
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ટીમ ઈન્ડિયાની જર્સીને લઈને સવાલ ઉઠાવ્યા છે. મમતા બેનર્જીએ જણાવ્યુ કે બધુ ગેરુઆ રંગમાં રંગવામાં આવી રહ્યુ છે. તેમનુ સીધુ નિશાન ભાજપ તરફ હતુ. મમતા બેનર્જીના આ નિવેદન પર ભાજપે પલટવાર કર્યો અને કહ્યું કે મમતાએ તો સમગ્ર કોલકાતાને બ્લુ અને સફેદ રંગમાં રંગી દીધુ છે.
મધ્ય કોલકાતાના પોલસ્તા બજારમાં જગધાત્રી પૂજાના ઉદ્દઘાટન સમયે મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યુ કે હવે દરેક ચીજનું ભગવાકરણ કરાઈ રહ્યુ છે. મને આપણા ભારતીય ખેલાડીઓ પર ગર્વ છે અને મને વિશ્વાસ છે કે તેઓ વિશ્વવિજેતા બનશે. પરંતુ તેમની પ્રેકટિસ મેચની જર્સી હવે ભગવા રંગની કરી દેવાઈ છે. એ પહેલા બ્લુ જર્સી પહેરતા હતા. ત્યાં સુધી કે મેટ્રો સ્ટેશનોને પણ ભગવા રંગમાં રંગવામાં આવી રહ્યા છે. એકવાર મે સાંભળ્યુ હતુ કે માયાવતીએ તેમની મૂર્તિ બનાવડાવી છે. જો કે હવે એ સામાન્ય થઈ ગયુ છે. હવે દરેક ચીજોના નામ નમોના નામ પરથી રાખવામાં આવી રહ્યા છે. તેનો સ્વીકાર ન કરી શકાય
મમતા બેનર્જીએ નામ લીધા વિના નિશાન સાધતા કહ્યુ કે મને તેમની મૂર્તિઓ બનાવીને રાખવા પર કોઈ આપત્તિ નથી. પરંતુ તેઓ દરેક વસ્તુનુ ભગવાકરણ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. મે પહેલા જોયુ હતુ કે માયાવતીએ તેમની એક મૂર્તિ બનાવડાવી હતી. ત્યારબાદ મે એવુ કંઈ નથી જોયુ કે આ પ્રકારની નૌટંકીથી કંઈ ફાયદો થતો હોય. સત્તા આવે છે અને જાય છે, ભાજપ પર કટાક્ષ કરતા મમતા બેનર્જીએ કહ્યુ આ દેશી જનતાનું છે ફક્ત એક પાર્ટીનું નથી.
મમતા બેનર્જીના નિવેદન પર ભાજપે પલટવાર કર્યો છે. ભાજપના નેતા શિશિર બાજોરિયાએ કહ્યુ કે અમે વિશ્વ કપ માટે ટીમ ઈન્ડિયાની તેમની ભાવનાનું સ્વાગત કરીએ છીએ. જ્યારે તેઓ એવુ કહે છે કે ટીમ ઈન્ડિયાનું ભગવાકરણ થઈ ગયુ છે કે કારણ કે પ્રેકટિસ મેચ દરમિયાન ખેલાડીઓ કેસરી જર્સી પહેરે છે તો તેઓ એ ત્રિરંગા વિશે શું કહેશે જેમા ભગવા રંગ સૌથી ઉપર છે. સૂર્યના પ્રથમ કિરણનો રંગ કેવો હોય છે? તેઓ કહે છે કે ટીમ ઈન્ડિયા બ્લુ રંગ પહેરવા માટે સંઘર્ષ કરે છે. તો તેમને ખબર હોવી જોઈએ કે કૂટનીતિક કારણોથી ભારત આંતરરાષ્ટ્રીય સ્તરે બ્લુ રંગનો ઉપયોગ કરે છે, તેમણે ખુદ એક શહેરને સફેદ અને બ્લુ રંગમા રંગી દીધુ છે.
ભાજપના નેતા રાહુલ સિન્હાએ જણાવ્યુ, થોડા દિવસો બાદ હવે મમતા એવો સવાલ પણ કરી શકે કે આપણા રાષ્ટ્રીય ધ્વજમાં ભગવો રંગ શા માટે છે. અમે આવા નિવેદનો પર પ્રતિક્રિયા આપવી પણ યોગ્ય નથી સમજતા.
ભાજપના નેતા દિલીપ ઘોષે કહ્યુ નેધરલેન્ડના ક્રિકેટર પણ ગેરુઆ કલર પહેરે છે, શું તેઓ હિંદુ રાષ્ટ્ર બની ગયા? જો ગેરુઆ ટીમની જર્સી બનાવી દેવાશે તો ટીએમસીના લોકો શું કરશે. ગેલરીમાંથી નીચે કૂદી જશે શું?
આ પણ વાંચો: અમદાવાદ: નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બહાર ટીમ ઈન્ડિયાના ટી-શર્ટ્સ, કેપ અને રાષ્ટ્ર ધ્વજનું ધૂમ વેચાણ- વીડિયો
રાજ્યના પૈસા રોકવા માટે કેન્દ્ર પર નિશાન સાધતા મમતા બેનર્જીએ કહ્યુ ભાજપના નેતૃત્વવાી કેન્દ્ર સરકાર ફ્રન્ટ પેજ પર વિજ્ઞાપનો માટે કરોડો રૂપિયા ખર્ચ કરે છે પરંતુ તેમણે રાજ્યના નાણાં અટકાવી રાખ્યા છે. જેનાથી હજારો શ્રમિકો (મનરેગા) વંચિત રહી ગયા. તેમણે કહ્યુ પહેલા હું સીપીઆઈ(એમ) સામે લડી. હવે મારે દિલ્હીમાં સત્તાધારી પાર્ટી સાથે લડવુ છે. બંગાલ ગ્લોબલ બિઝનેસ સમિટના આગામા સંસ્કરણ વિશે વાત કરતા બેનર્જીએ દાવો કર્યો કે 70,000 થી વધુ વ્યવસાયીઓ દેશ છોડી ચુક્યા છે.