Manipur Violence: હિંસાનાં 50 દિવસ બાદ પણ નથી સુધરી સ્થિતિ, સ્કોર્પિયોમાં બ્લાસ્ટ થતા 3 લોકો ઘાયલ

મણિપુરમાં મે મહિનાની શરૂઆતમાં હિંસા ફાટી નીકળ્યાને 50 દિવસથી વધુ સમય વીતી ગયો છે, પરંતુ હજુ પણ કેટલાક વિસ્તારોમાંથી હિંસાના સમાચાર આવી રહ્યા છે. રાજ્યમાં ઇન્ટરનેટ સેવાઓ હજુ પણ બંધ છે. અમિત શાહ 24 જૂને નવી દિલ્હીમાં રાજ્યની સ્થિતિ પર ચર્ચા કરવા માટે સર્વપક્ષીય બેઠક યોજવાના છે.

Manipur Violence: હિંસાનાં 50 દિવસ બાદ પણ નથી સુધરી સ્થિતિ, સ્કોર્પિયોમાં બ્લાસ્ટ થતા 3 લોકો ઘાયલ
Manipur-Violence
| Edited By: | Updated on: Jun 22, 2023 | 1:33 PM

Manipur Violence: મણિપુરમાં હિંસક ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. કેટલીક જગ્યાએ ગોળીબાર અને કેટલીક જગ્યાએ વિસ્ફોટના સમાચાર સામે આવી રહ્યા છે. તમામ કાર્યવાહી છતાં બદમાશો તેમની હરકતો કરી રહ્યા છે. જોકે રાજ્યમાં સુરક્ષા દળો સતત એક્શન મોડમાં જોવા મળે છે. આ દરમિયાન ફરી એકવાર મણિપુરના બિષ્ણુપુર જિલ્લામાં IED બ્લાસ્ટના (Blast) સમાચાર સામે આવ્યા છે, જેમાં 3 લોકો ઘાયલ થયા છે. આ ઘટના બુધવારે સાંજે બની હતી જ્યાં બિષ્ણુપુર જિલ્લાના કવાક્ટામાં પાર્ક કરેલી સ્કોર્પિયોમાં IED બ્લાસ્ટ થયો હતો.

કેટલાક વિસ્તારોમાં ફાયરિંગના સમાચાર

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, બ્લાસ્ટ પહેલા એક વ્યક્તિ કારમાંથી બહાર નીકળતો જોવા મળ્યો હતો, જે કારને ત્યાં જ છોડીને ભાગી ગયો હતો. તે પછી અન્ય કોઈ તેની આસપાસ આવતા-જતા જોવા મળ્યું ન હતું. વિસ્ફોટમાં ઘાયલ ત્રણેય લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ સિવાય કેટલાક વિસ્તારોમાં ફાયરિંગના સમાચાર પણ સામે આવ્યા છે.

આસામ રાઈફલ્સ અને હુમલાખોરો વચ્ચે ગોળીબાર

ગુરુવારે સવારે પશ્ચિમ ઇમ્ફાલના બોલઝાંગમાં આસામ રાઇફલ્સ અને અજાણ્યા હુમલાખોરો વચ્ચે ગોળીબાર થયો હતો, જેમાં બે જવાન ઘાયલ થયા હતા. હાલ પરિસ્થિતિ કાબુમાં આવી ગઈ છે અને સર્ચ ઓપરેશન ચાલુ છે. સર્ચ ઓપરેશન દરમિયાન એક ઇન્સાસ લાઇટ મશીનગન પણ મળી આવી છે.

 

 

આ પણ વાંચો : Assam Flood : ભારે વરસાદ-800 ગામો ડૂબી ગયા, ઉભો પાક બરબાદ, આસામમાં પૂરથી 1.2 લાખ લોકો પ્રભાવિત

આ પહેલા બુધવારે સાંજે પણ ફાયરિંગનો અવાજ સંભળાયો હતો. આ દરમિયાન હુમલાખોરોએ ઉરંગપત પાસે બે દિશામાંથી ગોળીબાર કર્યો હતો. આ સિવાય મંગળવારે મોડી રાત્રે સુગાનુ અને બુધવારે સાંજે કાંગપોકપી જિલ્લામાં પણ ગોળીબાર થયો હતો.

અમિત શાહ 24 જૂને સર્વપક્ષીય બેઠક યોજશે

તમને જણાવી દઈએ કે, મણિપુરમાં મે મહિનાની શરૂઆતમાં હિંસા ફાટી નીકળ્યાને 50 દિવસથી વધુ સમય વીતી ગયો છે, પરંતુ હજુ પણ કેટલાક વિસ્તારોમાંથી હિંસાના સમાચાર આવી રહ્યા છે. રાજ્યમાં ઇન્ટરનેટ સેવાઓ હજુ પણ બંધ છે. હિંસાના આ અહેવાલો એવા સમયે સામે આવી રહ્યા છે જ્યારે ગૃહ પ્રધાન અમિત શાહ 24 જૂને નવી દિલ્હીમાં રાજ્યની સ્થિતિ પર ચર્ચા કરવા માટે સર્વપક્ષીય બેઠક યોજવાના છે. હિંસામાં 110 લોકોએ જીવ ગુમાવ્યા જ્યારે સેંકડો ઘાયલ થયા. હિંસાને કારણે હજારો લોકોને વિસ્થાપિત થવું પડ્યું હતું. આમાંથી ઘણા લોકો હાલમાં મિઝોરમમાં આશ્રય લઈ રહ્યા છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો