મીણા સમુદાયને પણ અપાશે આરક્ષણ, દિલ્હી હાઇકોર્ટનો નિર્ણય

|

Mar 27, 2023 | 3:44 PM

મીણા જાતિના લોકો માટે દિલ્હી હાઇકોર્ટે એક મહત્વપૂર્ણ નિર્ણય કરી મીણા સમુદાયના એક યુવકને સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ માં એસ.ટી કેટેગરીમાં અનામતનો લાભ આપીને નોકરી આપવાનો આદેશ કરવામાં આવ્યો છે.

મીણા સમુદાયને પણ અપાશે આરક્ષણ, દિલ્હી હાઇકોર્ટનો નિર્ણય

Follow us on

આરક્ષણ અને નોકરીને લઈ લોકોના મનમાં ઘણા સવાલો ઉપસ્થિત થતા હોય છે. આ આરક્ષણને લઈ નોકરી ક્ષેત્રે પણ ઘણા ફેરફારો કરવામાં આવ્યા છે. આ તમામ વચ્ચે હવે મીણા જાતિના લોકો માટે દિલ્હી હાઇકોર્ટે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. જેમાં મીણા સમુદાયના એક યુવકને સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ માં એસ.ટી કેટેગરીમાં અનામતનો લાભ આપીને નોકરી આપવાનો આદેશ કરવામાં આવ્યો છે.

મીણા જાતિમાં આવતા યુવકને સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સમાં નોકરીની બાબતે કેસ દાખલ થયો હતો જેમાં હાઇકોર્ટે કહ્યું મીણા જાતિના લોકો પણ અનુસૂચિત જનજાતિ શ્રેણીના અનામતના લાભ લેવા હકદાર છે જેથી તેમને આ તમામ હકો મળવા જરૂરી છે. હાઇકોર્ટના એક નિર્ણય થકી ફક્ત એક યુવકનું નહિ પરંતુ ભારતમાં વ્યસ્ત સમગ્ર મીણા સમુદાયને તેમનો હક મળશે.

મીણા જાતિ કેન્દ્રની સૂચીમાં નહિ.

ભારતમાં જે પણ જાતિને આરક્ષણ આપવામાં આવે છે તે તમામ જાતિઓ ભારત સરકારની આરક્ષણ સૂચીમાં હોય છે. પરંતુ મીણા જાતિના લોકો કેન્દ્રશાસિત પ્રદેશ માંથી આવત હોવાની સાથે સાથે તેઓ કેન્દ્ર સરકારની સૂચીમાં સામેલ નહી હોવાથી તેમને આરક્ષણ આપી શકાય નહિ તેવું કેન્દ્ર સરકારે દલીલ કરતાં કોર્ટે આ આ બાબતે ઝાટકણી કાઢી હતી. અને વહેલી તકે ઉઓગી પગલાં લેવા તાકીદ કરાઇ હતી.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

ચાર અઠવાડિયામાં નોકરી આપવા આદેશ.

દિલ્હી કોર્ટે કેન્દ્ર સરકારને અરજદાર રાકેશ મીણાને દિલ્હીના SDM દ્વારા આપવામાં આવેલ જાતિ પ્રમાણપત્ર સ્વીકવા અને તેમને કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળમાં એટલેકે CAPF માં કોન્સ્ટેબલ તરીકે નોકરી આપવાનો નિર્દેશ કરાયો છે. જે માટે સરકારને 4 અઠવાડિયાનો સમય આપવામાં આવ્યો. જસ્ટિસ સુરેશ કુમાર કૈત અને જસ્ટિસ નીના બંસલ કૃષ્ણાની બેન્ચે આ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. જેમાં કેન્દ્ર સરકારની દલીલો ફગાવી યુવકને ન્યાય આપવામાં આવ્યો છે.

ઇતિહાસમાં મીણા જાતિનો ઉલ્લેખ

મીણા એ ભારતની પ્રાચીન જાતિઓમાંની એક છે. આ જાતિના લોકોએ બ્રાહ્મણ પૂજા પદ્ધતિ અપનાવવાનું શરૂ કર્યું હતું. ઈતિહાસકારો દાવો કરે છે કે તેઓ મત્સ્ય જાતિના હતા. તેઓને1954માં ભારત સરકાર દ્વારા અનુસૂચિત જનજાતિનો દરજ્જો મળ્યો હતો.

ભારત દેશમાં લોકો મીણા જાતિ, જે મુખ્યત્વે રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, હરિયાણા અને મહારાષ્ટ્ર રાજ્યોમાં વશે છે. રાજસ્થાન રાજ્યમાં પણ મીણા જનજાતિ છે, મધ્ય પ્રદેશમાં વિદિશાના સિરોંજ વિસ્તારમાં, મીણા જાતિને સૌપ્રથમ અનુસૂચિત જનજાતિ શ્રેણીમાં સામેલ કરવામાં આવી હતી, જેને 2003માં હટાવીને સામાન્ય શ્રેણીમાં સામેલ કરવામાં આવી હતી.

Next Article