ફેશન અને સુંદરતાની દુનિયા સાથે જોડાયેલા લોકો માટે આ વર્ષ ખૂબ જ ખાસ રહ્યું છે. વર્ષના અંતમાં, બે પ્રબળ દાવેદાર બે મોટી સ્પર્ધાઓમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા પહોંચ્યા, જેમાંથી એક હરનાઝ સંધુ (Harnaz Sandhu) જેણે ઈઝરાયલમાં મિસ યુનિવર્સ 2021નો ખિતાબ જીતીને ઈતિહાસ રચ્યો. હવે દરેકની નજર મિસ વર્લ્ડ 2021 પર છે, જે આ વર્ષની બીજી મોટી સ્પર્ધા છે, જેમાં માનસા વારાણસી (Manasa Varanasi) ભારતનું પ્રતિનિધિત્વ કરી રહી છે.
માનસા વારાણસી, હૈદરાબાદની છે. તેની ઉંમર 23 વર્ષની છે. માનસા એન્જિનિયર અને ફાઇનાન્સ ઇન્ફોર્મેશન એક્સચેન્જ એનાલિસ્ટ છે. માનસાએ ગ્લોબલ ઈન્ડિયન સ્કૂલમાંથી સ્કૂલિંગ કર્યું છે. તે બાળપણથી જ સૌંદર્ય સ્પર્ધાઓમાં ભાગ લેતી આવી છે. તેનો જુસ્સો જ તેને આ મોટી સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરવાની તક આપી છે. માનસા આ સ્પર્ધામાં પહોંચી એટલું જ નહીં તેણે આ પહેલા પણ પોતાની સુંદરતા અને પ્રતિભાથી ભારતમાં લોકોને પ્રભાવિત કર્યા હતા.
માનસાએ મિસ ઈન્ડિયા 2020 જીતીને ભારતમાં પોતાની ઓળખ બનાવી. ઈવેન્ટને નેહા ધૂપિયા, ચિત્રાંગદા સિંહ, પુલકિત સમ્રાટ અને ફાલ્ગુની શેન દ્વારા જજ કરવામાં આવી હતી અને અપારશક્તિ ખુરાનાએ તે ઈવેન્ટ હોસ્ટ કરી હતી. આ સ્પર્ધામાં માનસા વારાણસીને મિસ ઈન્ડિયા 2020નો ખિતાબ મળ્યો હતો. હાલમાં જ એક તસવીર શેર કરીને તેણે જણાવ્યું કે તેણે મિસ વર્લ્ડ 2021ની ટોપ 10 લિસ્ટમાં જગ્યા બનાવી લીધી છે. આ વર્ષે ભારતને તેની પાસેથી ઘણી આશાઓ છે.
અહેવાલ મુજબ, મિસ ઈન્ડિયા 2020 વિજેતાના જીવનમાં ત્રણ મહત્વપૂર્ણ લોકો છે. તેની માતા, દાદી અને તેની નાની બહેન. માનસા પ્રિયંકા ચોપરાને ફોલોવ કરે છે અને તેનાથી ખૂબ જ પ્રેરિત છે. માનસા બાળપણથી જ ખૂબ જ શરમાળ હતી અને તેણે ભરતનાટ્યમ અને સંગીત દ્વારા લોકો સમક્ષ પોતાની જાતને વ્યક્ત કરી હતી. માનસાને પુસ્તકો વાંચવાનો, યોગ કરવાનો શોખ છે. માનસા 70મી મિસ વર્લ્ડ સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરી રહી છે. આ મહિને તે 16મી ડિસેમ્બરે યોજાવા જઈ રહી છે. માનસા આ ટાઇટલ માટે પ્રબળ દાવેદાર માનવામાં આવે છે.
આ પણ વાંચો –
આ પણ વાંચો –
આ પણ વાંચો –