેની સફળતાનો શ્રેય તેના પરિવારને આપે છે, એક મુલાકાતમાં રિતુએ કહ્યું હતું કે તેનો પરિવાર સમજે છે કે તેના માટે મિશન કેટલા મહત્વપૂર્ણ છે. તે મને દરેક રીતે મદદ કરે છે, મારે તેની ચિંતા કરવાની જરૂર નથી.

મહિલાઓ વિજ્ઞાનમાં નામ રોશન કરી શકે છે

ડો.રિતુ કહે છે કે મહિલાઓ માટે સ્પેસ સાયન્સ ખૂબ જ સારો કરિયર વિકલ્પ છે. મહિલાઓએ આ ક્ષેત્રમાં કામ કરીને પોતાનું નામ રોશન કરવું જોઈએ.

ટેક્નોલોજીના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 9:00 am, Fri, 14 July 23

Next Article