યુપી પોલીસ બાહુબલી પૂર્વ સાંસદ અતીક અહેમદ સાથે ઉતરપ્રદેશમાં પહોંચી છે. અતીક અહેમદનો કાફલો થોડા સમય માટે શિવપુરી બોર્ડર પર રોકાઈ ગયો હતો. આ દરમિયાન અતીક અહેમદને વાનમાંથી નીચે ઉતારવામાં આવ્યો હતો. જ્યારે મીડિયાકર્મીઓએ અતીકને પૂછ્યું, શું તમે ડરી ગયા છો? આ સવાલના જવાબમાં અતીક અહેમદે કહ્યું કે અરે ભાઈ, શા માટે ડર… કેમ ડર. આ દરમિયાન અતીક અહેમદે મીડિયાકર્મીઓનો આભાર માન્યો હતો.
તમને જણાવી દઈએ કે, યુપી પોલીસની ટીમ ગઈકાલ રવિવારે અતીક અહેમદને અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાંથી પ્રયાગરાજ લઈ ગઈ હતી. ઉમેશ પાલ અપહરણ કેસમાં અતીકને 28 માર્ચે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. બરેલી સેન્ટ્રલ જેલમાં બંધ અતીક અહેમદના ભાઈ અને પૂર્વ ધારાસભ્ય અશરફને પણ આજે બરેલી જેલમાંથી પ્રયાગરાજ લાવવામાં આવશે. આ માટે પોલીસની એક ટીમ બરેલી સેન્ટ્રલ જેલમાં પહોંચી છે.
સાબરમતીથી પ્રયાગરાજ વચ્ચે, અતીક અહેમદનો કાફલો અત્યાર સુધીમાં આઠ વખત રોકાયો હતો. કેટલીક જગ્યાએ પેટ્રોલ પંપ પર કાફલાના વાહનોમાં ઓઈલ ભરવામાં આવ્યું હતું તો કેટલીક જગ્યાએ અતીકના વાહનના ડ્રાઈવરો બદલવામાં આવ્યા હતા. અતીકનો કાફલો છેલ્લી વખત મધ્ય પ્રદેશની શિવપુરી બોર્ડર પર રોકાયો હતો. વાસ્તવમાં અહીં રસ્તા પર ગાયોનું ટોળું માર્ગ વચ્ચે આવી ગયું હતું, જેના કારણે કાફલો થંભી ગયો હતો.
અતીક અહેમદ શિવપુરી બોર્ડર પર જ વાનમાંથી નીચે ઉતર્યો અને મીડિયા સાથે થોડી વાતચીત કરી. આ દરમિયાન જ્યારે મીડિયાકર્મીઓએ પૂછ્યું કે, શું તમે ડર અનુભવો છો તો આતિકે રોફથી કહ્યું કે શાનો ડર… શા માટે ડર. અમે તમારો આભાર માનીએ છીએ. તમે લોકો અમારી સાથે છો. બીજી તરફ TV9 ભારતવર્ષને મળેલી માહિતી મુજબ બાહુબલી અતીક અહેમદના કાફલાનો રૂટ બદલવામાં આવશે નહીં. અતીક અહેમદનો કાફલો ઝાંસીથી નીકળીને બુંદેલખંડ એક્સપ્રેસ વે થઈને પ્રયાગરાજ પહોંચશે.
અગાઉ માહિતી મળી રહી હતી કે પોલીસ ટીમે અતીકને સાબરમતીથી પ્રયાગરાજ લાવવા માટે બે રૂટ તૈયાર કર્યા છે, પરંતુ હવે સૂત્રો કહે છે કે અતીક બુંદેલખંડ એક્સપ્રેસ વેથી જ પ્રયાગરાજ આવશે. વાસ્તવમાં, પોલીસને શંકા હતી કે ઉત્તર પ્રદેશની સરહદમાં પ્રવેશ્યા બાદ અતીક અહેમદના સમર્થકો કાફલામાં આવી શકે છે. આ જ કારણે પોલીસે બે માર્ગો અપનાવ્યા હતા. પ્રથમ રૂટ મુજબ, બુંદેલખંડ એક્સપ્રેસવે બાંદા, ચિત્રકૂટ થઈને પ્રયાગરાજ આવવાનો હતો, જ્યારે બીજો રૂટ મૈનપુરી થઈને પ્રયાગરાજ આવવાનો હતો.
Published On - 9:19 am, Mon, 27 March 23