દિલ્હી એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી, ઈન્ડિગો ફ્લાઈટનો પાછળનો ભાગ લેન્ડિંગ સમયે રનવે પર અથડાયું

|

Jun 13, 2023 | 4:30 PM

આ મામલાને ગંભીરતાથી લેતા ડીજીસીએએ તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી ઓપરેશનલ ક્રૂને ઓફ-રોસ્ટર કરી દીધા છે એટલે કે એ એરક્રાફ્ટને ઉડવા માટે મનાઈ ફરમાવી છે. ઈન્ડિગોએ પણ આ બાબતની પુષ્ટિ કરી છે, પરંતુ તેમણે જણાવ્યું નથી કે આ ફ્લાઈટમાં કેટલા મુસાફરો હતા.

દિલ્હી એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી, ઈન્ડિગો ફ્લાઈટનો પાછળનો ભાગ લેન્ડિંગ સમયે રનવે પર અથડાયું
Indigo flights (file photo)

Follow us on

દિલ્હીના ઈન્દિરા ગાંધી એરપોર્ટ પર, મોટી દુર્ઘટના ટળી હતી. ઈન્ડિગો ફ્લાઈટનો પાછળનો ભાગ લેન્ડિંગ સમયે જમીન સાથે અથડાઈ ગયો. આ માહિતી સામે આવતાં ખળભળાટ મચી ગયો હતો. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ ઘટનાની તપાસના આદેશ આપ્યા છે. જણાવવામાં આવ્યું છે કે આ ઘટના રવિવારે એ સમયે બની જ્યારે પ્લેન કોલકાતાથી દિલ્હી એરપોર્ટ પર ઉતરી રહ્યું હતું. જો કે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી તે રાહતની વાત છે.

ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશનનું કહેવું છે કે ઈન્ડિગો A321-252NX એરક્રાફ્ટ VT-IMG એ કોલકાતાથી દિલ્હી માટે ઉડાન ભરી હતી અને લેન્ડિંગ સમયે પાછળનો ભાગ રન વે પર જમીન સાથે અથડાઈ ગયો હતો. જણાવવામાં આવ્યું છે કે વિમાનના લેન્ડિંગ દરમિયાન ક્રૂને લાગ્યું કે લેન્ડિંગ દરમિયાન થોડી ગરબડ થઈ છે. આ અંગે ડીજીસીએએ જણાવ્યું કે લેન્ડિંગ દરમિયાન એરક્રાફ્ટના પાછળનો ભાગ રનવેની સપાટીને સ્પર્શી ગયો અને ફ્લાઈટને નુકસાન થયું.

આ મામલાને ગંભીરતાથી લેતા ડીજીસીએએ તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી ઓપરેશનલ ક્રૂને ઓફ-રોસ્ટર કરી દીધા છે એટલે કે જ્યા સુધી તપાસ પૂર્ણ ના થાય ત્યાં સુધી એ એરક્રાફ્ટને ઉડવા માટે મનાઈ કરી દેવાઈ છે. DGCAના એક વરિષ્ઠ અધિકારીનું કહેવું છે કે, આ મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે અને પ્લેનને ગ્રાઉન્ડ કરી દેવામાં આવ્યું છે. ઈન્ડિગોએ પણ આ બાબતની પુષ્ટિ કરી છે, પરંતુ તેણે જણાવ્યું નથી કે આ ફ્લાઈટમાં કેટલા મુસાફરો હતા.

આજનું રાશિફળ તારીખ : 20-09-2024
કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneને ઝડપી ચાર્જ કરવા માટે શું કરવું? જાણો અહીં સરળ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા

ખરાબ હવામાનને કારણે ઈન્ડિગો ફ્લાઈટ પાકિસ્તાનમાં પ્રવેશી હતી

હાલમાં જ ખરાબ હવામાનને કારણે ઈન્ડિગોની એક ફ્લાઈટ ડાઈવર્ટ થઈ અને પાકિસ્તાનના લાહોર નજીક પહોંચી ગઈ હતી. તે 30 મિનિટ સુધી પાકિસ્તાનની એરસ્પેસમાં હતી. જોકે બાદમાં ભારત પરત ફરી હતી. આ ફ્લાઈટે અમૃતસર એરપોર્ટથી અમદાવાદ માટે ઉડાન ભરી હતી. પાકિસ્તાનમાંથી પરત ફર્યા બાદ ફ્લાઇટનું અમદાવાદમાં સુરક્ષિત લેન્ડિંગ કરાયું હતું. પ્લેન પાકિસ્તાનમાં ઘૂસતાં જ હોબાળો મચી ગયો હતો.

 

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

 

Next Article