Mann Ki Baat: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi ) આજે 29મી ઓગસ્ટ મન કી બાત કાર્યક્રમ અંતર્ગત દેશને સંબોધન કરશે. મન કી બાત દર મહિનાના છેલ્લા રવિવારે પ્રસારીત કરવામાં આવે છે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, દેશના નાગરિકોએ હાસંલ કરેલ પ્રેરણાદાયી સિધ્ધિઓનો ઉલ્લેખ કરે છે. જેથી અન્ય લોકો તેમાંથી પ્રેરણા લઈ શકે.
મન કી બાત કાર્યક્રમમાં દેશના વિવિધ રાજ્યો અને પ્રદેશમાં ખાસ કરીને ગ્રામિણકક્ષાએ સ્થાનિક જરૂરીયાતને લઈને કરાયેલ અવનવી શોધ બાબતે ખાસ ઉલ્લેખ કરવામાં આવે છે. જેના કારણે અન્ય લોકો પણ તેમની જરૂરીયાતનું સમાધાન શોધી શકે.
રવિવાર 29મી ઓગસ્ટના રોજ રજૂ થનારા મન કી બાત કાર્યક્રમમાં, કોરોના, જન્માષ્ઠમી, ગણેશ ચતુર્થી, ચોમાસાની સ્થિતિને લઈને ખેડૂત વર્ગની ચિંતા, અફઘાનિસ્તાનની વર્તમાન પરિસ્થિતિ વગેરે મુદ્દે વાત કરી શકે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી.
મન કી બાતના જુલાઈ માસના કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, કારગીલનાં શહીદોને યાદ કર્યા હતા તેમણે ટોક્યો ઑલિમ્પિક્સ (Olympics-2021) માં ભાગ લેનારી ભારતીય ટીમના ખેલાડીઓનો ઉત્સાહ વધારવા માટે અપીલ કરી હતી. વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે હવે ભારત જોડો આંદોલન ચલાવવાની જરૂર છે. તેમણે યુવાનો પર વાત કરતા જણાવ્યું કે યુવાનો મનની વાતને દિશા આપી રહ્યા છે.
29 ઓગસ્ટ એટલે કે આજે સવારે 11 વાગ્યે વડાપ્રધાન મોદીની સત્તાવાર યુટ્યુબ ચેનલ તેમજ પીએમઓ પર લાઇવ સ્ટ્રીમ થશે. ઓલ ઈન્ડિયા રેડિયો પર હિન્દી પ્રસારણ પછી તે પ્રાદેશિક ભાષાઓમાં પણ પ્રસારિત કરવામાં આવશે.