રાષ્ટ્રપતિ ચૂંટણી પહેલા મમતા બેનર્જીએ બોલાવી વિપક્ષની બેઠક, CM ઉદ્ધવ ઠાકરે અને સંજય રાઉત હાજર નહીં રહે

|

Jun 12, 2022 | 5:12 PM

મમતા બેનર્જીએ (CM Mamata Banerjee) આ બેઠકમાં બિન-ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓને બોલાવ્યા છે. આ સાથે જ મહારાષ્ટ્રથી NCP પ્રમુખ શરદ પવારને પણ બોલાવવામાં આવ્યા છે.

રાષ્ટ્રપતિ ચૂંટણી પહેલા મમતા બેનર્જીએ બોલાવી વિપક્ષની બેઠક, CM ઉદ્ધવ ઠાકરે અને સંજય રાઉત હાજર નહીં રહે
Mamata Banerjee - Uddhav Thackeray

Follow us on

મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે (CM Uddhav Thackeray) રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલાં પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ (CM Mamata Banerjee) બોલાવેલી વિરોધ પક્ષોની સંયુક્ત બેઠકમાં ભાગ લેશે નહીં. મમતા બેનર્જીએ આ બેઠકમાં બિન-ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓને બોલાવ્યા છે. આ સાથે જ મહારાષ્ટ્રથી NCP પ્રમુખ શરદ પવારને પણ બોલાવવામાં આવ્યા છે. પરંતુ શિવસેનાના પ્રવક્તા સંજય રાઉતે આજે પત્રકારોને માહિતી આપી હતી કે ઉદ્ધવ ઠાકરે આ બેઠકમાં ભાગ લેશે નહીં. સંજય રાઉત પણ મમતા દીદીએ બોલાવેલી મીટિંગમાં ભાગ લેવાના નથી. આ સમાચારને પગલે રાજકીય ગલિયારામાં ચર્ચાનું બજાર ગરમ બન્યું છે.

તમને જણાવી દઈએ કે આ પહેલા પણ જ્યારે મમતા બેનર્જી ભાજપ વિરુદ્ધ વિપક્ષી પાર્ટીઓના મોરચા માટે મહારાષ્ટ્ર આવી હતી ત્યારે શરદ પવારે સ્પષ્ટ કર્યું હતું કે કોંગ્રેસની આગેવાની વિના બીજેપી વિરુદ્ધ કોઈપણ ગઠબંધન સફળ થઈ શકે નહીં. ત્યારે પણ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે તેમને મળ્યા ન હતા. ખરાબ તબિયતના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મમતા બેનર્જી તેમને હોસ્પિટલમાં મળવા માંગતી હતી પરંતુ તે શક્ય નહોતું. મમતા બેનર્જીનું સ્વાગત પ્રવાસન મંત્રી આદિત્ય ઠાકરે અને સંજય રાઉતે કર્યું હતું.

મમતા બેનર્જીએ સોનિયા ગાંધીને પણ પત્ર મોકલ્યો

ગત વખતે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પણ મમતા દીદીને મળ્યા ન હતા. ગરદન અને કમરના દુખાવાની ફરિયાદને કારણે સર્જરીને કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મમતા બેનર્જી તેમને હોસ્પિટલમાં મળવા માંગતી હતી પરંતુ તે શક્ય નહોતું. મમતા બેનર્જીનું સ્વાગત પ્રવાસન મંત્રી આદિત્ય ઠાકરે અને સાંસદ સંજય રાઉતે કર્યું હતું. ત્યારે બીજેપી દ્વારા ઉદ્ધવ ઠાકરે પર નિશાન સાધવામાં આવ્યું હતું કે મેડમ સોનિયા ગાંધીએ ઉદ્ધવ ઠાકરેને મળવાની ના પાડી દીધી છે, તેઓ તેમના આદેશનું પાલન કરી રહ્યા છે. મેડમ સોનિયાને ગુસ્સે કરીને તે મમતા દીદી સાથે હાથ નહીં મિલાવે. પરંતુ આ વખતે મમતા બેનર્જીએ સોનિયા ગાંધીને પણ આમંત્રણ મોકલ્યું છે. આમ છતાં સીએમ ઉદ્ધવ ઠાકરે આ બેઠકમાં ગેરહાજર રહેવાના છે.

IPL 2025માં પાવરપ્લેમાં કઈ ટીમે સૌથી ઓછા છગ્ગા ફટકાર્યા છે?
CID માં કરી જોરદાર એન્ટ્રી, કોણ છે અભિનેત્રી લેખા પ્રજાપતિ?
35 વર્ષની ઉંમરે કુંવારી અભિનેત્રી બીજા ધર્મમાં કરશે લગ્ન..
ક્યાંક તમે ખોટી રીતે તો સનસ્ક્રીન લોશન નથી લગાવી રહ્યા ને! જાણો યોગ્ય રીત
બદામ કેટલાં દિવસમાં બગડે છે? જાણો સાચવવાની સાચી રીત
સવારે ગાયનું ઘરે આવવું કઈ વાતનો આપે છે સંકેત?

શિવસેના મમતા દીદીનું નેતૃત્વ સ્વીકારતી નથી?

સંજય રાઉતે ઘણી વખત પુનરોચ્ચાર કર્યો છે કે આ સમયે દેશના સૌથી અનુભવી નેતા શરદ પવાર છે. શરદ પવારના માર્ગદર્શનથી જ ભાજપ વિરુદ્ધ ગઠબંધન સફળ થઈ શકે છે. તેમણે કેટલીક વખત એમ પણ કહ્યું છે કે કેટલાક સર્વેમાં ઉદ્ધવ ઠાકરેનું નામ દેશના સૌથી લોકપ્રિય મુખ્યમંત્રીઓની યાદીમાં આવ્યું છે. ઉદ્ધવ ઠાકરે ટૂંક સમયમાં જ રાષ્ટ્રીય રાજકારણમાં સક્રિય થવાના છે. આવી સ્થિતિમાં સવાલ એ ઊભો થાય છે કે શું મહારાષ્ટ્રનું નેતૃત્વ એવું વિચારી રહ્યું છે કે જો તેઓ આ બેઠકમાં હાજરી આપશે તો મમતા બેનર્જી વિપક્ષનું નેતૃત્વ કરતી જોવા મળશે.

Published On - 2:22 pm, Sun, 12 June 22