સંસદની સદસ્યતા જવા પર મહુઆ મોઈત્રાનું પ્રથમ રિએક્શન આવ્યુ સામે કહ્યુ, ‘કોઈ પુરાવા વિના મળી સજા’

|

Dec 08, 2023 | 7:12 PM

કેશ ફોર ક્વેરી મામલે TMC સાંસદ મહુઆ મોઈત્રાનું સંસદનું સભ્યપદ ગયુ છે. ત્યારબાદ તેમનુ પહેલુ રિએક્શન સામે આવ્યુ છે. તેમણે કહ્યુ મારી વિરુદ્ધ કોઈ પુરાવા નથી. મે અદાણીનો મુદ્દો ઉઠાવ્યો હતો અને આગળ પણ ઉઠાવતી રહીશ. મહુઆ મોઈત્રાની સંસદની સદસ્યતા સસ્પેન્ડ કરવાનો પ્રસ્તાવ પારિત થયા બાદ વિપક્ષી સાંસદોએ સંસદમાંથી વોકઆઉટ કર્યુ

કેશ ફોર ક્વેરી મામલે TMC સાંસદ મહુઆ મોઈત્રાનું સંસદનું સભ્યપદ ગયુ છે. ત્યારબાદ તેમનુ પહેલુ રિએક્શન સામે આવ્યુ છે. તેમણે કહ્યુ મારી વિરુદ્ધ કોઈ પુરાવા નથી. મે અદાણીનો મુદ્દો ઉઠાવ્યો હતો અને આગળ પણ ઉઠાવતી રહીશ. મહુઆ મોઈત્રાની સંસદની સદસ્યતા સસ્પેન્ડ કરવાનો પ્રસ્તાવ પારિત થયા બાદ વિપક્ષી સાંસદોએ સંસદમાંથી વોકઆઉટ કર્યુ.

કેશ ફોર ક્વેરી મામલે TMC સાંસદ મહુઆ મોઈત્રાની સંસદની સદસ્યતા રદ્દ કરવામાં આવી છે. સદસ્યતા ગયા બાદ મહુઆ મોઈત્રાનું પ્રથમ રિએક્શન સામે આવ્યુ છે. મોઈત્રાએ કહ્યુ મે અદાણીનો મુદ્દો ઉઠાવ્યો અને આગળ પણ ઉઠાવતી રહીશ. કોઈપણ રોકડ ભેટનો કોઈ પુરાવો રજૂ કરાયો નથી.

મહુઆ મોઇત્રાએ કહ્યું કે હટાવવાની ભલામણ માત્ર તેના આધારે છે કે મેં મારું પોર્ટલ લોગિન શેર કર્યું છે. તેને નિયંત્રિત કરવા માટેના કોઈ નિયમો નથી. એથિક્સ કમિટી પાસે કોઈ હાંકી કાઢવા માટેની કોઈ સત્તા નથી. આ તમારા (ભાજપ) માટે અંતની શરૂઆત છે.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

‘એક મહિલાને કઈ હદ સુધી પરેશાન કરશે’

તેમણે કહ્યું કે, જો મોદી સરકારે એવું વિચારતી હોય કે મને ચૂપ કરાવીને અદાણીના મુદ્દાને ખતમ કરી દેશે, તો તમને જણાવી દઉં કે તમે જે ઉતાવળ અને યોગ્ય પ્રક્રિયાનો દુરુપયોગ કર્યો છે એ જ બતાવે છે કે અદાણી તમારા માટે કેટલા મહત્વપૂર્ણ છે. તમે એક મહિલા સાંસદને ક્યાં સુધી પરેશાન કરશો.

મહુઆ મોઈત્રાની સંસદની સદસ્યતા રદ્દ થવાનો પ્રસ્તાવ પારિત થયા બાદ વિપક્ષી સાંસદે પરિસરમાં વોકઆઉટ કર્યો. એથિક્સ કમિટીના રિપોર્ટ અંગે જેવી લોકસભામાં ચર્ચા શરૂ થઈ કે TMCના સાંસદ સુદીપ બંદોપાધ્યાયે અનુરોધ કર્યો કે મહુઆને સદનમાં તેનો પક્ષ રાખવાની પરવાનગી આપવામાં આવે.

ભાજપનું વર્તન જોઈને દુ:ખ થઈ રહ્યુ છે- મમતા બેનર્જી

પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યુ કે આજે ભાજપનુ વર્તન જોઈને દુ:ખ થઈ રહ્યુ છે. તેમણે લોકતંત્ર અપમાન કર્યુ છે. મહુઆને તેનો પક્ષ રાખવાની તક ન આપીએ હળાહળ અન્યાયથી ભરેલુ છે. તો કેન્દ્રીય મંત્રી સુભાષ સરકારે જણાવ્યુ કે એક દિવસ મહુઆ મોઈત્રા પોર્ટલ દિલ્હી, બેંગલુરુ, દુબઈ અને અમેરિકાથી ખુલે છે. કોના માટે એક કોર્પોરેટ હાઉસ અને એક વેપારી માટે.

સંસદની સદસ્યતાને લઈને સ્પીકર ઓમ બિરલાએ કહ્યુ કે આ સદન એથિક્સ કમિટીના રિપોર્ટને સ્વીકારે છે. સાંસદ મહુઆ મોઈત્રાનું આચરણ એક સાંસદ તરીકે અનૈતિક અને અશોભનિય હતુ. આથી તેમનુ સાંસદ પદ પર રહેવુ યોગ્ય નથી.

આ પણ વાંચો: Breaking News: પૈસા લઈને સંસદમાં સવાલ પૂછવા મામલે TMC સાંસદ મહુઆ મોઈત્રાનું સાંસદ પદ થયુ રદ્દ ,લોકસભામાં એથિક્સ કમિટીનો રિપોર્ટ મંજૂર

કોંગ્રેસના સાંસદ મનિષ તિવારીએ સ્પીકરના નિર્ણય પર સવાલ ઉઠાવ્યો કે શું આચાર સમિતિની પ્રક્રિયા ન્યાયના મૂળ સિદ્ધાંતોને ખતમ કરી શકે છે. જે દુનિયાની દરેક ન્યાય પ્રણાલીનો આયોજન સિદ્ધાત છએ ? આપણે અખબારોમાં જે વાંચ્યુ તેને આધાર બનાવવામાં આવ્યુ. તેમને તેમની વાત રાખવાની તક સુદ્ધા આપવામાં ન આવી. આ કેવી પ્રક્રિયા છે.

દેશભરના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article