
છત્તીસગઢના નારાયણપુરમાં નક્સલવાદીઓએ ભાજપના એક નેતાની ગોળી મારીને હત્યા કરી નાખી છે.આપને જણાવી દઈએ કે, નક્સલીઓએ કરેલા હુમલા બાદ ભાજપના જિલ્લા ઉપાધ્યક્ષ સાગર સાહુને ગંભીર હાલતમાં છોટે ડોંગરથી નારાયણપુર જિલ્લા હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા.જો કે હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતુ. કહેવામાં આવી રહ્યું છે કે નક્સલીઓએ ઘરમાં ઘૂસીને તેના માથામાં ગોળી મારી દીધી હતી. ઘટના સમયે તે પોતાના ઘરમાં બેસી ટીવી જોઈ રહ્યા હતા. આ ઘટના છોટેડોંગર પોલીસ સ્ટેશનમાં બની હતી.
नारायणपुर भाजपा के जिला उपाध्यक्ष श्री सागर साहू जी की नक्सलियों द्वारा हत्या पूरी भाजपा पर हमला है।
सागर साहू जी का बलिदान व्यर्थ नहीं जायेगा, मैं दिवंगत आत्मा की शांति एवं शोक-संतप्त परिवार को इस कठिन समय में धैर्य प्रदान करने के लिए ईश्वर से प्रार्थना करता हूं। (1/2) pic.twitter.com/irSRTdn44r
— Dr Raman Singh (@drramansingh) February 10, 2023
પૂર્વ મુખ્યપ્રધાન રમણ સિંહે બીજેપી નેતાની હત્યા પર શોક વ્યક્ત કર્યો છે.તેમણે ટ્વીટ કર્યું છે કે, ‘નારાયણપુર બીજેપી જીલ્લા ઉપાધ્યક્ષ શ્રી સાગર સાહુ જીની નક્સલવાદીઓ દ્વારા હત્યા એ સમગ્ર ભાજપ પર હુમલો છે. સાગર સાહુ જીનું બલિદાન વ્યર્થ નહી જાય, હું ભગવાનને પ્રાર્થના કરું છું કે મૃત આત્માને શાંતિ આપે અને આ મુશ્કેલ સમયમાં શોકગ્રસ્ત પરિવારને ધીરજ આપે. તો વધુમાં કહ્યું કે, છેલ્લા 1 મહિનામાં બસ્તર પ્રદેશના 3 બીજેપી નેતાઓની ક્યા કાવતરા હેઠળ હત્યા કરવામાં આવી રહી છે, બસ્તરને સમર્પિત આ નેતાઓના લોહીનું એક-એક ટીપું, જે છત્તીસગઢ મહાતરીના શિખર પર પડ્યું છે.
પાંચ દિવસ પહેલા બીજાપુરમાંથી પણ આવી જ એક ઘટના પ્રકાશમાં આવી હતી. ભાજપના ઉસુર મંડળના પ્રમુખ નીલકંઠ કીકેમની નક્સલવાદીઓએ તેમના ઘરમાં ઘૂસીને હત્યા કરી હતી. નક્સલવાદીઓએ તેના પર ચાકુ વડે હુમલો કર્યો હતો. ઘટના સમયે ભાજપના નેતા તેના કઈ સબંધીના લગ્નની તૈયારીઓ જોવા ગામમાં પહોંચ્યા હતા. પરંતુ નક્સલવાદીઓ પહેલાથી જ ત્યાં ઘુસી ગયા હતા.તેઓએ કુહાડી અને છરી વડે બીજેપી નેતા પર હુમલો કર્યો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને હવે નક્સલીઓએ ભાજપના નેતા સાગર સાહુની ગોળી મારીને હત્યા કરી નાખી છે.
Published On - 7:27 am, Sat, 11 February 23