મણિપુરમાં સુરક્ષાદળના જવાનો પર હુમલો, આસામ રાયફલ્સના CO સહિત 7ના મોત,રાજનાથ સિંહે કહ્યુ હુમલાખોરોને બક્ષવામાં નહીં આવે

|

Nov 13, 2021 | 5:29 PM

આ હુમલા પાછળ ઉગ્રવાદી સંગઠન પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ)નો હાથ હોવાનું માનવામાં આવે છે.

મણિપુરમાં સુરક્ષાદળના જવાનો પર હુમલો, આસામ રાયફલ્સના CO સહિત 7ના મોત,રાજનાથ સિંહે કહ્યુ હુમલાખોરોને બક્ષવામાં નહીં આવે
Convoy of a Commanding Officer of an Assam Rifles unit ambushed by terrorists in Manipur

Follow us on

મણિપુર(Manipur)માં ઉગ્રવાદીઓએ આર્મી યુનિટ પર હુમલો કર્યો હતો. જેમાં કર્નલ અને અનેક જવાનો શહીદ થયા છે. આ હુમલા પાછળ ઉગ્રવાદી સંગઠન પીપલ્સ લિબરેશન આર્મી (PLA)નો હાથ હોવાનું માનવામાં આવે છે.

મણિપુરના સિંગગાટ વિસ્તારમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. અહીં આતંકીઓએ આર્મી યુનિટ પર ઓચિંતો હુમલો કર્યો . જેમાં 46 આસામ રાઈફલ્સના કર્નલ વિપ્લપ ત્રિપાઠી સહિત 5 જવાનો શહીદ થયા છે. આ હુમલામાં કર્નલની પત્ની અને સગીર પુત્રનું પણ મોત થયું હતું. હુમલામાં કુલ 7 લોકોના મોતના સમાચાર છે. મળતી માહિતી મુજબ, આ ઘટના શનિવારે સવારે 10.30 વાગ્યે ચુરાચંદપુર જિલ્લાના સિંગગાટના સેહકેન ગામમાં બની હતી. આ હુમલા પાછળ મણિપુરના ઉગ્રવાદી સંગઠન પીપલ્સ લિબરેશન આર્મી (PLA)નો હાથ હોવાનું માનવામાં આવે છે.

સેહકેન એ બેહિયાંગ વિસ્તારનું એક સરહદી ગામ છે, જે જિલ્લાના મુખ્ય મથક ચુરાચંદપુરથી લગભગ 65 કિમી દૂર છે. સેનાએ આતંકવાદીઓ (મણિપુર એક્સ્ટ્રીમિસ્ટ આઉટફિટ) પર કાર્યવાહી કરવા માટે ઓપરેશન શરૂ કર્યું છે. જ્યારે આસામ રાઈફલ્સ યુનિટના કમાન્ડિંગ ઓફિસરના કાફલા પર હુમલો કરવામાં આવ્યો, ત્યારે કાફલામાં રેપિડ રિસ્પોન્સ ટીમના સભ્યો અને અધિકારીના પરિવારના સભ્યોનો સમાવેશ થતો હતો. મણિપુરના મુખ્ય પ્રધાન એન બિરેન સિંહે સમાચાર એજન્સી પીટીઆઈને પુષ્ટિ આપી છે કે કમાન્ડન્ટ અને સૈનિકો, તેમના પરિવારના સભ્યો સહિત ઓચિંતા હુમલામાં માર્યા ગયા હતા.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

આ તરફ રક્ષામંત્રી રાજનાથ સિંહે ઘટનાની નિંદા કરી છે અને કહ્યુ છે કે હુમલાખોરોને બક્ષવામાં નહીં આવે.

Published On - 3:49 pm, Sat, 13 November 21

Next Article