Manipur Violence: મણિપુર હિંસા પર અમિત શાહ કડક, કહ્યું- શાંતિ ભંગ કરનારાઓ સામે કડક કાર્યવાહી થવી જોઈએ

|

May 30, 2023 | 11:55 PM

Manipur Violence: સરકારે મણિપુર હિંસામાં માર્યા ગયેલા લોકોના પરિવારો સામે 10-10 લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરી છે. રાજ્યમાં 3 મેના રોજ ફાટી નીકળેલી હિંસાની આગ હજુ શમી નથી.

Manipur Violence: મણિપુર હિંસા પર અમિત શાહ કડક, કહ્યું- શાંતિ ભંગ કરનારાઓ સામે કડક કાર્યવાહી થવી જોઈએ
મણિપુર હિંસા મામલે અમિત શાહે બેઠક યોજી

Follow us on

Manipur Violence: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે મંગળવારે હિંસાગ્રસ્ત મણિપુરમાં સુરક્ષા સ્થિતિની સમીક્ષા કરી. આ દરમિયાન, તેમણે સેનાના ટોચના અધિકારીઓને રાજ્યમાં શાંતિ ભંગ કરનારાઓ સાથે કડક કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો. તેમણે કહ્યું કે પ્રથમ પ્રાથમિકતા મણિપુરમાં શાંતિ સ્થાપવાની છે. ઇમ્ફાલમાં શાહની આ બેઠકમાં મુખ્યમંત્રી એન બિરેન સિંહ સાથે મણિપુર પોલીસ, CAPF, આર્મીના વરિષ્ઠ અધિકારીઓ હાજર હતા.

શાહે મંગળવારે હિંસા પ્રભાવિત ચુરાચંદપુર વિસ્તારની મુલાકાત લીધી હતી. આ મહિનાની શરૂઆતમાં અહીં હિંસા ફાટી નીકળી હતી. તેની પાછળનું કારણ મૈતેઇ સમાજને એસટીમાં સામેલ કરવાનું હતું. આ માટે આદિવાસી એકતા મંચે ચુરાચંદપુરમાં રેલી કાઢી હતી. બિન-આદિવાસી લોકોએ તેનો વિરોધ કર્યો. આ પછી બંને જૂથો વચ્ચે અથડામણ થઈ હતી. આ અથડામણે હિંસાને જન્મ આપ્યો.

કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 23-11-2024
યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ

સરકારે વળતરની જાહેરાત કરી

શાહ, IBના વડા અને ગૃહ સચિવ સાથે, ચર્ચના નેતાઓ તેમજ કુકી સમુદાયના બૌદ્ધિકોને તેમની ફરિયાદો સમજવા અને ઉત્તરપૂર્વીય રાજ્યમાં મેઇટીસ અને કુકીઓ વચ્ચે શાંતિ લાવવાના માર્ગો શોધવા માટે મળ્યા હતા. અગાઉ, રાજ્ય અને કેન્દ્ર સરકારે મણિપુર હિંસામાં માર્યા ગયેલા લોકોના પરિવારોને 10-10 લાખ રૂપિયા વળતરની જાહેરાત કરી હતી. આ સિવાય એક સભ્યને નોકરી આપવાની જાહેરાત કરી હતી.

મણિપુર હિંસામાં 80 થી વધુ લોકો માર્યા ગયા

આ સિવાય કેન્દ્રીય ગૃહમંત્રીએ ત્યાંથી મહિલા નેતાઓના જૂથ (મીરા પાઈબી) સાથે બેઠક યોજી હતી. આ દરમિયાન, તેમણે કહ્યું કે અમે સાથે મળીને રાજ્યમાં શાંતિ અને સમૃદ્ધિ સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છીએ. મણિપુર હિંસામાં અત્યાર સુધીમાં 80થી વધુ લોકોના મોત થયા છે. આ સિવાય અહીં સેંકડો લોકો ઘાયલ થયા છે. લાખો લોકોએ પોતાનો જીવ બચાવવા માટે ઘર છોડવું પડ્યું.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 11:54 pm, Tue, 30 May 23

Next Article