Kerala: નદીમાં 40 મુસાફરોથી ભરેલી બોટ પલટી, અત્યાર સુધીમાં 21ના મોત, PMએ કરી સહાયની જાહેરાત

|

May 08, 2023 | 7:06 AM

પુરાપુઝા નદી પર સાંજે લગભગ 7 વાગ્યે એક પ્રવાસી બોટ થુવલ થેરમ પર્યટન સ્થળ પર પલટી ગઈ હતી. પ્રવાસી સાથે બોટમાં સવાર ઘણા બાળકોના સમાચાર પણ સામે આવી રહ્યા છે. ઘટનાસ્થળે રેસ્ક્યુ ટીમ ઉપરાંત ઘણા માછીમારો અને સ્થાનિક લોકો પણ બચાવ કાર્યમાં લાગેલા છે.

Kerala: નદીમાં 40 મુસાફરોથી ભરેલી બોટ પલટી, અત્યાર સુધીમાં 21ના મોત, PMએ કરી સહાયની જાહેરાત
Malappuram boat accident

Follow us on

કેરળના મલપ્પુરમ જિલ્લામાં મુસાફરોથી ભરેલી બોટ નદીમાં પલટી ગઈ હતી. આ બોટમાં લગભગ 40 લોકો સવાર હતા. પ્રારંભિક માહિતી અનુસાર, આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 21 લોકોના મોત થયા છે, જ્યારે ઘણા લોકો હજુ પણ નદીમાં લાપતા છે. ઘટનાની જાણ થતાં જ બચાવ અને રાહત ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. નદીમાં ગુમ થયેલા લોકોને શોધવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો: Breaking News : ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની વિજાપુરમાં રેડ, 758 કિલો કલર વાળું મરચુ ઝડપાયુ

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

મળતી માહિતી મુજબ, પુરાપુઝા નદી પર સાંજે લગભગ 7 વાગ્યે એક પ્રવાસી બોટ થુવલ થેરમ પર્યટન સ્થળ પર પલટી ગઈ હતી. પ્રવાસી સાથે બોટમાં સવાર ઘણા બાળકોના સમાચાર પણ સામે આવી રહ્યા છે. ઘટનાસ્થળે રેસ્ક્યુ ટીમ ઉપરાંત ઘણા માછીમારો અને સ્થાનિક લોકો પણ બચાવ કાર્યમાં લાગેલા છે. નદીમાંથી 10 લોકોને સુરક્ષિત બહાર કાઢવાના સમાચાર પણ સામે આવી રહ્યા છે. બચાવી લેવામાં આવેલા લોકોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.

કેરળના મંત્રી વી અબ્દુરહીમાને 21 લોકોના મોત થયાની પુષ્ટિ કરી છે. આમાં કેટલાક બાળકો પણ સામેલ છે. સ્થાનિક અહેવાલો અનુસાર, બોટ ખીચોખીચ ભરેલી હતી અને બોટમાં લાઈફ સેવિંગના સાધનો હાજર નહોતા. આ સ્થળ દરિયા કિનારે આવેલું છે.

દુર્ઘટના થઈ ત્યારે બોટ કિનારાથી લગભગ 300 મીટર દૂર હતી. મળતી માહિતી મુજબ, બોટમાં સવાર લોકો મલપ્પુરમના પરપ્પનંગડી અને તનુર વિસ્તારથી આવ્યા હતા. અહીં પેસેન્જર બોટને સાંજે 5 વાગ્યા સુધી જ ચલાવવાની છૂટ છે.

મૃતકોને 2 લાખ રૂપિયાની સહાય

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેરળમાં થયેલા અકસ્માત પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે ટ્વીટમાં પીડિત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. PM મોદીએ PMNRF તરફથી મૃતકોના પરિવારજનોને 2 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

દેશના તમામ સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Next Article