Manipur : એન બિરેન સિંહ બીજીવાર બનશે મણિપુરના મુખ્યપ્રધાન

|

Mar 20, 2022 | 5:26 PM

મણિપુરમાં વિધાનસભા પક્ષના નેતાની ચૂંટણી માટે સીતારમણને કેન્દ્રીય નિરીક્ષક અને રિજિજુને સહ-નિરીક્ષક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમની ઉપસ્થિતિમાં યોજાયેલી ભાજપના ધારાસભ્યોની બેઠકમાં એન બિરેન સિંહને સર્વાનુમતે નેતા તરીકે પસંદ કરાયા હતા.

Manipur : એન બિરેન સિંહ બીજીવાર બનશે મણિપુરના મુખ્યપ્રધાન
N. Biren Singh (file photo)

Follow us on

ભાજપના કેન્દ્રીય નિરીક્ષકોની ઉપસ્થિતિમાં આજે ઇમ્ફાલમાં મળેલી મણિપુર  ભાજપ વિધાનસભા પક્ષની (Manipur BJP legislature party) બેઠકમાં, એન બિરેન સિંહની ( N Biren Singh) વિધાનસભા પક્ષના નેતા તરીકે સર્વસંમતિથી ચૂંટવામાં આવ્યા હતા. મણિપુરના (Manipur) કાર્યકારી મુખ્ય પ્રધાન એન બિરેન સિંહ, મણિપુર રાજ્યમાં બીજીવાર મુખ્યપ્રધાન બનશે. આ દરમિયાન નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે આ ખૂબ જ સારો નિર્ણય છે, તે સુનિશ્ચિત કરશે કે મણિપુરમાં એક સ્થિર અને જવાબદાર સરકાર હોય. જે રાજ્યનો વધુ વિકાસ કરશે કારણ કે PM મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર પૂર્વોત્તર રાજ્યો પર વિશેષ ધ્યાન આપે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આજે કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ અને કેન્દ્રીય કાયદા અને ન્યાય મંત્રી કિરેન રિજિજુ મણિપુરના નવા ચૂંટાયેલા ભાજપના ધારાસભ્યો સાથેની બેઠકમાં ભાગ લેવા માટે રવિવારે ઈમ્ફાલ પહોંચ્યા હતા. મણિપુરમાં વિધાનસભા પક્ષના નેતાની ચૂંટણી માટે સીતારમણને કેન્દ્રીય નિરીક્ષક અને રિજિજુને સહ-નિરીક્ષક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. આ સિવાય કેન્દ્રીય શ્રમ મંત્રી ભૂપેન્દ્ર યાદવ, બીજેપીના રાજ્યસભા સભ્ય લૈશ્મ્બા સનાજોબા અને પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રા પણ ઈમ્ફાલ પહોંચ્યા હતા.

ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો

ભાજપે 32 બેઠકો જીતીને ફરી સત્તા મેળવી

મણિપુર વિધાનસભાની ચૂંટણીમાં, ભાજપે 32 બેઠકો જીતીને સત્તામાં વાપસી કરી. કોંગ્રેસ માત્ર પાંચ બેઠકો પર જ અટકી ગઈ છે. આ ઉપરાંત 7 બેઠકો NPP, 7 NPF અને 11 બેઠકો અન્યને ફાળે ગઈ છે. તમને જણાવી દઈએ કે 60 સભ્યસંખ્યા ધરાવતી મણિપુર વિધાનસભામાં છેલ્લે 2017માં યોજાયેલી ચૂંટણીમાં, સીટોની દ્રષ્ટિએ કોંગ્રેસ પછી બીજેપી બીજી મોટી પાર્ટી હતી, તેમ છતાં તેણે કોંગ્રેસના ચૂંટાયેલા સભ્યો સાથે મળીને ભાજપે સરકાર બનાવી અને એન બિરેન સિંહ રાજ્યના મુખ્યમંત્રી બન્યા. કોંગ્રેસની 28ની સરખામણીમાં માત્ર 21 બેઠકો હોવા છતાં ભાજપ 2017માં બે સ્થાનિક પક્ષો – NPP અને NPF – સાથે સરકાર બનાવવામાં સફળ રહી હતી.

ચૂંટણી જીત્યા બાદ એન બિરેન સિંહ દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રક્ષા મંત્રી રાજનાથ સિંહ સહિત બીજેપીના ઘણા વરિષ્ઠ નેતાઓને મળ્યા હતા. ચૂંટણીમાં બિરેન સિંહે કોંગ્રેસના પી સરચંદ્રને હરાવીને હિંગંગ બેઠક જીતી હતી. એન બિરેન સિંહે કોંગ્રેસના હરીફ પી સરચંદ્રને 18,000થી વધુ મતોથી હરાવ્યા હતા.

આ પણ વાંચોઃ

પ્રમોદ સાવંત સતત બીજી વખત ગોવાના મુખ્યમંત્રી બનશે, 24 માર્ચે લઈ શકે છે મુખ્યમંત્રી પદના શપથ: અહેવાલ

આ પણ વાંચોઃ

J&Kમાં જે થયુ હતુ તેના માટે પાકિસ્તાન અને આતંકવાદ જવાબદાર, પંડિત, મુસ્લિમ, ડોગરા, હિન્દુ બધા પ્રભાવિત થયા હતા : ગુલામનબી આઝાદ

 

 

Published On - 4:58 pm, Sun, 20 March 22

Next Article