મણિપુરના સીએમ બિરેન સિંહ રાજીનામું નહીં આપે, ટ્વિટ કરીને જણાવ્યો નિર્ણય

|

Jun 30, 2023 | 4:45 PM

સતત ટીકાનો સામનો કરી રહેલા મણિપુરના મુખ્ય પ્રધાન એન.બિરેન સિંહે હવે રાજીનામું નહીં આપવાનો નિર્ણય લીધો છે. મણિપુરના સીએમ બિરેન સિંહે ટ્વીટ કર્યું છે કે હું મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું નહીં આપુ.

મણિપુરના સીએમ બિરેન સિંહ રાજીનામું નહીં આપે, ટ્વિટ કરીને જણાવ્યો નિર્ણય
Biren Singh, CM, Manipur

Follow us on

ઉત્તરપૂર્વીય રાજ્ય મણિપુર લગભગ છેલ્લા બે મહિનાથી વંશીય હિંસાની પકડમાં છે. હિંસા અંગે સતત ટીકાનો સામનો કરી રહેલા મણિપુરના મુખ્ય પ્રધાન એન.બિરેન સિંહે હવે રાજીનામું નહીં આપવાનો નિર્ણય લીધો છે. મણિપુરના સીએમ બિરેન સિંહે ટ્વીટ કર્યું છે કે હું મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું નહીં આપું.

મણિપુરના સીએમ બિરેન સિંહના ઇમ્ફાલ સ્થિત નિવાસસ્થાન સામે મોટી સંખ્યામાં સમર્થકો એકઠા થયા હતા. બધાએ બિરેન સિંહને રાજીનામું ના આપવાની અપીલ કરી હતી. આ પછી મુખ્ય પ્રધાન નિવાસસ્થાને પરત ફર્યા હતા.


આજે શુક્રવારે સવારથી એવી અટકળો ચાલી રહી હતી કે, તેઓ રાજ્યપાલ અનુસુયા ઉઇકેને મળ્યા બાદ મુખ્યમંત્રીપદેથી રાજીનામું આપી શકે છે. પરંતુ હવે તેમનું નિવેદન સામે આવ્યું છે. જેમાં તેમણે કહ્યું છે કે હું મારા પદ પરથી રાજીનામું નહીં આપું. રાજ્યમાં છેલ્લા બે મહિનાથી ચાલી રહેલી હિંસા પર કાબૂ મેળવવામાં નિષ્ફળ રહેવા બદલ તેઓ નિશાના પર છે. રાજ્યમાં 3 મેના રોજ હિંસા ફાટી નીકળી હતી, જે બાદ હજુ સુધી શાંતિ સ્થાપિત થઈ નથી. આ હિંસામાં 100થી વધુ લોકોના મોત થયા છે. મેઈતેઈ સમુદાયમાંથી આવતા, એન. બિરેન સિંહ પર પક્ષપાતનો પણ આરોપ છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 4:21 pm, Fri, 30 June 23

Next Article