PM મોદીએ વિપક્ષ પર સાધ્યુ નિશાન, કહ્યું કેટલાક લોકો મણિપુરને ફરીથી અસ્થિર કરવા માગે છે, પરંતુ મણિપુરના લોકો આવું નહીં થવા દે

|

Jan 04, 2022 | 2:38 PM

પીએમ મોદીએ કહ્યું, હવેથી થોડા દિવસો પછી 21 જાન્યુઆરીએ મણિપુરને રાજ્યનો દરજ્જો મળ્યાના 50 વર્ષ પૂરા થશે. હાલમાં દેશ તેની આઝાદીના 75 વર્ષ નિમિત્તે અમૃત મહોત્સવની પણ ઉજવણી કરી રહ્યો છે.

PM મોદીએ વિપક્ષ પર સાધ્યુ નિશાન, કહ્યું કેટલાક લોકો મણિપુરને ફરીથી અસ્થિર કરવા માગે છે, પરંતુ મણિપુરના લોકો આવું નહીં થવા દે
Prime Minister Narendra Modi

Follow us on

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે (મંગળવાર, 4 જાન્યુઆરી 2022) ​​ઇમ્ફાલમાં રૂ. 4,800 કરોડથી વધુની કિંમતના 22 પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું હતું. પીએમ મોદીએ આજે ​​ઈમ્ફાલથી મણિપુર અને ત્રિપુરા પ્રવાસની શરૂઆત કરી છે. અહીં તેમણે રૂ. 4,800 કરોડના 22 પ્રોજેક્ટ શરૂ કર્યા.

આ દરમિયાન તેમણે કહ્યું કે, હવેથી થોડા દિવસો બાદ 21 જાન્યુઆરીએ મણિપુરને રાજ્યનો દરજ્જો મળ્યાના 50 વર્ષ પૂર્ણ થશે. હાલમાં દેશ તેની આઝાદીના 75 વર્ષ નિમિત્તે અમૃત મહોત્સવની પણ ઉજવણી કરી રહ્યો છે.

મહાયુતિ સરકારના ફેવરિટ છે આ સેક્ટર, આ શેર પર છે રોકાણકારોની નજર
IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મણિપુર અને ત્રિપુરાની મુલાકાતે છે, જ્યાં તેઓ દ્વારા બંન્ને રાજ્યોને ઘણી ભેટ આપી છે. આ દરમિયાન પીએમએ મણિપુરમાં 4800 કરોડ રૂપિયાથી વધુના ખર્ચના 22 પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું છે. જેમાં આશરે રૂ. 1850 કરોડના ખર્ચના 13 પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને આશરે રૂ. 2950 કરોડના ખર્ચના 9 પ્રોજેક્ટના શિલાન્યાસનો સમાવેશ થાય છે.

આ મુલાકાત દરમિયાન પીએમ મોદી અગરતલામાં મહારાજા વીર બિક્રમ એરપોર્ટ પર નવા સંકલિત ટર્મિનલ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરશે અને બે મહત્વપૂર્ણ વિકાસ યોજનાઓનું પણ લોકાર્પણ કરશે. આ પ્રોજેક્ટ રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, પીવાના પાણીનો પુરવઠો, આરોગ્ય, શહેરી વિકાસ, આવાસ, માહિતી ટેકનોલોજી, કૌશલ્ય વિકાસ અને કળા અને સંસ્કૃતિ સહિતના વિવિધ ક્ષેત્રો સાથે સંબંધિત છે.

કેટલાક લોકો સત્તા માટે મણિપુરને અસ્થિર કરવા માગે છે : વડાપ્રધાન મોદી

વિપક્ષ પર નિશાન સાધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, સત્તા મેળવવા માટે કેટલાક લોકો મણિપુરને ફરીથી અસ્થિર કરવા માંગે છે. આ લોકો આશા રાખતા હોય છે કે ક્યારે તેમને તક મળે અને ક્યારે તેઓ અશાંતિની રમત રમે. પરંતુ મણિપુરના લોકોએ તેમને ઓળખી લીધા છે. મણિપુરના લોકો અહીં વિકાસને અટકવા નહીં દે.

ડબલ એન્જિન સરકારના સતત પ્રયાસોને કારણે આજે આ પ્રદેશમાં આતંકવાદ અને અસુરક્ષાની આગ નથી, પરંતુ શાંતિ અને વિકાસનો પ્રકાશ છે. સમગ્ર નોર્થ ઈસ્ટમાં સેંકડો યુવાનો હથિયાર છોડીને વિકાસની મુખ્ય ધારામાં જોડાયા છે. જે કરારોની દાયકાઓથી રાહ જોવાઈ રહી હતી, અમારી સરકારે તે ઐતિહાસિક કરારો પણ કરી બતાવ્યા છે. મણિપુર અવરોધિત રાજ્યમાંથી આંતરરાષ્ટ્રીય વેપાર માટે માર્ગો પ્રદાન કરતું રાજ્ય બન્યું છે.

આ પણ વાંચો: ઓસ્ટ્રેલિયામાં કોરોનાના કેસ વધ્યા, હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યા પણ વધી, ભારતમાં ખતરાની ઘંટડી વાગી!

આ પણ વાંચો: Technology News: હિન્દી સહિત કોઈ પણ તમારી પસંદગીની ભાષામાં ચલાવી શકાય છે WhatsApp, જાણો કઈ રીતે

Published On - 12:42 pm, Tue, 4 January 22

Next Article