Mann Ki Baat Breaking News : આજનું ભારત આતંકવાદનો જડબાતોડ જવાબ આપે છે, મન કી બાતમાં બોલ્યા PM મોદી

વડાપ્રધાન મોદીએ રવિવારે 'મન કી બાત' કાર્યક્રમ દ્વારા દેશને સંબોધિત કર્યા. કાર્યક્રમના 138મા એપિસોડમાં, વડાપ્રધાન મોદીએ સર્જિકલ સ્ટ્રાઈક, ગુજરાતના સોમનાથ મંદિર સ્વાભિમાન યાત્રા, મોઢેરાના સૂર્યમંદિર, વિહિપના અશોક સિંઘલ અને જાતિ આધારિત વસ્તી ગણતરી સહીતના અનેક મુદ્દાઓનો ઉલ્લેખ કર્યો.

Mann Ki Baat Breaking News : આજનું ભારત આતંકવાદનો જડબાતોડ જવાબ આપે છે, મન કી બાતમાં બોલ્યા PM મોદી
| Updated on: Sep 27, 2026 | 12:14 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ‘મન કી બાત’ કાર્યક્રમ દ્વારા દેશને સંબોધિત કર્યા. કાર્યક્રમના 138મા એપિસોડમાં, વડાપ્રધાન મોદીએ સર્જિકલ સ્ટ્રાઈક અને જાતિ આધારિત વસ્તી ગણતરી જેવા અનેક મુદ્દાઓનો ઉલ્લેખ કર્યો. વડાપ્રધાન મોદીએ કહ્યું કે આવતીકાલે, 28 સપ્ટેમ્બરે, સર્જિકલ સ્ટ્રાઈકની ૧૦મી વર્ષગાંઠ છે. ભારત હવે એવું ભારત નથી રહ્યું; આતંકવાદનો જડબાતોડ જવાબ આપવામાં આવશે. અગાઉ, શ્રેણીબદ્ધ વિસ્ફોટો સામાન્ય બાબત હતી. વડાપ્રધાન મોદીએ કહ્યું કે આજનું ભારત આતંકવાદ સહન કરી શકતું નથી. અમે આતંકવાદ સામે ‘ઝીરો-ટોલરન્સ’ (શૂન્ય સહનશીલતા) નીતિ અપનાવી છે.

‘મન કી બાત’ના 138મા એપિસોડમાં, વડાપ્રધાન મોદીએ બાલાકોટ એર સ્ટ્રાઈકનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે 10 વર્ષ પહેલાં, 28-29 સપ્ટેમ્બર 2016ના રોજ, આતંકવાદ સામે સરહદ પાર આપણી સેનાએ જે બહાદુરી બતાવી હતી તેનાથી વિશ્વ આશ્ચર્યચકિત થઈ ગયું હતું. સર્જિકલ સ્ટ્રાઈકે સમગ્ર વિશ્વ સમક્ષ ભારતની આતંકવાદ-વિરોધી નીતિનું એક નવું ઉદાહરણ હિંમતપૂર્વક રજૂ કર્યું.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે છેલ્લા એક દાયકામાં, બાલાકોટ એર સ્ટ્રાઈકથી લઈને ‘ઓપરેશન સિંદૂર’ સુધી, ભારતે વારંવાર સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે જો આતંકવાદીઓ ભારત પર હુમલો કરવાની હિંમત કરશે, તો તેમને જડબાતોડ જવાબ આપવામાં આવશે. આજે ભારત આતંકવાદ સામે ‘ઝીરો-ટોલરન્સ’ નીતિ અપનાવી રહ્યું છે અને આપણે તેના પરિણામો જોઈ રહ્યા છીએ.

વડાપ્રધાન મોદીએ વસ્તી ગણતરીનો ઉલ્લેખ કર્યો

પોતાના સંબોધનમાં વડાપ્રધાન મોદીએ વસ્તી ગણતરીનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે દેશના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં વસ્તી ગણતરીનો પ્રથમ તબક્કો લગભગ પૂર્ણ થઈ ગયો છે. ૩૨ કરોડથી વધુ પરિવારોની માહિતી નોંધવામાં આવી છે. ઉત્તરાખંડમાં વસ્તી ગણતરીની શરૂઆત ચમોલીના ‘માણા’ ગામથી થઈ હતી. માણા ગામ દેશના પ્રથમ ગામ તરીકે ઓળખાય છે. વસ્તી ગણતરી એ આપણા બધા માટે એક રાષ્ટ્રીય જવાબદારી છે. ૧૫મી ઓગસ્ટે મેં મારા દેશવાસીઓને એ વાતની પણ અપીલ કરી હતી કે તેઓ આ માટે ચોક્કસપણે સમય ફાળવે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, વિવિધ મુદ્દાઓની સાથેસાથે સોમનાથ સ્વાભિમાન પર્વનો ઉલ્લેખ કર્યો હતો. મહમંદ ગઝનીનો ઉલ્લેખ કરીને મોદીએ કહ્યું કે, સોમનાથ મંદિર તોડીને ભારતની ઓળખ ભૂસવાનો પ્રયાસ કરનારાનો અત્તો પત્તો નથી. વિવિધ મુદ્દાઓની સાથેસાથે ગુજરાતના મોઢેરા અને વિશ્વ હિંદુ પરિષદના અશોક સિંઘલને પણ યાદ કર્યાં હતા. 1026માં મોઢેરાના સૂર્ય મંદિર ઉપર પણ હુમલો થયો હતો. આ મંદિર બન્યાને એક વર્ષ થયુ હતુ. રાજા ભીમદેવે પ્રથમે તે બંધાવ્યું હતું.મહમદ ગઝનનો ભીમદેવે ભારે મુકાબલો કર્યો. તેને તોડી પાડવામાં આવ્યું હતું. અલ્લાઉદિન ખીલજીએ વાસ્તુ અને સૂર્યના પ્રતિક સમાન મોઢેરાના મંદિરને તોડી પાડ્યું હતું. આ મંદિર સૂર્ય મંદિર માટે જ નહીં સૂર્ય ઊર્જા માટે પણ જાણીતુ બન્યું છે. દેશવાસીઓને મોઢેરની એકવાર મુલાકાત લેવા માટે અપીલ કરી હતી.

Breaking News : રસ્તો પહોળો કરવાના ચક્કરમાં CM નું મકાન પણ ઝપેટમાં, 52 વર્ષ જૂના ઘર પર ફરશે બુલડોઝર !

 

Published On - 11:49 am, Sun, 27 September 26

Follow Us
Loading...
Unable to load recommendations.